Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ

અરવલ્લીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અરવલ્લીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ટેન્કર ચાલકે બેદરકારી રીતે ટેન્કરને હાંકી હતી. જેના કારણે બાઈક પર સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટનાને લઇ મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં કેડિલા કંપનીનાં 4 કર્મચારીઓ થયાં બેભાન, 1 મહિલા કર્મચારીનું મોત મળતી માહિતી મુજબ બાઇક પર સવાર લોકો આસપાસના ગામના હતા. ત્યારે વધુ સ્પીડે જતી ટેન્કરની અડફેટે આવતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. ત્યારે ફરી આવી ઘટના ન સર્જાય તેને લઇ ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે કલાકો સુધી હાઈવે…

Godhra : ગોધરામાં હિટ એન્ડ રન, કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત

ગોધરામાં હિટ એન્ડ રન ઘટના બની હતી. ભુરાવાવ ઓવરબ્રિજ પર કાર ચાલકે મોપેડને અડફેટે લીધુ હતું. જેમાં મોપેડ પર સવાર ત્રણ પૈકી 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનામાં અન્ય 2 ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કાર ચાલક અકસ્માત કરીને ફરાર થયો હતો. જોકે આસપાસના લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા સમગ્ર મામલે શહેર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો :- Vadodara : વડોદરામાં વધુ એક નબીરાએ સર્જાયો અકસ્માત, બાઈકચાલકને લીધો અડફેટે આવી જ ઘટનાં નડિયાદમાં આવે વિકેવી રોડ પર આ ઘટના સર્જાઇ હતી. જેમાં બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર કાર ડ્રાઇવરે ગફલતભરી રીતે હંકારતા માર્ગેથી પસાર થતા બાઇક ચાલકને ટક્કર મારી હતી. ત્યારે ગાડીએ બાઇકને ટક્કર મારતા આ…

Vadodara : વડોદરામાં વધુ એક નબીરાએ સર્જાયો અકસ્માત, બાઈકચાલકને લીધો અડફેટે

ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યાં છે. ત્યારે વડોદરા શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત કર્યો છે. તાંદલજામાં કારચાલકે બાઇક સવારને અડફેટે લીધો છે. કારચાલક ભાગે તે પહેલા લોકોએ તેને ઝડપી મેથીપાક ચખાડયો હતો. કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. કારચાલકે કહ્યું કે,કાર ચલાવતા હું દારૂનો નશો કરી રહ્યો હતો. આ પણ વાંચો :- Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે” મળતી માહિતી મુજબ, કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારીને બાઈક ચાલકને અડફેટે લીધો છે. તો કારમાં ચાલકની સીટ નજીક જ દારૂની બોટલ મળી આવી હતી. નશામાં બેફામ કાર ચલાવીને નબીરાએ અકસ્માત સર્જતા લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે. આ સમગ્ર કેસમાં જે પી રોડ પોલીસે ગુનો નોંધીને વધુ…

Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા

રાજકોટ શહેરની નામાંકિત હોસ્પિટલ વોકહાર્ટ ફરીથી વિવાદમાં આવી છે.હોસ્પિટલે માત્ર 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યું હતું. જેના કારણે હોસ્પિટલમાં વિવાદ સર્જાયો છે. બાળકનાં પરિવારજનો વોકહાર્ટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મળતી માહિતી મુજબ, હેનીલ પટેલ નામના બાળકને અકસ્માતના કારણે હાથમાં ઇજા પહોંચી હતી. આ 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા લઇ 24 કલાક એડમિટ રાખવામાં આવ્યું હતું. આ પણ વાંચો :- Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી બાળકને મેડિકલ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. અને વોકહાર્ટ હોસ્પિટલે 7 ટાંકાનું બિલ રૂપિયા 1 લાખ 60 હજાર રૂપિયા આપ્યું હતું. ત્યાર બાદ બાળકનાં પરિવારજનોએ વોકહાર્ટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતાં. પરિવારજનોનાં…

પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં

પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પંચમહાલના ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા આ ઘટના બની હતી. તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત છે કે,બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા છે. પાંચથી વધારે મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તો હાલ તમામ મુસાફરો સારવાર હેઠળ છે. પોલીસે તમામના નિવેદનો લીધા છે અને ડ્રાઈવરની પણ પૂછપરછ પણ કરી છે. આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે…