મુંબઈના કિંગમેકર કોણ..? GUJARATI NEWS BULETIN

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ બોડીની મતગણતરી પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ–મહાયુતિ આગળ બીએમસી સહિત પુણે–પિમ્પરી ચિંચવડ પર સૌની નજર કોંગ્રેસ પાછળ, રાહુલ ગાંધીનો મતચોરીનો આક્ષેપ થાણે, નાશિક, નવી મુંબઈ સહિતના શહેરોમાં મતગણતરી કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી પારદર્શક પરિણામોની ખાતરી પ્રારંભિક પરિણામો મહાયુતિ માટે રાજકીય લાભદાયક સાબિત થઈ શકે

ભારત ઉર્જા ક્ષેત્રે બનશે ‘આત્મનિર્ભર’: DVC સાથે ત્રણ કોલસા બ્લોક પર ઐતિહાસિક સમજૂતી

ભારત સરકારના કોલસા મંત્રાલયે દેશની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટું પગલું ભર્યું છે. મંત્રાલયે દામોદર વેલી કોર્પોરેશન (DVC) સાથે ત્રણ મુખ્ય વાણિજ્યિક કોલસા બ્લોક્સના વિકાસ માટે કરાર કર્યો છે. આ પ્રોજેક્ટ્સ ભારતમાં કોલસા ઉદ્યોગને સ્વાવલંબી બનાવવામાં ‘ગેમ-ચેન્જર’ સાબિત થશે. પ્રોજેક્ટ વિગતો: ત્રણ બ્લોક્સ: ધુલિયા ઉત્તર, મંદાકિની બી અને પીરપૈંટી બારાહટ કુલ સંચિત ક્ષમતા: વાર્ષિક 49 મિલિયન ટન કોલસા હરાજી કરાયેલા બ્લોક્સ: 13મા રાઉન્ડ હેઠળ આર્થિક અને રોજગારી લાભ: વાર્ષિક આવક: ₹4621 કરોડ રોકાણનું આકર્ષણ: ₹7350 કરોડ રોજગારી: 66000થી વધુ લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ અવસર આત્મનિર્ભર ભારત તરફનો પગલું: કોલસા મંત્રાલયનું કહેવું છે કે આ પ્રોજેક્ટ વિદેશી કોલસા પરની નિર્ભરતા ઘટાડશે અને સ્થાનિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરશે. આગળ ચાલી આ પ્રોજેક્ટ્સ દેશની વીજળીની વધતી માંગ…

યુદ્ધના મેદાનમાં ટ્રમ્પનો શાંતિ સંદેશ: “અમારો ઈરાન પર હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી”

વિશ્વભર આતંક અને શંકામાં ડૂબી રહ્યું છે ત્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ શાંતિનો સંદેશ આપ્યો છે. ઈરાનના રાજદૂત રેઝા અમીરી મોગદમે દાવો કર્યો છે કે ટ્રમ્પે તેહરાનને સત્તાવાર રીતે જાણ કરી છે કે અમેરિકા ઈરાન પર લશ્કરી હુમલો કરવા ઈચ્છતું નથી. સંયમ જાળવવા માટે વિનંતી ટ્રમ્પે ઈરાનને વિનંતી કરી છે કે તે પ્રદેશમાં અમેરિકન હિતોને નુકસાન પહોંચાડતા પ્રવૃત્તિઓથી બચી અને સંયમ જાળવે. રાજદૂત મોગદમના જણાવ્યા મુજબ, આ મહત્વપૂર્ણ સંદેશ બુધવારે રાત્રે 1 વાગ્યે (પાકિસ્તાની સમય અનુસાર) તેમના સુધી પહોંચ્યો. ફાંસીની સજા રોકાતા યુદ્ધ ટળ્યું? વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે સંકેત આપ્યો કે ઈરાનએ વિરોધીઓને ફાંસી આપવાની યોજના રોકી દીધી છે, જે બદલાયેલા પરિસ્થિતિના કારણે યુદ્ધ ટળી ગયું હોઈ શકે છે. ટ્રમ્પે કહ્યું: “તેમણે…

Jammu Kashmir: પૂંછમાં શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યા, સેનાએ ગોળીબાર કરીને જવાબ આપ્યો

જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ડ્રોન પ્રવૃત્તિ ફરી એકવાર સામે આવી છે. પૂંછ જિલ્લાના દિગ્વાર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું, જેના પગલે ભારતીય સેનાએ તરત જ કાર્યવાહી કરીને 40થી વધુ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ડ્રોન પાકિસ્તાની સેનાની 24 પીઓકે યુનિટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું, જે 03 પીઓકે બ્રિજ હેઠળ આવે છે. ઘટનાના પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ ડ્રોન ગતિવિધિ પૂંછ ઉપરાંત સાંબા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ (IB) પર પણ શંકાસ્પદ ડ્રોન પ્રવૃત્તિના અહેવાલો સામે આવ્યા છે. થોડા સમય પહેલાં રામગઢ સેક્ટરમાં ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સુરક્ષા દળોમાં ચેતવણી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતાની સાથે…

