મોંઘવારીનો વધુ એક માર, ઘરેલુ ગેસ સિલિન્ડર થયું મોંઘું

મોંઘવારીથી જનતાની કમર તૂટી રહી છે. આ દરમિયાન મોંઘવારીનો વધુ એક માર પડી રહ્યો છે. આ દરમિયાન આજે સોમવારે દેશને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે 14 કિલોગ્રામના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે.

ભાવ વધારા બાદ ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ LPG સિલિન્ડરની કિંમત 503 રૂપિયાથી વધીને 553 રૂપિયા અને ઉજ્જવલા યોજના સિવાયના LPG સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા થઈ જશે.

આ પણ વાંચો: પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો; ગ્રાહકો પર કોઈ અસર નહીં

હરદીપ સિંહ પુરીએ શું કહ્યું
ભાવ વધારા અંગે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય ભાવ વધી રહ્યા છે અને અહીં ભાવ ઘટી રહ્યા છે. અમે નિર્ણય લીધો છે કે LPGના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે આગામી દિવસોમાં તેની સમીક્ષા કરીશું. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે આપણે રસોઈ ગેસના મામલે ઘણી પ્રગતિ કરી છે અને હવે આપણી પાસે ઉજ્જવલા યોજના પણ છે, જેના 10 કરોડથી વધુ લાભાર્થીઓ છે. તેમણે કહ્યું કે આજે આપણા ભાઈ-બહેનોને લાકડા, ગાયના છાણ અને અન્ય વસ્તુઓથી આઝાદી મળી છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Facebook:
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Gandhinagarમાં ટેક્સી-રિક્ષા યુનિયનના સૂત્રોચ્ચાર સાથે ધરણાં… Struggle 2026

Gandhinagarમાં ટેક્સી-રિક્ષા યુનિયનના સૂત્રોચ્ચાર સાથે ધરણાં: વાહન વ્યવહાર કમિશનર કચેરી બહાર હોબાળો, ગુજરાત સરકાર હાય… હાય…ના નારા Gandhinagarમાં ટેક્સી અને રિક્ષાચાલક યુનિયનો દ્વારા વિવિધ પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી બહાર એકત્ર થયેલા ચાલકોએ પોતાની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ‘ગુજરાત સરકાર હાય… હાય…’ના નારા લગાવવામાં આવતા કચેરી બહારનો માહોલ ગરમાયો હતો. રિક્ષા અને ટેક્સી ચાલકો લાંબા સમયથી ભાડા, CNGના વધતા ખર્ચ, એપ આધારિત પરિવહન સેવાઓ અને ડ્રાઇવરોને મળતા વળતર સહિતના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. તાજેતરના અહેવાલોમાં પણ યુનિયનો દ્વારા વાહન વ્યવહાર વિભાગ સમક્ષ આ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. -> Gandhinagar : વાહન વ્યવહાર કમિશનર કચેરી બહાર વિરોધ :…

Cotton MSP Rate 2026-27 Gujarat: કપાસના ભાવને લઈને સરકારનો મોટો નિર્ણય.. Minimum Support Price..

Gujaratના કપાસ ખેડૂતો માટે મોટી તક: ટેકાના ભાવે કપાસ વેચવા 31 ઓક્ટોબર સુધી નોંધણી Gujaratના કપાસ પકવતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષ 2026-27માં ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે વિવિધ કૃષિ જણસીઓની લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP હેઠળ ખરીદી કરવામાં આવે છે. આ જ પ્રક્રિયા અંતર્ગત Gujaratના કપાસ ખેડૂતો પાસેથી પણ ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવશે. ટેકાના ભાવે કપાસ વેચવા ઈચ્છતા ખેડૂતો માટે ખાસ મહત્વની વાત એ છે કે તેઓ 31 ઓક્ટોબર, 2026 સુધી ભારતીય કપાસ નિગમ લિમિટેડ એટલે કે CCIની “કપાસ કિસાન” મોબાઇલ એપ્લિકેશન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *