દેશમાં આર્યન નેહરાએ ફરી ડંકો વગાડ્યો, નેશનલ ગેમ્સમાં સાત મેડલ જીત્યા

ઉત્તરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં પાંચ મેડલ જીતીને સ્વિમર આર્યન નહેરાએ દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગુજરાતના યુવાન સ્વિમર આર્યને દહેરાદૂન ખાતે ચાલી રહેલી નેશનલ ગેમ્સની સ્વિમિંગમાં સાતમો મેડલ જીતીને શાનદાર સફળતા હાંસલ કરી છે. નેશનલ ગેમ્સમાં આર્યને અત્યાર સુધીમાં 400 મીટર વ્યક્તિગત મિડલેમાં સિલ્વર, 4×200 મીટર ફ્રી સ્ટાઇલમાં સિલ્વર, 400 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ, 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ અને 4×100 મીટર ફ્રી સ્ટાઇલ રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આર્યન નેહરાએ 400 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ચાર મિનિટ અને 2.60 સેકન્ડનો સમય લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં ચાલી રહેલી 38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે 10 મેડલ જીત્યા છે. જેમાં ગુજરાતે 10માંથી 7 મેડલ સ્વિમિંગમાં જ જીત્યા છે. અગાઉ ગયા વર્ષે માર્ચમાં આર્યન નેહરાએ ફિલિપાઈન્સમાં યોજાયેલી 11મી એશિયન એજ ગ્રુપ એક્વેટિક ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ મેડલ અને ત્રણ સિલ્વર મેડલ જીત્યા હતા. સ્વિમર આર્યન નેહરા માટે આ પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ હતો. વર્ષ 2023માં આર્યન નેહરાએ એક રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

જુલાઈ 2023માં આર્યન નેહરાએ રાષ્ટ્રીય સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પુરુષોની 800 મીટર ફ્રીસ્ટાઈલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આર્યને એ વર્ષે બીજી વખત એશિયન ગેમ્સના ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ માટે 8:01.81 સેકન્ડનો સમય લીધો હતો. એ વર્ષે એપ્રિલમાં શિકાગોમાં યોજાયેલી ઇવેન્ટમાં 800 મીટર ફ્રી સ્ટાઇલમાં આર્યને 8:03.15નું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને એશિયન ગેમ્સમાં પોતાનું સ્થાન નક્કી કર્યું હતું.

-> IAS અધિકારી વિજય નેહરાના પુત્ર છે આર્યન :- ગુજરાત માટે શાનદાર પ્રદર્શન કરનાર આર્યન નેહરા રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી વિજય નેહરાના દીકરા છે. આર્યનની સાથે તેનો નાનો ભાઈ પણ સ્વિમર છે. વિજય નેહરા 2001 બેચના IAS અધિકારી છે. હાલમાં વિજય નેહરા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ છે. તેમની પાસે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડની જવાબદારી પણ છે. તેઓ અમદાવાદ શહેરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને ગ્રામ્ય વિકાસ કમિશનર રહી ચુક્યા છે.

Related Posts

Surat : કેદારનાથમાં ભારે વરસાદ વચ્ચે Suratના 11 યાત્રીઓ ફસાયા… Urgent

કેદારનાથમાં ભારે વરસાદ વચ્ચે Suratના યાત્રીઓ ફસાયા: અલથાણના રંજનબેને રડતાં-રડતાં ગુજરાત સરકાર પાસે મદદ માંગી, 14માંથી ત્રણનું હેલિકોપ્ટરમાં રેસ્ક્યૂ; 11 મુશ્કેલીમાં Surat ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે કેદારનાથ ધામની યાત્રા ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ છે. કેદારનાથ તરફ જતા માર્ગો પર વરસાદ, ભૂસ્ખલન અને કાટમાળ પડવાની ઘટનાઓને કારણે યાત્રીઓની અવરજવર પર અસર પડી રહી છે. આવી સ્થિતિ વચ્ચે Surat ના 14 જેટલા યાત્રીઓ કેદારનાથ વિસ્તારમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે.| પરિવારજનોના જણાવ્યા મુજબ, આ યાત્રીઓમાં Suratના અલથાણ વિસ્તારના લોકોનો પણ સમાવેશ થાય છે. પરિસ્થિતિ ગંભીર બનતા અલથાણના રંજનબેને રડતાં-રડતાં ગુજરાત સરકાર અને તંત્ર પાસે મદદની અપીલ કરી હોવાની માહિતી છે.મળતી માહિતી પ્રમાણે, ફસાયેલા 14 યાત્રીઓમાંથી ત્રણ યાત્રીઓને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા…

AMC : જો તમે પણ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છો, તો પાર્કિંગ માટે નહીં પડે મુશ્કેલી… Absolute Authority 1

AMC : જો તમે પણ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છો, તો પાર્કિંગ માટે નહીં પડે મુશ્કેલી અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતા મુસાફરો માટે પાર્કિંગને લઈને મોટી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેટ્રો સ્ટેશનોની આસપાસ વાહન પાર્કિંગની સુવિધા ઊભી કરવા માટે પ્રથમ તબક્કામાં 9 પ્લોટ પસંદ કરવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટમાં કુલ 6,149 વાહનો પાર્ક થઈ શકશે. તેમાં 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર માટે જગ્યા ઉપલબ્ધ કરાવવાની યોજના છે. કુલ 36,890 ચોરસ મીટર જમીનનો ઉપયોગ આ સુવિધા માટે કરવામાં આવશે. -> મેટ્રો મુસાફરોને પાર્કિંગની મોટી સમસ્યામાંથી રાહત : અમદાવાદમાં મેટ્રોનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો રોજિંદી મુસાફરી માટે મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે અનેક મેટ્રો સ્ટેશનોની આસપાસ પોતાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *