આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ

આત્મનિર્ભરતા તરફ આગેકૂચ: ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે પ્રયાસ શરૂ
**
VGRC સુરત 2026: ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇનોવેશન માટે નવા દ્વાર ખુલશે
**
અમદાવાદ-મુંબઇ પ્રોજેક્ટ માટે ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી સ્વદેશી કંપની દ્વારા થાય તેવું આયોજન
**
ગાંધીનગર, 30 એપ્રિલ 2026: ગુજરાતના ઔદ્યોગિક અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા આગામી 1 અને 2 મે 2026ના રોજ સુરત સ્થિત ઑરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાન્સપોર્ટેશન અને આધુનિક ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં રાજ્યની પ્રગતિ અને રોકાણની તકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ અત્યારે ભારતમાં પ્રથમ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ અમદાવાદ અને મુંબઇ વચ્ચે સાકાર થવા જઇ રહ્યો છે. આપણા દેશને સક્ષમ બનાવીને આત્મનિર્ભર બનાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે હવે એવા પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે જેનાથી ભવિષ્યમાં હાઇ સ્પીડ ટ્રેન પણ મેઇડ ઇન ઇન્ડિયા હશે. આ દિશામાં આગળ વધતા અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ભારતની રક્ષા મંત્રાલય હસ્તકની કંપની BEML લિમિટેડને ટ્રેનની ડિઝાઇન, ઉત્પાદન, ટેસ્ટિંગ, મેન્ટેનન્સ અને સંલગ્ન કામગીરી માટે સિંગલ ટેન્ડર (એક જ નિર્ધારિત કંપનીને ટેન્ડર) જારી કરવામાં આવ્યું છે.

28 ફેબ્રુઆરી 2026ના NHSRCL દ્વારા આ સિંગલ ટેન્ડર મેસર્સ BEML લિમિટેડને જારી કરવામાં આવ્યું છે જે ભારત સરકારના રક્ષા મંત્રાલય અંતર્ગત અનુસૂચિ ‘એ’માં સૂચિબદ્ધ કંપની છે. આ કંપની સંરક્ષણ, રેલવે, ઊર્જા, ખનન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં મશીનરી ઉત્પાદન અને મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડે છે. આ ટેન્ડર અનુસાર કંપનીએ હાઇ સ્પીડ ટ્રેનની ડિઝાઇન બનાવવાથી શરૂ કરીને તેનું ઉત્પાદન, ટેસ્ટિંગ, તેનું કમિશનિંગ (ટ્રેનને કાર્યાન્વિત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરવી) અને લાંબા ગાળાના મેન્ટેનન્સની કામગીરી કરવાની રહેશે. ભારતમાં સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણના ભવિષ્યલક્ષી વિઝન અનુસાર આ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

અમદાવાદ-મુંબઇ વચ્ચે 508 કિમી હાઇ સ્પીડ રેલ કોરિડોર

અમદાવાદ અને મુંબઇ વચ્ચે ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યો છે. તેના માટે 508 કિલોમીટરનો રેલ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી ગુજરાત અને દાદરા-નગર હવેલીમાં 352 કિલોમીટર અને મહારાષ્ટ્રમાં 156 કિલોમીટરનો રૂટ રહેશે. આ ટ્રેનના રૂટમાં 12 સ્ટેશન રહેશે, જેમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઇસર, વિરાર, થાણે અને મુંબઈનો સમાવેશ થાય છે.

દેશમાં 7 નવા હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત

નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2026-27માં રેલવે કનેક્ટિવિટીને નવો આકાર આપવા માટે 7 હાઇ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં મુંબઈથી પુણે, પૂણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદ થી ચેન્નઈ, ચેન્નઈથી બેંગલુરુ, દિલ્હીથી વારાણસી અને વારાણસીથી સિલિગુડી કોરિડોર સામેલ છે. આ કોરિડોર નિર્માણથી ઉત્તર અને પૂર્વ ભારત તેમજ દક્ષિણ ભારત અને પશ્વિમ ભારતના વિસ્તારોમાં કનેક્ટિવિટીનો વ્યાપ વધશે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર આ નિર્ણય પર્યાવરણને અનુકૂળ ટકાઉ પેસેન્જર પ્રણાલીને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે જેનાથી શહેરો વચ્ચે જોડાણ વધશે અને તેમના વિકાસને ગતિ મળશે.

  • Related Posts

    CWG 2030 Gujarat Bid Controversy કોંગ્રેસ : કેન્દ્ર સરકારના નિર્ણય પર કોંગ્રેસના ચાબખા, જાણો શું છે સમગ્ર વિવાદ : Gujarat Sports Infrastructure News

    કોંગ્રેસ ગુજરાત દ્વારા કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મેળવવા કરવામાં આવેલી બિડ વચ્ચે કોંગ્રેસ નેતા પવન ખેડાએ કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા. જાણો સમગ્ર વિવાદ, સરકારનો અભિગમ અને ગુજરાત માટે આ બિડનું મહત્વ. કોમનવેલ્થ ગેમ્સ 2030 બિડ પર રાજકારણ ગરમાયું, ગુજરાતની યજમાનીને લઈને કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસના સવાલો દેશમાં રમતગમત અને વિકાસના મુદ્દા વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાત દ્વારા વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મેળવવા માટે કરવામાં આવેલા પ્રયાસો વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમના નિવેદન બાદ આ મુદ્દો માત્ર રમતગમત પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં પણ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. એક તરફ કેન્દ્ર અને ગુજરાત સરકાર કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતોત્સવની યજમાનીને રાજ્ય અને…

    GOLDEN OPPORTUNITY FOR YOUNG SCIENTISTS : NCSC-2026 માટે નોંધણી શરૂ; જાણો કોણ કરી શકશે અરજી અને છેલ્લી તારીખ : Free Online Registration NCSC

    GUJCOST દ્વારા નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026 માટે નોંધણી શરૂ કરવામાં આવી છે. 10થી 17 વર્ષના વિદ્યાર્થીઓ 15 ઓગસ્ટ, 2026 સુધી નિઃશુલ્ક ઓનલાઈન નોંધણી કરી શકશે. રાજ્યમાંથી 26 શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય કક્ષાએ પસંદ થશે. બાળ વૈજ્ઞાનિક બનવાની સુવર્ણ તક: NCSC-2026 માટે નોંધણી શરૂ, 15 ઓગસ્ટ સુધી મફત ઓનલાઈન અરજી NCSC ગુજરાતના વિદ્યાર્થીઓ માટે વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરવાની એક વધુ સુવર્ણ તક આવી પહોંચી છે. રાજ્યના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સંશોધન પ્રત્યેની રૂચિ અને નવીન વિચારસરણીનો વિકાસ થાય તે માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)-2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દેશવ્યાપી આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં 10થી 17 વર્ષના વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારની સમસ્યાઓનું વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ કરીને તેના…