દેશમાં આર્યન નેહરાએ ફરી ડંકો વગાડ્યો, નેશનલ ગેમ્સમાં સાત મેડલ જીત્યા
ઉત્તરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં પાંચ મેડલ જીતીને સ્વિમર આર્યન નહેરાએ દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતના યુવાન સ્વિમર આર્યને દહેરાદૂન ખાતે ચાલી રહેલી નેશનલ ગેમ્સની સ્વિમિંગમાં સાતમો મેડલ જીતીને શાનદાર સફળતા હાંસલ કરી છે. નેશનલ ગેમ્સમાં આર્યને અત્યાર સુધીમાં 400 મીટર વ્યક્તિગત મિડલેમાં સિલ્વર, 4×200 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર, 400 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ, 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ અને 4×100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આર્યન નેહરાએ 400 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ચાર મિનિટ અને 2.60 સેકન્ડનો સમય લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે 10 મેડલ જીત્યા છે. જેમાં ગુજરાતે 10માંથી 7 મેડલ સ્વિમિંગમાં જ જીત્યા છે. અગાઉ ગયા વર્ષે માર્ચમાં…







