માળીયા હાટીના હાટી ક્ષત્રિય સમાજના 28 સમૂહ લગ્ન ધામધૂમ પૂર્વક સંપન્ન
હાટી ક્ષત્રિય સમાજના 66 યુગલોએ સાધુ સંતો સમાજ શ્રેષ્ઠીઓ અને સમસ્ત હાટી ક્ષત્રિય સમાજની ઉપસ્થિતિમાં અગ્નિની સાક્ષીએ એકબીજાની સાથ નિભાવવાની નેમ સાથે ચોરીના ચાર ફેરા ફરી પ્રભુતામાં પગલાં પાડ્યા.છેલ્લા 28 વર્ષથી સતત દર વખતે 60 ઉપરાંત યુગલોના લગ્ન આ હાટી ક્ષત્રિય લગ્ન સમિતિ દ્વારા થતા સમૂહ લગ્નમાં કરવામાં આવ્યા છે. અને આજના ખોટા દેખાવના યુગમાં આર્થિક સક્ષમ પરિવારો પણ સમૂહ લગ્નમાં પોતાના સંતાનોના લગ્ન કરાવી સમાજને રાહ ચીંધે છે. આ તકે સમાજ શ્રેષ્ઠીઓ સાથે સમસ્ત હિન્દુ સમાજના સન્માનિત સંતો મુક્તાનંદ બાપુ ચાપરડા, શેરનાથ બાપુ ભવનાથ, વિજયબાપુ સતાધાર, અશ્વિન્ગીરી ચોટીલા ચામુંડા માતાજી મહંત, સહિત આઈ શ્રી નિર્મલા માં, આઈ શ્રી દેવળમાં, આઈ બેલી માં, આઈ શ્રી દેવલ માં સહિત માતાજી અને ખાસ આ તકે…
ધંધુકાની પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો અને બાળ અધિકાર તાલીમ શિબિર યોજાઈ
B INDIA ધંધુકાના ભાલ પંથકના ધોળી વિસ્તારના પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધંધુકાની મિશ્ર 1 પ્રાથમિક શાળા ટાવર ચોક ખાતે પોક્સો તાલીમ શિબિર યોજવામાં આવી હતી. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જાતીય શોષણ , જાતીય સતામણી તેમજ તેને લગતા કાયદાઓની સમજ આપવી ખૂબ જ જરૂરી છે , કારણ કે ઘણી વખત ગંભીર પ્રકારના બનાવો બનતા હોય છે , પરંતુ બાળકોને તેની પૂરતી જાણકારી ન હોવાના કારણે તે બનાવો બહાર આવતા નથી અને દબાઈ જતા હોય છે. દેશમાં દિવસેને દિવસે હત્યા, લૂંટ, ચોરી, છેડતી જેવા ગંભીર ગુનાહો વધી રહ્યા છે.જેના કારણે લોકો સરળતાથી બહાર નિકળી શકતા નથી.આ પ્રકારના ગુન્હાઓને રોકવા તંત્ર દ્વારા સતત પ્રયાસો થતા રહે છે.પરંતું સમયની સાથે સાથે ગુન્હા ખોરી વધતી રહેતી હોય…
પ્રયાગરાજ: મહાકુંભમાં એક તંબુમાં સિલિન્ડર બ્લાસ્ટથી ભીષણ આગ લાગી, ફાયર વિભાગે તાત્કાલિક મેળવ્યો કાબુ
–> વિશાળ મહાકુંભમાં સલામતી વ્યવસ્થાના ભાગ રૂપે સ્થળ પર પહેલેથી જ પાર્ક કરેલી ફાયર ટ્રકો અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી ગઈ અને આગ બુઝાવી:- B INDIA પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ સ્થળે એક તંબુની અંદર બે ગેસ સિલિન્ડર ફાટવાથી આગ ફાટી નીકળી હતી, પોલીસે જણાવ્યું હતું. આગ અનેક તંબુઓમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે તે બળીને ખાખ થઈ ગયા હતા.પોલીસે જણાવ્યું હતું કે કોઈ ઈજાના અહેવાલ નથી.વિશાળ મહાકુંભમાં સલામતી વ્યવસ્થાના ભાગ રૂપે સ્થળ પર પહેલેથી જ પાર્ક કરેલી ફાયર ટ્રકો અસરગ્રસ્ત વિસ્તારમાં દોડી ગઈ હતી અને આગ બુઝાવી હતી, અધિકારીઓએ જણાવ્યું હતું.આસપાસના તંબુઓમાં રહેતા લોકોને સલામતી માટે બહાર કાઢવામાં આવ્યા હતા. મહાકુંભમાં લાગેલી આગના કારણે આસપાસના વિસ્તારમાં આકાશ ધુમાડાથી કાળું થઈ ગયું છે. આ…
