ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે ** ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ ** ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૧થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજરો; ૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF) ના પ્રમુખ અને જનરલ સેક્રેટરી સહિત ૫૦ વિશિષ્ટ અતિથિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસની બેઠકો પણ ૧૨ મે, ૨૦૨૬ના રોજ અમદાવાદના ખાતે યોજાશે. ભારતીય રમતગમત માટે આ એક પ્રતિષ્ઠિત પ્રસંગ છે કારણ…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થયા મુખ્યમંત્રીશ્રીએ નવનિર્મિત શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન કરી, રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી ** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત શ્રી સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રીશ્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આશરે ૯૦ વર્ષ જૂના આ મંદિરનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા અન્ય દાતાઓના સહયોગથી જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાના ૧૦ દિવસીય મહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રીશ્રીએ ભક્તિ અને સનાતન…

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 જેન્ડર ઇક્વાલિટી અંગે વર્કશોપ યોજાયો

*નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 જેન્ડર ઇક્વાલિટી અંગે વર્કશોપ યોજાયો* ****** *મહિલા સશક્તીકરણ માટે સહકારાત્મક અભિગમ સમયની માંગ: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતિ અન્નપૂર્ણા દેવી* ******* *જાતીય સમાનતા માત્ર સામાજિક વિકાસનો મુદ્દો નથી, પરંતુ તે ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યો સાથે સંકળાયેલો વિષય છે: મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલ* ******* *SDG-5 એટલે કે જાતીય સમાનતા માટે કેન્દ્ર, રાજ્ય, જિલ્લા અને સ્થાનિક સ્તરે સહકારથી કાર્ય કરવાની જરૂર છે: ડૉ. એમ. શ્રીનિવાસ, સભ્ય, નીતિ આયોગ* ****** નીતિ આયોગ દ્વારા IIM-અમદાવાદ ખાતે સસ્ટેનબલ ડેવલોપમેન્ટ ગોલ-5 ‘જેન્ડર ઇક્વાલિટી’ વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મહિલા સશક્તીકરણ, મહિલા નેતૃત્વ આધારિત વિકાસ અને ડેટા આધારિત નીતિ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી…

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય દ્વિતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.નો એવોર્ડ એનાયત

*સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય દ્વિતીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.નો એવોર્ડ એનાયત* *શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા વર્ષ 2023-24 માટે એવોર્ડ એનાયત કરાયો* ___________ અમદાવાદ સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ગોતા-રાણીપને રાજ્યસ્તરીય શ્રેષ્ઠ આઈ.ટી.આઈ. સ્પર્ધામાં દ્વિતીય ક્રમનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા વર્ષ 2023-24 માટે ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ આઈ.ટી.આઈ. સ્પર્ધામાં દ્વિતીય ક્રમનો એવોર્ડ આઈ.ટી.આઈ ગોતા (રાણીપ)ને એનાયત કરવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ 2022-23 થી વર્ષ 2025-26 દરમ્યાન દર વર્ષે, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર રાજ્યની પ્રથમ ત્રણ આઈ.ટી.આઈ. સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે રાજ્યની કુલ 12…

7 મે, વિશ્વ એથ્લેટિક્સ દિવસ

7 મે, વિશ્વ એથ્લેટિક્સ દિવસ ગુજરાતમાં ખેલ મહાકુંભની પહેલથી એથ્લેટિક્સને મળી નવી ઉડાન, ગ્રામ્યથી રાજ્યકક્ષા સુધી ખેલાડીઓની પ્રતિભા ખીલી * ખેલ મહાકુંભ 2025 અંતર્ગત નડિયાદ ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં 9,383 ખેલાડીઓ ઝળક્યા * રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, હેમર થ્રો સહિત 390 ઇવેન્ટનું આયોજન, વિજેતા ખેલાડીઓને મૅડલ, ટ્રેકસૂટ આપી કરાયું સન્માન ગાંધીનગર, 7 મે 2026: ગુજરાતના યુવાનો આજે રમતગમત ક્ષેત્રે રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે અને સ્પોર્ટ્સને પ્રોફેશન બનાવી રહ્યા છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનને જાય છે. 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તેમણે ખેલ મહાકુંભની નવતર પહેલ કરી હતી, જેનાથી રાજ્યના ખેલાડીઓમાં નવું જોમ આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારોમાંથી પ્રતિભાઓ સામે આવી રહી છે. ઉલ્લેખનીય…

ભારત-પાકિસ્તાન ક્રિકેટ સંબંધો: દ્વિપક્ષીય સિરીઝ પર પ્રતિબંધ પરંતુ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં રમશે બંને ટીમો

