દિલજીત દોસાંજનો કેનેડામાં દબદબો: ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને સ્ટેજ પરથી ચેતવણી

કેનેડામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારા કેટલાક લોકો સામે કડક વલણ અપનાવીને ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

સ્ટેજ પરથી જ આપી કડક ચેતવણી
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે દિલજીત દોસાંઝ પોતાનું પર્ફોર્મન્સ આપી રહ્યો હતો, ત્યારે ભીડમાં કેટલાક લોકો ખાલિસ્તાની ઝંડા લહેરાવતા નજરે પડ્યા. આ જોઈને તેણે તરત જ ગાયન રોકી દીધું અને માઈક પર જ કહ્યું કે, “જેટલા ઝંડા બતાવવા હોય બતાવો, પણ જરૂર પડી તો તમને ઉઠાવીને બહાર ફેંકી દઈશ.” તેના આ સ્પષ્ટ અને કડક નિવેદન પર હાજર ફેન્સે તાળીઓથી સમર્થન આપ્યું.

તજિન્દર બગ્ગાએ કરી પ્રશંસા
ભાજપના નેતા તેજિંદર બગ્ગાએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરીને દિલજીતની હિંમત અને વલણની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું કે દિલજીતે બતાવી દીધું કે “બેકબોન” કોને કહેવાય.

ફેન્સનો મળ્યો જબરદસ્ત સપોર્ટ
દિલજીતના ફેન્સે પણ તેના આ વલણને સમર્થન આપ્યું છે. ઘણા યુઝર્સે તેને “રિયલ સુપરસ્ટાર” ગણાવ્યો છે. જોકે, કેટલાક લોકોએ વિદેશમાં આવા તત્વો સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવાને લઈને તેની સુરક્ષા અંગે ચિંતા પણ વ્યક્ત કરી છે.

કરિયરમાં સતત ઉછાળો
દિલજીત દોસાંઝ હાલ ગ્લોબલ મ્યુઝિક આઈકન તરીકે ઉભરી રહ્યો છે. તાજેતરમાં તે Border 2માં એરફોર્સ ઓફિસર તરીકે જોવા મળ્યો હતો. હવે તે મે વાપાસ આઉંગામાં મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.

 

 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…