અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ

અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ છે. શિક્ષક વિદ્યાર્થિની પર છેલ્લા 8 દિવસથી દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ ઉઠી છે. તો સમગ્ર મામલે બાળકીઓએ માતા-પિતાને જાણ કરી અને આખરે અમરેલી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.

-> શાળામાં આચર્યુ દુષ્કર્મ :- આ ઘટનાં અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલી મસ્જિદ પરીસરમા બેસતી ભારતનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામા બની હતી. અહી સ્કૂલમા ધોરણ 1 થી 5મા માત્ર 17 બાળકો અભ્યાસ કરે છે. અને પ્રિન્સીપાલ ઉપરાંત મહેન્દ્ર પટેલ નામનો શિક્ષક ફરજ બજાવે છે. અહી માત્ર એક જ વર્ગમા તમામ બાળકોને સાથે ધોરણ 1 થી 5 ભણાવાય છે. પ્રિન્સીપાલ રજા પર હોય અને શિક્ષક એકલો હતો. ત્યારે રીસેસમાં રૂમનો ઓરડો બંધ કરી તે એક બાળકી સાથે કુચેષ્ઠા કરી રહ્યો હતો. આ દરમિયાન વાલીઓએ દોડી જઇ તેને રંગેહાથ ઝડપ્યો હતો.

આ પણ વાંચો :- દ્વારકામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે, ગેરકાયદેસર ધાર્મિક સ્થળો કરાશે દૂર

-> આરોપી મહેન્દ્ર પટેલની ધરપકડ :- અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં શિક્ષક આરોપી મહેન્દ્ર પટેલ સામે દુષ્કર્મ પોક્સો હેઠળ ગુનો નોંધાયો છે.બન્ને બાળકીઓ સગીરવયની છે અને દુષ્કર્મ આચરીને કોઈને કહેવાનું નહી તેવું બાળકીઓને કહેતો હતો.પોલીસે આરોપી શિક્ષક મહેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. અને આ મામલે વધુ તપાસ હાથધરી છે.

Follow us On Social Media

🔔 YouTube: [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram: [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website: [ https://bindia.co/ ]
TWITTER: https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP :https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મહેસાણામાં ભારે વરસાદનો કહેર: દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈ માસૂમ બાળકનું મોત

ઉત્તર ગુજરાતના મહેસાણા શહેરમાં ભારે વરસાદને કારણે એક કરુણ અકસ્માત સર્જાયો છે. શહેરના પટ્ટાવાળાની ચાલી વિસ્તારમાં જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઈને એક માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત થયું…

અમરેલીમાં ભારે વરસાદનો કહેર: 5 તાલુકાની શાળાઓમાં રજા જાહેર, ધારીમાં 68 લોકોનું સફળ રેસ્ક્યૂ

અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં નવા નીરની આવક અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *