મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો અડાલજ ત્રિમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો
મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો અડાલજ ત્રિમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો —— કોલોબરેટ-ઈનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સ થીમ સાથે મહેસૂલી અધિકારીઓ-જિલ્લા કલેક્ટરોનું સામૂહિક ચિંતન-મંથન —— *ચિંતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું સક્ષમ માધ્યમ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ* —— _*::મુખ્યમંત્રીશ્રી::*_ * *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા લોકોની સુખાકારી અને લોકહિત કામોથી દેશનું ગૌરવ વધાર્યુ છે.* * *આપણે પ્રજાલક્ષી કામો કરવા જ બેઠા છીએ ત્યારે ચિંતા મુક્ત થઈને સ્પષ્ટતા અને સંવેદના સાથે કાર્યરત રહીએ.* * *સામૂહિક તાકાતથી સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાનશ્રીના કાર્યમંત્રને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી પાર પાડીએ.* ———- *પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈએ મહેસૂલી અધિકારી-કર્મચારીઓને પ્રેરણાદાયી પ્રવચનથી પ્રોત્સાહિત કર્યા* ———-…
સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, DA હવે 60%
રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વધતી મોંઘવારી વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા (DA)માં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે, જેનાથી લાખો કર્મચારીઓ અને નિવૃત્તજનોને સીધો ફાયદો મળશે. નાણા વિભાગ દ્વારા લેવાયેલા તાજેતરના ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થું હાલના 58 ટકાથી વધીને હવે 60 ટકા કરવામાં આવ્યું છે. આ વધારો 1 જાન્યુઆરી ૨૦૨૬થી અમલમાં માન્ય રહેશે, જેના કારણે કર્મચારીઓના પગારમાં વધારો થશે અને પેન્શનરોને પણ વધારાની રકમ મળશે. આ નિર્ણયની ખાસ વાત એ છે કે જાન્યુઆરીથી લાગુ થયેલા વધારાનો તફાવત (એરિયર) જૂન મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે. એટલે કે કર્મચારીઓ અને પેન્શનરોને એકમૂષ્ટ રકમ મળવાની હોવાથી તેમની ખુશીમાં વધારો થયો છે. રાજ્ય સરકારનો આ નિર્ણય વધતી મોંઘવારી સામે આર્થિક રાહત…
દિલજીત દોસાંજનો કેનેડામાં દબદબો: ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને સ્ટેજ પરથી ચેતવણી
કેનેડામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારા કેટલાક લોકો સામે કડક વલણ અપનાવીને ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સ્ટેજ પરથી જ આપી કડક ચેતવણી વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે દિલજીત દોસાંઝ પોતાનું પર્ફોર્મન્સ આપી રહ્યો હતો, ત્યારે ભીડમાં કેટલાક લોકો ખાલિસ્તાની ઝંડા લહેરાવતા નજરે પડ્યા. આ જોઈને તેણે તરત જ ગાયન રોકી દીધું અને માઈક પર જ કહ્યું કે, “જેટલા ઝંડા બતાવવા હોય બતાવો, પણ જરૂર પડી તો તમને ઉઠાવીને બહાર ફેંકી દઈશ.” તેના આ સ્પષ્ટ અને કડક નિવેદન પર હાજર ફેન્સે તાળીઓથી સમર્થન આપ્યું. તજિન્દર બગ્ગાએ કરી પ્રશંસા ભાજપના નેતા તેજિંદર બગ્ગાએ આ વીડિયો સોશિયલ…
ગરમીમાં હાઇડ્રેટેડ રહેવા માટે ઉનાળાનાં આ ઇન્સ્ટન્ટ પીણાં રાખો તમારી સાથે
