માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ, જાણો શું છે મામલો
બગદાણાના બહુચર્ચિત નવનતી બાલધિયા કેસમાં જયરાજ આહિરને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ SIT દ્વારા જયરાજ આહીર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે. આજે SITએ જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. SITએ જયરાજ આહીરની સાડા ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. આરોપીઓ અને સાક્ષીઓની પૂછપરછમાં જયરાજનું નામ વારંવાર આવ્યું હતું. આ સાથે જ તપાસમાં જયરાજે કેટલાક આરોપીઓ સાથે ફોન પર વાત કરી હતી અને હુમલા વિશે માહિતી મેળવી હતી.હોવાની વિગતો પણ સામે આવી હતી. જેને આધારે SITએ તેમને ધરપકડ કરી છે. જાણો શું છે મામલો 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં માયાભાઇ આહિરે બગદાણા ટ્રસ્ટ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી”…
Ahmedabad : રખડતી ગાયને ભીડમાં ઓળખીને તેના માલિકની ઓળખ ઉજાગર કરશે CCTV અને AI, જાણો શું છે મામલો
ગાંધીનગર, 19 જાન્યુઆરી, 2026 : ગુજરાતના શહેરોને સ્માર્ટ બનાવવા માટે રાજ્ય સરકાર આધુનિક ટેક્નોલોજી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગને પ્રાથમિકતા આપી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં AI સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કર્યા બાદ આ ટેક્નોલોજીને રાજ્યના શાસનમાં સમાવિષ્ટ કરીને નાગરિક સેવા વિતરણને સમૃદ્ધ બનાવવના પ્રસાયો કરવામાં આવી રહ્યા છે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારને આવરી લેતી સમસ્યા માટે એક મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેના લીધે આવનારા દિવસોમાં રખડતા પશુઓના લીધે પેદા થતી સમસ્યાઓનું સમાધાન લાવવામાં વધુ સરળતા રહેશે. અમદાવાદમાં રખડતી ગાયોના લીધે ઘણીવાર ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળે છે. અત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ સીસીટીવી કેમેરાની મદદથી અલગ અલગ વિસ્તારોમાં રખડતી ગાયોના ફોટા લીધા બાદ, તેમાં લાગેલી માઇક્રો ચીપ અને RFID ટેગના…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરાયું આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન, જાણો વિગત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદ ખાતે ‘સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત અને પ્રખર વિદ્વાન ગૌતમભાઈ પટેલ દ્વારા સંપાદિત ‘આદિ શંકર સમગ્ર’ (૧૫ ગ્રંથોની શ્રેણી)નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતીય સંસ્કૃતિમાં આદિ શંકરાચાર્યના પ્રદાન અને સસ્તું સાહિત્ય સંસ્થાના પુનરુત્થાન અંગે મહત્ત્વપૂર્ણ વિગતો આપતા કેન્દ્રીય ગૃ હમંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે ગુજરાતી યુવાઓ માટે આંગળીના ટેરવે મળતું થયું છે, સસ્તું સાહિત્ય દ્વારા ‘આદિ શંકર સમગ્ર’ ગ્રંથાવલીનું વિમોચન કરાયું છે, જે ગુજરાતી સાહિત્ય માટે મોટી ઘટના છે. અમિત શાહે જણાવ્યું હતું કે, 117 વર્ષ જૂની સ્વામી અખંડાનંદની સંસ્થા ‘સસ્તું સાહિત્ય’ ફરી બેઠી થઈ છે. આગામી 50 વર્ષ સુધી ઉત્કૃષ્ટ સાહિત્ય પીરસતી રહેશે. આ માટે ગૌતમભાઈ પટેલે આદિ…
જાણો શું છે બગદાણાનો મેનેજિંગ ટ્રસ્ટી વિવાદ, કેમ માયાભાઈએ માફી માંગી; કેમ હીરા સોલંકી આવ્યા મેદાને ?
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી વિવાદ સતત ચર્ચામાં છે. આ વિવાદમાં રાજકારણ અને પોલીસ તંત્રની પણ એન્ટ્રી થઈ છે અને બીજી તરફ માયાભાઈ આહિરે પોતાના નિવેદન અંગે પણ વિડીયો જાહેર કર્યો હતો. પરંતુ ગઇકાલે ધારાસભ્ય હીરા સોલંકી આ મામલે મેદાને આવતા તાત્કાલિક PI ની બદલી કરવામાં આવી હતી, આ વિવાદના મૂળ બગદાણા મંદિર ટ્રસ્ટ જોડે જોડાયેલ છે. ગત 24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલીમાં ભજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માયાભાઈ આહિરનો એક વિડીયો જાહેર થયો હતો. જેમાં માયાભાઈ આહિરે યોગેશ સાગરને બગદાણાધામના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા હતા. જેને લઈને બગદાણાના નવનીતભાઈએ માયાભાઈ આહીર સાથે ફોન પર વાત કરી હતી. અને જણાવી હતું કે ટ્રસ્ટમાં કોઈ જ મેનેજિંગ ટ્રસ્ટી નથી. ત્યાર બાદ માયાભાઈ આહિરે માફી…
અનંત પટેલ કોંગ્રેસ છોડી AAP માં જોડાશે? જાણો કોણે કર્યો દાવો
ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવે તેવા સંકેત સામે આવ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને લઈ મોટો દાવો કર્યો છે. ધવલ પટેલે જાહેરમાં નિવેદન આપતા કહ્યું કે, અનંત પટેલ કોંગ્રેસનો સાથ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાશે. ધવલ પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર આંકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે એક તરફ વાંસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે અને એ કહે છે કે આમ આદમી પાર્ટી અને ભાજપમાંથી સભ્યો તોડશે. અને એક બાજુ ચૈતર વસાવા કોંગ્રેસના 200 જેટલા સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડે છે અને બીજી બાજુ બીજા જ…
