યુક્રેને રશિયા પર ડ્રોન વડે કર્યો મોટો હુમલો, તુઆપ્સે બંદરને થયું ભારે નુકશાન
યુક્રેને રશિયા પર મોટો ડ્રોન હુમલો કર્યો. આ હુમલામાં કાળા સમુદ્ર પર આવેલા રશિયાના તુઆપ્સ બંદરને વ્યાપક નુકસાન થયું હતું. અહેવાલ મુજબ, હુમલો એટલો ગંભીર હતો કે બંદરના એક ભાગમાં આગ લાગી જેના કારણે રશિયન તેલ ટર્મિનલ પ્રભાવિત થયું. રશિયાના હવાઈ સંરક્ષણ એકમે દાવો કર્યો હતો કે હુમલા દરમિયાન 164 યુક્રેનિયન ડ્રોનનો હવામાં નાશ કરવામાં આવ્યો છે. રશિયન સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, રવિવારે રાત્રે યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલા દરમિયાન રશિયાના હવાઈ સંરક્ષણ એકમે 164 યુક્રેનિયન ડ્રોનનો નાશ કર્યો હતો. પ્રાદેશિક અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે યુક્રેનિયન ડ્રોન હુમલાને કારણે કાળા સમુદ્ર પર તુઆપ્સે ખાતે ભારે આગ લાગી હતી, જેના કારણે બંદરને નોંધપાત્ર નુકસાન થયું હતું. ક્રાસ્નોદર ટેરિટરી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે ડ્રોનનો કાટમાળ પડવાથી…







