માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ, જાણો શું છે મામલો

બગદાણાના બહુચર્ચિત નવનતી બાલધિયા કેસમાં જયરાજ આહિરને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ SIT દ્વારા જયરાજ આહીર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માયાભાઇ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે.

આજે SITએ જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. SITએ જયરાજ આહીરની સાડા ત્રણ કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. આરોપીઓ અને સાક્ષીઓની પૂછપરછમાં જયરાજનું નામ વારંવાર આવ્યું હતું. આ સાથે જ તપાસમાં જયરાજે કેટલાક આરોપીઓ સાથે ફોન પર વાત કરી હતી અને હુમલા વિશે માહિતી મેળવી હતી.હોવાની વિગતો પણ સામે આવી હતી. જેને આધારે SITએ તેમને ધરપકડ કરી છે.

જાણો શું છે મામલો
24 ડિસેમ્બરના રોજ મુંબઈના કાંદિવલી વિસ્તારમાં માયાભાઇ આહિરે બગદાણા ટ્રસ્ટ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે યોગેશભાઈ સાગરને “મેનેજિંગ ટ્રસ્ટી” તરીકે સંબોધ્યા હતા. જેને લઈને નવનીત બાલધિયાએ માયાભાઇ આહીરને ફોન કર્યો હતો. ત્યાર બાદ માયાભાઇ આહિરે ટ્રસ્ટના ટ્રસ્ટી મામલે જે નામ આપ્યું તેને લઈ વિડીયો બનાવ્યો હતો. ત્યાર બાદ નવનીત બાલધિયા પર હુમલો થયો હતો. જેમાં નવનીત બાલધિયાએ ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હુમલાની પાછળ જયરાજ આહિરની ભૂમિકા છે. આ મામલે કોળી સમાજના આગેવાનો અને હીરા સોલંકી સહિત નેતાઓ નવનીત બાલધિયાના સપોર્ટમાં આવ્યા હતા. ત્યાર બાદ SITની રચના કરવામાં આવી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…