ગુજરાતને ‘ટાઇગર સ્ટેટ’નો દરજ્જો..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN
33 વર્ષ બાદ ગુજરાત ફરી ‘ટાઇગર સ્ટેટ’માં સામેલ ગુજરાતમાં સિંહ, દીપડો અને હવે વાઘ.. ત્રણેય પ્રાણીઓ એક સાથે હોય એવું વિશ્વનું એક માત્ર સ્થળ રાજ્યમાં ટાઈગરની હાજરીની NTCAની સત્તાવાર જાહેરાત NTCAએ ગુજરાતને આપ્યો ‘ટાઇગર સ્ટેટ’નો દરજ્જો છેલ્લા 10 મહિનાથી એક વાઘ કેમેરામાં થયો છે કેદ વન વિભાગ દ્વારા વાઘની સુરક્ષા માટે સતત મોનિટરિંગ વાઘના પરિવાર માટે માદા વાઘની માંગ ગુજરાત સરકારે કરી વાઘના વસવાટ માટે રહેઠાણ, આહાર અને પાણીની વ્યવસ્થા તૈયાર સિંહ, દીપડા અને વાઘ ધરાવતું દેશનું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત ગુજરાત સરકારે NTCAને પત્ર લખી સંરક્ષણની તૈયારી દર્શાવી NTCA ટીમે રતનમહાલ અભયારણ્યનું નિરીક્ષણ કરી પરિસ્થિતિ અનુકૂળ ગણાવી રતનમહાલને ટાઈગર રિઝર્વ બનાવવા પ્રક્રિયા ઝડપી થશે ઈકો ટુરિઝમ અને સંરક્ષણ પ્રવૃત્તિઓને વેગ મળશે વન્યજીવન વૈવિધ્યમાં ગુજરાતને મળ્યું…
હવે દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની રાજ્યના રમતગમત ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ ગ્લાસ્ગોમાં બેઠકમાં ભારતના પ્રસ્તાવ પર સભ્ય દેશો સંમત વડાપ્રધાન મોદીએ અનોખી રીતે પાઠવી શુભકામના અમદાવાદ આસપાસના 77 કિમી વિસ્તારમાં થશે વિકાસ અમદાવાદમાંમ જમીન-મકાનના ભાવ આસમાને આંબશે 3 લાખ નોકરી સર્જાશે, કોમનવેલ્થથી બદલાશે શહેરની સુરત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકારની મોટી રાહત, હેક્ટર દીઠ 22,000 રૂપિયા સહાય; જાણો વિગત
ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે તાજેતરમાં સૌથી મોટું સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂત માટે આશરે 10,000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ પિયત અને બિનપિયત પાકો બંનેને સમાન રીતે વળતર આપવામાં આવશે, અને દરેક હેક્ટર માટે 22,000 રૂપિયા, બે હેક્ટર સુધીની મર્યાદામાં, સહાય આપવામાં આવશે. ખેડૂત અને પાક માટેની વિગત રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકા અને 16,500થી વધુ ગામોમાં સરવૈયા અને નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ સર્વેમાં 5,100 ટીમો કાર્યરત રહી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, તે સમયે ખેડૂતો માટે સૌથી વધુ અસરકારક અને ઝડપી સહાયની વ્યવસ્થા કરવી જરૂરી હતી, જેથી ખેડૂતો આ અનિયંત્રિત કુદરતી પરિસ્થિતિના સમયે નાણાકીય નુકસાનમાંથી બહાર આવી શકે.…
ચૂંટણી પહેલા શહેરા અને ડભોઈ નગર પાલિકાની અનામત બેઠકોની ફાળવણી રદ, જાણો વિગત
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરા નગર પાલિકા (જિલ્લો: પંચમહાલ) અને ડભોઈ નગર પાલિકા (જિલ્લો: વડોદરા)માં થયેલા વિસ્તારના ફેરફારોને કારણે અનામત બેઠકોની ફાળવણી (Reservation Allocation) તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિર્ણય મુજબ, આ બંને નગરપાલિકાઓની બેઠકો હવે નવેસરથી નક્કી કરવામાં આવશે અને નવો આદેશ બહાર પાડાયા પછી જ આગામી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. શહેરા નગર પાલિકા વિસ્તારનો ફેરફાર પંચમહાલ જિલ્લાના શહેરા નગર પાલિકામાં હવે નીચેના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વરિઆલ, ઝોઝ, મીઠાપુર, ખરેડિયા ગૃપ, લાભી, હાંસેલાવ, ભદ્રાલા, વાંટા-વછોડા જૂથ ગ્રામ પંચાયત. આ વિસ્તારો ઉમેરાતા શહેરા નગરપાલિકાની હાલની અનામત બેઠકોની ફાળવણી અમાન્ય ગણવામાં આવી છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે નવો વિસ્તાર મુજબની બેઠક…
ગુજરાતમાં 16 હજાર ગામોનો સર્વે પૂર્ણ, 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકમાં થયું નુકસાન
રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાન અંગે રાજ્ય સરકાર સક્રિય બની છે. આ અંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 16 હજાર ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને અંદાજે 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું નુકસાન નોંધાયું છે. મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને થયેલા આ નુકસાન માટે રાહત પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, તેમજ એકપણ ખેડૂત સાથે અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. “ખેડૂતોના બગડેલા પાક માટે ટૂંક સમયમાં જ વળતર જાહેર કરવામાં આવશે. અમે સંવેદના સાથે ખેડૂતોની સાથે છીએ,” એમ જીતુ વાઘાણીએ જણાવ્યું. વધારાનું ફંડ અને રાહત પગલાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાહત પેકેજ માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ…
















