ગુજરાતનું વિક્રમી બજેટ | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
ગુજરાતનું 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ જાહેર ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ નાણામંત્રી કનુ દેસાઈનો પાંચમો સતત વિક્રમ રૂ. 4.08 લાખ કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર ઓલિમ્પિક રેડી અમદાવાદ, રમતગમત માટે વિશાળ જોગવાઈ વાજબી ભાવ દુકાન સંચાલકોના કમિશનમાં વધારો અન્ન પુરવઠા વિભાગ માટે 2856 કરોડની જોગવાઈ રમતગમત, યુવા, સાંસ્કૃતિક વિભાગ માટે 2006 કરોડ પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 226 કરોડની જોગવાઈ માર્ગ અને મકાન વિભાગ માટે 29,709 કરોડની જોગવાઈ 500 AC બસ સહિત નવી 2463 બસ મૂકવાની જાહેરાત બજેટમાં રાજ્ય સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત કાયદો વ્યવસ્થાને મજબૂત કરવા બજેટમાં સરકારની જાહેરાત બજેટને ધી સંઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ આવકાર્યું મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7690 કરોડનું બજેટ 16 નવી સરકારી કોલેજો શરૂ કરવાની કરાઈ જાહેરાત…
Budget 2026: ફક્ત એક ક્લિકમાં જાણો બજેટની તમામ અપડેટ
આજે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું. ગુજરાતમાં નાણામંત્રી કનુભાઈ દેસાઇએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સર્જ્યો છે. આ સાથે જ ગુજરાત રાજ્યનું 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ ₹2856 કરોડની જોગવાઇ 75 લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે કઠોળના વિતરણ માટે ₹842 કરોડની જોગવાઇ. NFSA કાર્ડધારકોને યોજના મુજબ અન્ન પૂરું પાડવા ₹700 કરોડની જોગવાઇ. “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” અને “પીએનજી/ એલપીજી સહાય યોજના” અંતર્ગત વર્ષમાં ૨ સિલિન્ડર વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા માટે ₹425 કરોડની જોગવાઇ. રાજ્યના 8 લાખ અંત્યોદય…
Guajrat Budget 2026-27 : ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે બજેટમાં શું કરાઈ જોગવાઈ ? જાણો વિગત
બજેટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કિસાન સૂર્યોદય યોજના મારફત ખેડૂતો માટે દિવસના સમયે વીજ પુરવઠો આપી શકાય તે સુનિશ્ચિત કરી રાજ્યમાં ખેતીવાડી વીજ જોડાણ ધરાવતાં કુલ 17 હજાર 249 ગામોમાં આવેલ ખેતી આધારિત કુલ 20 લાખ 85 હજાર વીજગ્રાહકો પૈકી 17 હજાર 52 ગામોમાં 19 લાખ 9 હજાર વીજગ્રાહકોને દિવસે વીજળી આપવામાં આવી રહેલ છે. આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણ આપવા માટે ₹૧૧૬૬ કરોડની જોગવાઇ.ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઇ. સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે ₹350 કરોડની જોગવાઇ. ઊર્જા સંરક્ષણ યોજના માટે ₹100 કરોડની જોગવાઇ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજળી પૂરી પાડવા જનજાતિય…
Budget 2026 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે બજેટમાં જાણો શું કરવામાં આવી જાહેરાત
આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થઈ રહ્યું છે. જેમાં નાણાં મંત્રી કનુ દેસાઇએ વર્ષ 2026-27 માટે રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યમાં યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બની છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2 કરોડ 72 લાખ લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹3472 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. આ સાથે જ G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1851 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની…
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, 18 ફેબ્રુઆરીના રજૂ થશે બજેટ
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં બપોરે 12 વાગ્યે બજેટની પ્રથમ બેઠક મળશે. ત્યાર બાદ રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે અને રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ થશે. આભાર પ્રસ્તાવ રજૂ થયા બાદ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં રજૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ મુકશે. આજે શરૂ થઈ રહેલ બજેટ સત્ર મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યપાલના આચાર્ય દેવવ્રતના સંબોધનથી બેઠક શરૂ થશે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં શાસક પક્ષ (ભાજપ) તરફથી પૂર્ણેશ મોદીએ કરી ઉમેદવારી કરી છે. બીજી તરફ વિપક્ષ તરફથી કોંગ્રેસના નેતા શૈલેષ પરમારનું નામ મૂકાયુ છે. 18 ફેબ્રુઆરીના રજૂ થશે બજેટ બજેટ સત્ર મામલે…
બજેટની એક નકલ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિને સોંપાશે, સંસદમાં 11 વાગ્યે રજૂ કરવામાં આવશે બજેટ
આજે (રવિવારે) દેશનું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે ગૃહમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રો માટે તિજોરી ખોલી શકે છે. રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. ખેડૂતોને નવી છૂટ મળવાની પણ અપેક્ષા છે. પ્રશ્ન એ છે કે શું આવકવેરાના સ્લેબમાં ફરીથી કોઈ ફેરફાર કરવામાં આવશે? શું સરકાર સંરક્ષણ, સંશોધન અને માળખાગત સુવિધાઓ માટે પોતાનો ખજાનો ખોલશે? નાણામંત્રી સીતારમણ નવી દિલ્હીના કર્તવ્ય ભવન સ્થિત નાણા મંત્રાલય પહોંચ્યા છે. ત્યાંથી, તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બજેટની નકલ રજૂ કરવા આગળ વધશે. ત્યારબાદ બજેટને કેબિનેટની મંજૂરી મળશે. ત્યારબાદ બજેટ સવારે 11 વાગ્યે ગૃહમાં રજૂ કરવામાં આવશે. બજેટની એક નકલ સવારે 9 વાગ્યે રાષ્ટ્રપતિને આપવામાં આવશે દેશના ઇતિહાસમાં આ…