ઉનાળો શરૂ થતાં જ ડિહાઇડ્રેશનની સમસ્યા વધી જાય છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે, લોકો વિવિધ પ્રકારના પીણાં પીવાનું શરૂ કરે છે. ઘણીવાર, તેઓ રસ્તાની બાજુના સ્ટોલ અથવા દુકાનોમાંથી પીણાં ખરીદે છે, જે ઘણીવાર પાચન સમસ્યાઓમાં વધારો કરે છે. આ સમસ્યાને ઉકેલવા માટે, ડાયેટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ્સે કેટલાક ખાસ ઇન્સ્ટન્ટ પીણાંની ભલામણ કરી છે જે તમે બહાર જાઓ ત્યારે તમારી બેગમાં રાખી શકો છો અને જ્યારે પણ તમને તરસ લાગે ત્યારે તૈયાર કરી શકો છો અને પી શકો છો. ઉનાળાનાં તડકાથી પોતાને બચાવવા અને ઇલેક્ટ્રોલાઇટ ભંડાર ભરવા માટે, લોકો ઘણીવાર રસ્તાની બાજુના સ્ટોલ પરથી શેરડીનો રસ, લીંબુ-ફૂદીનાનું પાણી અને સત્તુ વગેરે પીવે છે. જો કે, આ પીણાં ઘણીવાર સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ પીણાંમાં ભેળવેલું પાણી ઘણીવાર…
OMG! લ્યો ફરી આવ્યું ટેન્શન; અંબાલાલ પટેલે ફરી કરી છે મોટી આગાહી
ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ યથાવત છે બલકે કહી શકાય કે અતિ જેટલું છે. આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ ગરમ અને સૂકું રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગનાં શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. છેલ્લા આંકડા મુજબ, 42.4 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. સાથે સાથે સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે.
સુરતમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો ભવ્ય પ્રારંભ: મુખ્યમંત્રીએ એક્ઝીબિશનનું કર્યું ઉદ્ઘાટન
સુરત: ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે સુરતમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓરો યુનિવર્સિટી કેમ્પસ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબિશનનું વિધિવત ઉદ્ઘાટન કરીને પ્રદર્શન ખુલ્લું મૂક્યું હતું. વિકાસનું પ્રતિબિંબ: પ્રદર્શનના મુખ્ય આકર્ષણો આ પ્રદર્શન રાજ્યના સર્વાંગી વિકાસના ચાર મુખ્ય સ્તંભો – ઔદ્યોગિક વિકાસ, ગ્રીન એનર્જી, કૃષિ અને સેવા ક્ષેત્ર પર આધારિત છે. મુખ્યમંત્રીએ વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ગ્રીન એનર્જી: સોલાર અને વિન્ડ એનર્જી સંબંધિત પ્રોજેક્ટ્સ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. કૃષિ અને મેન્ગો ફેસ્ટિવલ: દક્ષિણ ગુજરાતની ઓળખ સમાન વિવિધ કેરીની જાતો પ્રદર્શિત કરતો ‘મેન્ગો ફેસ્ટિવલ’ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સેક્ટરલ વિભાજન:…
વિશ્વ ગુજરાતી સમાજના ‘વિશ્વમેળો’ના નવસંચાર વિશેષાંક તેમજ નવી અદ્યતન વેબસાઈટનું લોન્ચિંગ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશ્વ ગુજરાતી સમાજના ‘વિશ્વમેળો’ના નવસંચાર વિશેષાંક તેમજ નવી અદ્યતન વેબસાઈટનું લોન્ચિંગ — મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી ભાષા અને વિશ્વભરમાં વસતા ગુજરાતીઓની વિવિધ સિદ્ધિઓને પ્રતિબિંબિત કરતી અવનવી વાંચનસામગ્રીથી ભરપૂર ‘વિશ્વમેળો’ નવસંચાર વિશેષાંક અને નવી વેબસાઈટનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે લોંન્ચિંગ કર્યુ હતું. