PM મુદ્રા યોજનાના 10 વર્ષ, જાણો છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં કેટલી લોન અપાઈ

દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે. ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં આવી છે. વર્ષ 2020-21 થી 2024-25 (નવેમ્બર 2024) સુધીના ગાળામાં કુલ ₹70051 કરોડ રૂપિયાની લોન પ્રદાન કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પીએમ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે એક સંવાદમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં મુદ્રા યોજના હેઠળ ₹33 લાખ કરોડથી વધુની ગેરંટી-મુક્ત લોન મંજૂર કરવામાં આવી છે અને સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરી છે.

2024 સુધીમાં ખાતાની સંખ્યા
આ યોજનાની સફળતા આંકડાઓથી સ્પષ્ટ થાય છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત વર્ષ 2020-21માં 1.42 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા જેની સંખ્યા વર્ષ 2023-24 સુધીમાં 1.95 કરોડ સુધી પહોંચી છે. વર્ષ 2024-25 માટે નવેમ્બર 2024 સુધીમાં 80.5 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે.

લોન આપવામાં 74 ટકાનો વધારો
પીએમ મુદ્રા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2020-21માં ₹11,239 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી જે વર્ષ 2023-24માં વધીને ₹19,607 કરોડ થઇ ગઇ છે. આ રીતે ચાર વર્ષમાં લોન ફાળવણીની રકમમાં 74 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024-25 માટે નવેમ્બર 2024 સુધીમાં ₹9,708 કરોડની લોન આપવામાં આવી છે.

દસ વર્ષમાં દેશમાં 11.10 કરોડ નોકરીઓનું સર્જન
પીએમ મુદ્રા યોજનાની દેશમા થયેલી અસરના મૂલ્યાંકન અંગે નીતિ આયોગના રિપોર્ટ અનુસાર પીએમ મુદ્રા યોજના શરૂ થયા બાદ દસ વર્ષના સમયગાળામાં દેશમાં કુલ 11.10 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આ નોકરીઓમાંથી 47 ટકા નોકરીઓનો ફાયદો એસ.સી, એસ.ટી અને ઓબીસી સમાજના નાગરિકોને થયો છે. મોટાભાગની નોકરીઓનું સર્જન ઉત્પાદન, ટ્રેડિંગ અને સર્વિસ ક્ષેત્રમાં થયું છે.

જાણો શું છે પીએમ મુદ્રા યોજના?
દેશના નાગરિકોને પોતાના વ્યવસાય માટે કોઈ પણ પ્રકારની ગેરંટી વિના સરળતાથી લોન મળી શકે તે હેતુથી એપ્રિલ 2015માં પીએમ મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રણ શ્રેણીમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓના માધ્યમથી લોન આપવામાં આવે છે. જેમાં શિશુ શ્રેણીમાં ₹ 50 હજાર, કિશોર શ્રેણીમાં ₹ 50 હજારથી 5 લાખ, તરુણ શ્રેણીમાં ₹ 5 લાખથી 10 લાખ અને તરુણ પ્લસ શ્રેણીમાં ₹ 10 લાખથી 20 લાખ સુધીની લોન પ્રદાન કરવામાં આવે છે. ગુજરાતમાં બહોળી સંખ્યામાં નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સે આ યોજનાનો લાભ લઇને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Mitchell Starcનો કહેર! બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ Devastating

Mitchell Starcનો કહેર! બાંગ્લાદેશ 64 રનમાં ઓલઆઉટ, 6/12ની ઘાતક બોલિંગથી ઓસ્ટ્રેલિયાની જોરદાર વાપસી  -> Mitchell Starc AUS vs BAN 2nd Test: ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઝડપી બોલિંગનો એવો કહેર જોવા મળ્યો કે માત્ર 229 રનમાં કુલ 18 વિકેટ પડી ગઈ. ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર Mitchell Starcએ 6 વિકેટ માત્ર 12 રનમાં ઝડપી બાંગ્લાદેશને 64 રનમાં સમેટી દીધું. આ પ્રદર્શન બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ટેસ્ટમાં મળેલી 9 વિકેટની હારનો જોરદાર જવાબ આપ્યો છે. મેકેમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયન કેપ્ટનનો આ નિર્ણય Mitchell Starcએ શરૂઆતથી જ સાચો સાબિત કરી દીધો.Starcએ મેચના પ્રથમ જ બોલે વિકેટ ઝડપી અને ત્યારબાદ બાંગ્લાદેશના બેટિંગ ઓર્ડર પર સતત…

Awarapan 2: ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આવરાપન ૨’નો બોક્સ ઓફિસ પર દબદબો Unstoppable

Awarapan 2 Box Office Collection: ઇમરાન હાશ્મીની ફિલ્મનો જબરદસ્ત દબદબો, પહેલા જ અઠવાડિયામાં ₹100 કરોડ પાર મુંબઈ: બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી અને દિશા પટણીની બહુચર્ચિત ફિલ્મ ‘Awarapan 2’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે શરૂઆતથી જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું અને માત્ર થોડા જ દિવસોમાં ₹100 કરોડનો આંકડો પાર કરીને ઇમરાન હાશ્મીના કરિયરમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે. ->‘Awarapan 2’ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત :  ‘Awarapan 2’ને લઈને રિલીઝ પહેલાંથી જ દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી હતી. ખાસ કરીને 2007માં આવેલી ‘Awarapan’ સાથે જોડાયેલી યાદો અને ઇમરાન હાશ્મીની લોકપ્રિયતાને કારણે ફિલ્મને સારો પ્રારંભ મળ્યો.બોક્સ ઓફિસના આંકડા મુજબ ફિલ્મે શરૂઆતના દિવસોમાં મજબૂત કમાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *