Budget 2026 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે બજેટમાં જાણો શું કરવામાં આવી જાહેરાત

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ થઈ રહ્યું છે. જેમાં નાણાં મંત્રી કનુ દેસાઇએ વર્ષ 2026-27 માટે રાજ્યનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹25403 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

રાજ્યમાં યોગથી લઇને આયુષ્યમાન સુધીની સુવિધા સુલભ બની છે. પ્રાથમિક આરોગ્યથી માંડીને સ્પેશ્યાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે બજેટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ(મા યોજના) હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના અંદાજે 2 કરોડ 72 લાખ લોકોને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર માટે ₹3472 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.

આ સાથે જ G.M.E.R.S સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે ₹1851 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે ₹502 કરોડની જોગવાઇ. અમદાવાદ તેમજ સુરત ખાતે બનનારી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તથા કેન્સર, કાર્ડિયાક-ન્યુરો, યુરો-નેફ્રો સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે ₹500 કરોડની જોગવાઇ કારવમાં આવી છે.

હોસ્પિટલની સુવિધામાં થશે વધારો
સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા ₹200 કરોડની જોગવાઇ. ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ તેમજ સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર અને ભાવનગર માટે ₹186 કરોડની જોગવાઇ. યુ.એન.મહેતા ઇન્‍સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર સુરત, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ અને પોરબંદર માટે ₹167 કરોડની જોગવાઇ. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્‍સ્ટિટ્યૂટ, અમદાવાદ તથા સેટેલાઈટ સેન્ટર રાજકોટ, ભાવનગર, પોરબંદર, વલસાડ, સિધ્ધપુર, હિંમતનગર અને ગોધરા માટે ₹153 કરોડની જોગવાઇ. પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે એક હજાર બેડની ક્ષમતાની હોસ્પિટલ માટે ₹90 કરોડની જોગવાઇ. છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા ₹60 કરોડની જોગવાઇ.

અમદાવાદ ખાતે ન્યુરો, ઓર્થો, સ્પોર્ટસ ઇન્જરી રીહેબીલીટેશન સેન્ટર, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્‍સ્ટિટ્યૂટ ખાતે ચાલતી ફિઝિયોથેરાપી, ઓર્થોટીક અને પ્રોસ્થેટીક, ઓકયુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી કોલેજો તેમજ હોસ્ટેલ માટે ₹58 કરોડની જોગવાઇ. નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે સ્ટાફ કવાટર્સનું બાંધકામ કરવા ₹53 કરોડની જોગવાઇ. સરકારી મેડિકલ કોલેજ, વડોદરા ખાતે હોસ્ટેલનું બાંધકામ કરવા ₹41 કરોડની જોગવાઇ. જિલ્લા/પેટા જિલ્લા હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રીકટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની સ્થાપના માટે તબીબી ઉપકરણો વસાવવા ₹36 કરોડની જોગવાઇ. અમદાવાદ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્ટેલ અને મેસના મકાન માટે ₹35 કરોડની જોગવાઇ. ટી.બી.ના દર્દીઓને “Ready to Eat Nutritious snacks” આપવા ₹30 કરોડની જોગવાઇ.

250 ખિલખિલાટ વાન ખરીદવા ₹16 કરોડની જોગવાઇ
વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને કચ્છ જિલ્લાના 10 સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે ₹28 કરોડની જોગવાઇ.જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના હોસ્પિટલ તથા હોસ્ટેલ બિલ્ડીંગ માટે ₹26 કરોડની જોગવાઇ. “હોમ બેઝ્ડ કેર ફોર યંગ ચાઇલ્ડ” યોજના માટે ₹22 કરોડની જોગવાઇ. ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, સુરત માટે ₹17 કરોડની જોગવાઇ. માતૃબાળ કલ્યાણ સેવાઓ સુદ્રઢ કરવા 250 ખિલખિલાટ વાન ખરીદવા ₹16 કરોડની જોગવાઇ. સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના બાળકોને આરોગ્ય કાર્ડ આપવાનું આયોજન.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Godhra માં ગણેશ વિસર્જન વખતે મોટો અકસ્માત ટળ્યો, ક્રેનનું બેલેન્સ બગડતાં વિશાળ મૂર્તિ ઝૂકી 2026 Disaster Avoided

Godhra માં ગણેશ વિસર્જન દરમિયાન મોટો અકસ્માત ટળ્યો, ક્રેનનું બેલેન્સ બગડતાં વિશાળ મૂર્તિ ઝૂકી Godhra:પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હોવાની ઘટના સામે આવી છે. ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ ભક્તો બાપ્પાને ભાવભીની વિદાય આપવા માટે રામસાગર તળાવ ખાતે પહોંચ્યા હતા. અહીં વિશાળ ગણેશ પ્રતિમાના વિસર્જનની કામગીરી દરમિયાન અચાનક ક્રેનનું સંતુલન બગડતાં મૂર્તિ એક તરફ ઝૂકી ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં થોડા સમય માટે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે, ગોધરાના રામસાગર તળાવ ખાતે મોટી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારે વજન ધરાવતી ગણેશજીની વિશાળ પ્રતિમાને ક્રેનના બેલ્ટની મદદથી ઉઠાવીને તળાવમાં પધરાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ક્રેનનું…

Eco-Friendly Ganesh Utsav 2026 : ગણેશ મૂર્તિકારો માટે આશીર્વાદરૂપ યોજના.. Eco Triumph..

માટી મૂર્તિ મેળો-2026: 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ, રૂ. 5 કરોડની આવક અમદાવાદ, વડોદરા અને સુરતમાં 7 દિવસીય મેળાને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ ગુજરાતમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણમિત્ર Ganesh મૂર્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળ કાર્યરત ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા 8થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજિત ‘માટી મૂર્તિ મેળો-2026’ સફળ રહ્યો છે. સાત દિવસ સુધી ચાલેલા આ મેળામાં રાજ્યના 361 નોંધાયેલા માટી મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી કુલ 23,542 ઇકો-ફ્રેન્ડલી Ganesh મૂર્તિઓનું વેચાણ થયું હતું. આ વેચાણથી કારીગરોને અંદાજે રૂ. 5 કરોડની આવક થઈ હોવાનું જણાવાયું છે. મેળામાં પર્યાવરણપ્રેમીEco-Friendly Ganesh Utsav 2026: Ganeshભક્તોએ મોટી સંખ્યામાં માટીની મૂર્તિઓ ખરીદી હતી. -> 361…