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પ્રકાશિત ‘વિશ્વમેળો’ નવસંચાર વિશેષાંકમાં ગુજરાતી ભાષા-સંસ્કૃતિના સંવર્ધન, વૈશ્વિક સ્તરે ગુજરાતીઓની સિદ્ધિઓ અને સમાજના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. આ નવસંચાર પામેલા સામયિકમાં હવે વાચકોને નૂતન વિચારો, નવી પહેલો, નવા વિભાગો અને અવનવી માહિતી જાણવા મળશે. તેમજ ગુજરાતી સંગઠનો અને વિવિધ સમાજોના સમાચારો જાણવા મળશે. એટલું જ નહીં, યુવા વર્ગ, મહિલા વર્ગ, વ્યાપારી વર્ગ અને જુદા જુદા ક્ષેત્ર માટે ઉપયોગી સામગ્રી ‘વિશ્વમેળો’ના અંકોમાં સમાવેશ…
આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ
આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ ** VGRC સુરત 2026: ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન માટે નવા દ્વાર ખુલશે ** અમદાવાદ-મુંબઇ પ્રોજેક્ટ માટે ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી સ્વદેશી કંપની દ્વારા થાય તેવું આયોજન ** ગાંધીનગર, 30 એપ્રિલ 2026: ગુજરાતના ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ અને રોકાણની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ અત્યારે ભારતમાં પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ અને…
બ્લોકબસ્ટર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’નો સિક્વલ કન્ફર્મ: આમિર ખાને કર્યો મોટો ખુલાસો, 10 વર્ષ આગળ વધશે વાર્તાનો રસપ્રદ સફર
બોલિવુડની સુપરહિટ ફિલ્મ 3 Idiots ના ચાહકો માટે મોટી ખુશખબર સામે આવી છે. લગભગ 2 કલાક 50 મિનિટ લાંબી આ બ્લોકબસ્ટર ફિલ્મનો સિક્વલ હવે સત્તાવાર રીતે કન્ફર્મ થઈ ગયો છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતા Aamir Khanએ આ અંગે મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. આમિર ખાને જણાવ્યું કે ‘3 ઇડિયટ્સ’ નો સિક્વલ પ્રથમ ભાગથી આશરે 10 વર્ષ આગળની વાર્તા રજૂ કરશે. એટલે કે, દર્શકોને ફરી એકવાર રેન્ચો, ફરહાન અને રાજુના જીવનમાં થયેલા બદલાવ જોવા મળશે, પરંતુ આ વખતે તેમની કહાની વધુ પરિપક્વ અને રસપ્રદ હશે. ફિલ્મના દિગ્દર્શક Rajkumar Hirani પણ આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહિત છે. માહિતી મુજબ, ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે અને ટીમ ઈચ્છે છે કે સિક્વલ પણ પહેલા ભાગ જેવી જ…
ગરમીમાં ઠંડક આપતી અને ઓછા ગેસમાં બનતી દહીંની સ્વાદિષ્ટ વાનગીઓ: આરોગ્ય અને ટેસ્ટનો પરફેક્ટ સમન્વય
ગરમીના તાપમાં તળેલું અને મસાલેદાર ખાવાનું મન ઓછું થાય છે. આવા સમયમાં લોકો હલકું, ઠંડક આપતું અને પાચન માટે સારું ખાવાનું પસંદ કરે છે. બીજી તરફ દેશમાં LPG ગેસની સમસ્યા વચ્ચે ઓછા ગેસમાં બનતી વાનગીઓ પણ લોકપ્રિય બની રહી છે. આવી સ્થિતિમાં દહીંથી બનતી કેટલીક સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ તમારા માટે પરફેક્ટ વિકલ્પ બની શકે છે. આ વાનગીઓ પેટને ઠંડક આપે છે અને ગેસની પણ બચત કરે છે. પુદીના-જીરૂ દહીં ગરમીમાં પેટને ઠંડું રાખવા માટે પુદીના-જીરૂ દહીં એક ઉત્તમ વિકલ્પ છે. તેને બનાવવું ખૂબ જ સરળ છે. દહીંમાં ભુંજેલું જીરૂ પાવડર, બારીક સમારેલું પુદીના અને કાળો મીઠું ઉમેરો. પછી તેને સારી રીતે મિક્સ કરી લો. આ દહીં પાચન સુધારે છે અને પેટમાં ગેસ તેમજ એસિડિટી જેવી…