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોને લઈને ભારતીય રમતગમત મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝ પરનો પ્રતિબંધ યથાવત્ રાખવામાં આવ્યો છે, પરંતુ ચાહકો માટે રાહતરૂપે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં બંને દેશોની ટીમો એકબીજા સામે રમતી રહેશે. મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, ભારતની ટીમ પાકિસ્તાનમાં રમવા જશે નહીં અને પાકિસ્તાની ટીમોને પણ ભારત આવવાની મંજૂરી દ્વિપક્ષીય સિરીઝ માટે આપવામાં આવશે નહીં. જોકે, International Cricket Council અથવા અન્ય બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચો યોજાતી રહેશે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ ભારતને વૈશ્વિક રમતગમત કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે. આ માટે ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવાની પણ યોજના છે. ખાસ કરીને Commonwealth Games 2030 અને Olympic Games 2036ની યજમાની મેળવવા ભારત…

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે.

છૂટા પૈસાની ઝંઝટ ખતમ! GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટથી થાય છે. રાજ્યમાં 8,000થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને યુપીઆઇ થકી ઓનનાલઇન બૂકીંગ, મોબાઇલ એપ અને કરંટ બૂકીંગ દ્વારા ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના ડિજિટલ ગવર્નન્સના વ્યાપક પ્રયાસોને સાર્થક સાબિત કરે છે . નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ પણ અંતરિયાળ વિસ્તારોમાં બસની સુવિધા વધારવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુસાફરોને વધુ સુવિધા મળે અને દૈનિક મુસાફરોની સંખ્યા વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ગાંધીનગર: May 6; 2026: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ડિજિટલ પેમેન્ટ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને મુસાફરો માટે પેમેન્ટ…

ગોતાનું ગૌરવ: લોહાણા સમાજની દીકરી વેદાંશી ઠક્કરે ધોરણ-10માં મેળવી ઐતિહાસિક સિદ્ધિ, બે વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ-10ના પરિણામોમાં ગોતા વિસ્તારની તેજસ્વી પ્રતિભા વેદાંશી ઠક્કર (રાણા) એ 98.72 પર્સન્ટાઈલ મેળવીને સફળતાનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વેદાંશીની આ અસાધારણ સફળતાએ સાબિત કરી દીધું છે કે દ્રઢ સંકલ્પ અને સખત પરિશ્રમ દ્વારા કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે. શૈક્ષણિક ક્ષેત્રે વિજય પતાકા: સ્કોર કાર્ડ પર એક નજર વેદાંશીએ પરીક્ષામાં જે પ્રદર્શન કર્યું છે તે ખરેખર પ્રશંસનીય છે: કુલ ગુણ: 600 માંથી 565 ગુણ મેળવી મેરિટમાં સ્થાન મેળવ્યું. પરફેક્ટ 100: વિજ્ઞાન (Science) અને સામાજિક વિજ્ઞાન (Social Science) જેવા અઘરા વિષયોમાં 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કરી સૌને ચોંકાવી દીધા છે. અન્ય વિષયો: ગણિતમાં 95 અને સંસ્કૃતમાં 93 ગુણ સાથે તમામ વિષયોમાં A1…

મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો અડાલજ ત્રિમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો

મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો અડાલજ ત્રિમંદિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો —— કોલોબરેટ-ઈનોવેટ એન્ડ ટ્રાન્સફોર્મ ફોર બેટર લેન્ડ ગવર્નન્સ થીમ સાથે મહેસૂલી અધિકારીઓ-જિલ્લા કલેક્ટરોનું સામૂહિક ચિંતન-મંથન —— *ચિંતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદ અને નાનામાં નાના માનવીના સુખાકારી કલ્યાણના ચિંતનનું સક્ષમ માધ્યમ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ* —— _*::મુખ્યમંત્રીશ્રી::*_ * *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા લોકોની સુખાકારી અને લોકહિત કામોથી દેશનું ગૌરવ વધાર્યુ છે.* * *આપણે પ્રજાલક્ષી કામો કરવા જ બેઠા છીએ ત્યારે ચિંતા મુક્ત થઈને સ્પષ્ટતા અને સંવેદના સાથે કાર્યરત રહીએ.* * *સામૂહિક તાકાતથી સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના વડાપ્રધાનશ્રીના કાર્યમંત્રને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતથી પાર પાડીએ.* ———- *પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈએ મહેસૂલી અધિકારી-કર્મચારીઓને પ્રેરણાદાયી પ્રવચનથી પ્રોત્સાહિત કર્યા* ———-…