Amreli : અમરેલીનાં ખાંભા તાલુકામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ

ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં અવાર નવાર ભૂકંપના ઝટકા અનુભવાતા રહે છે. ત્યારે આજે અમરેલીના ખાંભા તાલુકામાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. સવારે 10.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો આંચકો આવતા ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. આ પણ વાંચો :- Dakor : હોળીનાં દિવસે ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું, 1 લાખથી વધુ ભક્તોએ મંગળા આરતીનો લીધો લાભ અમરેલી તેમજ આસપાસના વિસ્તારમાં સવારે 10.12 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપના ઝટકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ખાંભા તાલુકાના ગામ્ય વિસ્તારમાં 10.12 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હવાના સમાચાર સામે આવી રહ્યા છે. ખાંભાના ઇંગોરાળા, નાના વિસાવદર, ભાડ,…

Amreli : અમરેલીમાં લસણના ભાવમાં ઉછાળો, 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થવાના એંધાણ

અમરેલી જિલ્લામાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ દિવસમાં જ લસણના ભાવમાં 200થી 300 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. બજારના જાણકારોના મતે આવનારા સમયમાં લસણ 50 રૂપિયા પ્રતિ કિલો સુધી મોંઘુ થઈ શકે છે. જેને લઈને ખેડૂતોમાં આનંદનો માહોલ છે. આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ અમરેલી જિલ્લાના બગસરા સહિતના તાલુકાઓમાં લસણનું વાવેતર કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં, મધ્યપ્રદેશથી આવેલા નવા લસણની 400 કટ્ટાની આવક થઈ છે. બજારમાં 20 કિલો લસણનો ભાવ તેની ગુણવત્તા પ્રમાણે 400 થી 1400 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. આ પણ વાંચો :-…

અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ

અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ છે. શિક્ષક વિદ્યાર્થિની પર છેલ્લા 8 દિવસથી દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ ઉઠી છે. તો સમગ્ર મામલે બાળકીઓએ માતા-પિતાને જાણ કરી અને આખરે અમરેલી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. -> શાળામાં આચર્યુ દુષ્કર્મ :- આ ઘટનાં અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી. અહી સ્કૂલમા ધોરણ 1 થી 5મા માત્ર 17 બાળકો અભ્યાસ કરે છે. અને પ્રિન્સીપાલ ઉપરાંત મહેન્દ્ર પટેલ નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહી માત્ર એક જ વર્ગમા તમામ બાળકોને સાથે ધોરણ 1 થી 5 ભણાવાય છે. પ્રિન્સીપાલ રજા પર હોય…