Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ

ગોંડલમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને ત્રણ શખ્સે ધોકા વડે માર માર્યાની ઘટનામાં પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 19 માર્ચે સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ત્યાર બાદ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. ગતરાત્રિના જેલ ચોક પટેલવાડી ખાતે પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરાયું હતું.અને આરોપીઓનો વરઘોડો કાઢવા માટે માંગ ઉઠી છે. આ પણ વાચો :- ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો પાટીદાર સમાજના આગેવાનોનું કહેવું છે કે,આરોપીઓનો વરઘોડા કાઢવામાં આવે અને જો આ વાતનું શનિવાર સુધી નિરાકરણ ન આવે તો ગોંડલ બંધનું એલાન આપવામાં આવશે. સગીર પર હુમલાને લઈ પાટીદાર સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. પોલીસ સામે પાટીદાર…