સુરેન્દ્રનગરનાં ચુડાનાં રેલવે ડ્રાયવરનુ મુંબઈમાં વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સમ્માનિત કરાયું.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડાનાં રહીશ તથા સિપાઈ સમાજ ટ્રસ્ટ ગુજરાતનાં સહમંત્રી શ્રી સબ્બીરખાન હિંસામખાન પઠાણ રેલવે ભાવનગર ડિવિઝનમાં લોકો પાયલટ (રેલવે ડ્રાયવર) તરીકે કાર્યરત છે તાજેતરમાં મુંબઈમાં આયોજિત એક સમારોહમાં જનરલ મેનેજર દ્વારા તેઓના ક્ષેત્રમાં કરવામાં આવેલ હતું તેમનાં નોંધપાત્ર કાર્ય, તેમની કાર્યદક્ષતા અને સમર્પણ બદલ સન્માન પત્ર તથા શિલ્ડ સાથે રેલ સેવા પુરસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સબ્બીરખાન હિંસામખાન પઠાણ એક એવા રેલ કર્મચારી છે કે જેમને અગાઉનાં વર્ષોમાં ડિવિઝનલ રેલવે મેનેજર એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવ્યા છે. અને તેમની આ સિધ્ધીઓ બદલ વરિષ્ઠ અધિકારિઓ તથા સહકર્મીઓએ અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરી કુટુંબ સમાજ અને દેશનું નામ રોશન કરો તેવી અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી.
ધંધુકામાં બ્રહ્મકુમારી દ્વારા વિશ્વ શાંતિ દિવસ ઉજવાયો
પ્રજાપિતા બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લાની પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી યુનિવર્સિટી દ્વારા આજે ધંધુકા ખાતે વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ફરતા સમય ચક્રમાં એક સમય એવો આવે છે જ્યારે સમગ્ર માનવ સૃષ્ટિ તેની તમોપ્રધાન સ્થિતિમાં પહોંચે છે, જ્યારે માનવ આત્માઓ તેમના વિકારોને કારણે પીડા અને દુઃખથી પીડિત હોય છે, ત્યારે તેઓ ભગવાન શિવને બોલાવે છે, જે તેમના સુખ અને દુ:ખને દૂર કરે છે. તેમણે આ કળિયુગમાં બ્રહ્માંડનું પરિવર્તન કરવાના અને આ પ્રવાહ પર આ બ્રહ્મ દ્વારા સુખ અને શાંતિની દુનિયા સ્થાપિત કરવાના મહાન કાર્ય માટે ભૌતિક શરીરમાં આ બ્રહ્માંડમાં પ્રવેશ કર્યો. તેમણે એક માંસલ શરીરમાં અવતાર લીધો. તે બન્યું છે. આ સૃષ્ટિમાં સાકાર શરીરમાં પ્રવેશ કરી આ કલયુગ સૃષ્ટિને સાકર શરીરમાં…
જેસોર તાલુકા સેવાસદન ખાતે આજે પોષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી
જેસોર તાલુકા સેવાસદન ખાતે નાની છોકરીઓ દ્વારા સ્વાગત ગીત ગાઈને અને દીપ પ્રગટાવીને નેતાઓનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેસોર તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરોએ બાજરી જુવાર રાગી અને અન્ય અનાજ જેવા THR તૈયાર કરીને પ્રદર્શિત કર્યા. સાથે જેસોર તાલુકાના મહાનુભાવો, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સંજય ઠાકુર, તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શ્રી ભૂપેનભાઈ ભાદરકા અને અન્ય આગેવાનોએ તેનો સ્વાદ માણ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ અધ્યક્ષ શ્રી નિતેન્દ્રસિંહ સરવૈયા, જેસર ગામના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહ સરવૈયા, દેપલા ગામના સરપંચ શ્રી રામદેવસિંહ સરવૈયા અને જેસર તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરો અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
રાણપુર ગ્રામ પંચાયતે અબોલ પશુઓ માટે 150000 ફાળો એકત્રિત કર્યો
રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર અને ઉપસરપંચ હેમુભાઈ રબારી, ગ્રામ પંચાયતના સભ્યો અને સ્ટાફ સાથે મળીને દર વર્ષે પાંજરાપોળ માટે પંચાયતની બહાર એક સ્ટોલ લગાવ્યો અને 13 અને 14 ના રોજ બે દિવસ માટે ૧૫૦૦૦૦ રૂપિયા ફાળો એકઠો કર્યો. અને તે પાંજરાપોળને આપ્યું. જેથી પાંજરાપોળના ટ્રસ્ટીઓએ કર્મચારીઓ, સરપંચ અને સભ્યોનો આભાર માન્યો.
લખતર ખાતે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા યોજાઈ
–>જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા લખતર સ્થિત બે કેન્દ્રો પર લેવામાં આવી હતી:– લખતરમાં AV ઓઝા અને VJ ઓઝા કેન્દ્રો પર જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા કેન્દ્રમાં, 322 માંથી 305 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 17 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા લેવામાં આવી રહી છે, લખતરમાં બે કેન્દ્રો AV OZA અને VJ OZA ફાળવવામાં આવ્યા છે. જ્યારે લખતર AV OZA કેન્દ્ર પર છ બ્લોક અને 130 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 129 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. એક વિદ્યાર્થી ગેરહાજર હતો. વીજે ઓઝા સ્કૂલમાં ૧૯૨ વિદ્યાર્થીઓ પહોંચ્યા, જેમાંથી ૧૭૬ વિદ્યાર્થીઓ હાજર હતા, ૧૬ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. જવાહર નવોદય પ્રવેશ…
ચમારિઆ ગામમાં જનજાગૃતિ લાવવા માટે રાત્રે ભાથીજી મહારાજ કથા કાર્યક્રમનું આયોજન
સંજેલી તાલુકાના ચમારિઆ ગામમાં ગ્રામ પંચાયત પાસેહોળી ફળિયામાં જય ગોગદેવ યુવા મંડળ સાંતા રોડ દ્વારા ક્ષત્રિય નાયક ભાથીજી મહારાજની કથાનું એક દિવસીય વર્ણન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.લોક જાગૃતિ અર્થે ભાથીજી મહારાજના આખ્યાનનો પ્રોગ્રામ રાત્રી દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સૌપ્રથમ ગણપતિની સ્તુતિ કરીને શરૂઆત કરવામાં આવી હતી. આ આખ્યાનમાં આજુબાજુનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જેમાં ભાથીજી મહારાજે કરેલા જીવનના કાર્યો અને અનેક પાત્રો ભજવીને અંચબિત માહિતી આપવામાં આવી હતી. જેમાં નાના- નાના બાળકોને ખુબ આનંદ થયો હતો. ત્યારે લોકોએ રાત્રીના સમયે કડકડતી ઠંડીમાં ભાથીજી મહારાજ આખ્યાનનો લહાવો લીધો હતો.
ગીર સોમનાથ: સંકલિત બાળ વિકાસ સેવા યોજના, પોષણ મહોત્સવ 2025
–>જિલ્લા ICDS (સંકલિત બાળ વિકાસ સેવાઓ) શાખા દ્વારા કોડીનાર કમ્પોનન્ટ-2 વેલણ ગામ ખાતે પોષણ મહોત્સવ 2025 અને શ્રી અન્ન પોષણ વાનગીનું આયોજન કરવામાં આવ્યું હતું:– ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર કમ્પોનન્ટ-૨ વેલણ સેજા ખાતે ૧૧-૦૧-૨૦૨૫ ના રોજ કોળી સમાજના ચોરા ખાતે પોષણ મહોત્સવ ૨૦૨૫, ટેક હોમ રાશન અને મીલેટ (શ્રી અન્ના) ની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ICDS મુખ્ય સેવીકાશ્રી, વેલણ આરોગ્ય કાર્યકર, તાલુકા પંચાયત સભ્ય, ગ્રામ પંચાયત સભ્ય, પ્રાથમિક શાળાના આચાર્ય, માધ્યમિક શાળાના શિક્ષક, કોળી સમાજ પટેલ, નેતા, સ્વદીપ સંસ્થા (GHCL) કર્મચારી, દૂધ ગિલ્ડ પ્રમુખ અને આંગણવાડી કાર્યકર બહેનો, સહાયક બહેનો વગેરે હાજર રહ્યા હતા. રસોઈ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનારા વિજેતાઓને પ્રમાણપત્રો અને ઇનામો આપવામાં આવ્યા હતા. …