GSSSB ભરતી 2026: માર્ગ અને મકાન વિભાગમાં 388 જગ્યાઓ માટે ભરતી જાહેર, 16 જાન્યુઆરીથી અરજી શરૂ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ-3ની મહત્વની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 388 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3ની 336 જગ્યાઓ અને રેખનકાર (ડ્રાફ્ટસમેન) વર્ગ-3ની 52 જગ્યાઓનો સમાવેશ થાય છે. અરજી કરવાની તારીખ લાયક ઉમેદવારો 16 જાન્યુઆરી 2026થી 30 જાન્યુઆરી 2026 (રાત્રે 11:59 વાગ્યા સુધી) GSSSBની સત્તાવાર વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે. – અરજી કરવા માટેની વેબસાઇટ: ojas.gujarat.gov.in ભરતીની વિગત સંસ્થા: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) વિભાગ: માર્ગ અને મકાન વિભાગ વર્ગ: વર્ગ-3 કુલ જગ્યા: 388 વર્ક આસિસ્ટન્ટ: 336 રેખનકાર (ડ્રાફ્ટસમેન): 52 જાહેરાત ક્રમાંક: 355/2025-26 આ ભરતી અંતર્ગત અધિક્ષક ઈજનેર તથા સંયુક્ત નિયામકના નિયંત્રણ હેઠળ આવતી વિવિધ…

ઈરાનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા મોદી સરકારનું ‘મેગા ઓપરેશન’, આવતીકાલે પ્રથમ ટુકડી વતન પરત

ઈરાનમાં આર્થિક કટોકટી અને રાજકીય અસ્થિરતાને કારણે થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોએ ઇરાનમાં ભારતીયો માટે ગંભીર પરિસ્થિતિ સર્જી છે. અત્યાર સુધી આશરે 3428 લોકોના મોતની જાણ થઈ છે. ભારત સરકારે ઈરાનમાં ફસાયેલા ૧૦,૦૦૦થી વધુ ભારતીય નાગરિકો, જેમાં મોટાભાગે વિદ્યાર્થી અને શ્રદ્ધાળુઓ છે, તેમને સુરક્ષિત રીતે પાછા લાવવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કું: – આવતીકાલે સવારે ૮ વાગ્યે પ્રથમ બેચ ભારત માટે મોકલાશે. – સૌથી જોખમી વિસ્તારોમાં રહેલા વિદ્યાર્થીઓને પહેલાં લાવવામાં આવશે. – વિદેશ મંત્રાલય અને ઈરાન સરકાર દ્વારા જરૂરી મંજૂરીઓ મેળવી લેવામાં આવી છે. સુવિધા અને તૈયારીઓ: – પેસેન્જર મેનિફેસ્ટ તૈયાર કરી રહેલ છે. – ભારતીય દૂતાવાસ ઈરાનમાં ફસાયેલા લોકોની વિગતો એકત્ર કરી રહ્યું છે. – વિદ્યાર્થીઓને તમામ દસ્તાવેજો અને સામાન સાથે તૈયાર રહેવાની સૂચના આપી છે.…

જીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ, જાણો વિશેષતા

છેલ્લા થોડા વર્ષોમાં આપણે અનેક પ્રકારના પશુથી સંક્રમિત રોગોનો સામનો કર્યો છે. કોવિડ 19 પેન્ડેમિકએ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. કોરોના સમયે તમામ લોકોના સેમ્પલની તપાસ કરવા માટે આપણે ભારતની એકમાત્ર પૂણે સ્થિત બી.એસ.એલ.-4 લેબનો ઉપયોગ કર્યો હતો. COVID-19 મહામારી દરમિયાન, દેશને વિવિધ પ્રકારના એવા રોગકારક સંક્રામક સૂક્ષ્મજીવોને સમજવા માટે બાયોસેફ્ટી કન્ટેઇનમેન્ટ સુવિધાઓની તાત્કાલિક જરૂરિયાતનો સામનો કરવો પડયો હતો,જેમના માટે કોઈ રસી અથવા સારવાર ઉપલબ્ધ ન હતી. COVID-19 ઉપરાંત, ગુજરાતમાં તાજેતરમાં ચાંદીપુરા વાયરસ (માનવમાં) અને લમ્પી સ્કિન ડિસીઝ વાયરસ (પશુઓમાં) જેવા રોગો જોવા મળ્યા છે, જે બંને માટે બાયોસેફ્ટી લેવલ – 3 (BSL-3) અને તેથી ઉપરની સુવિધાઓ જરૂરી છે. ક્રિમિયન-કોન્ગો હેમરેજિક ફીવર (CCHF),લમ્પી, ચાંદીપુરા અને નિપાહ જેવા વાયરસના ખતરાને જોતા, અત્યંત જોખમી વાયરસ પર સંશોધન કરવા…

મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો , ED અધિકારીઓ સામેની FIR પર લગાવી રોક

કોલકાતામાં I-PAC ઓફિસ પર તાજેતરમાં થયેલા દરોડાનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. જેમાં ED અને મમતા બેનર્જી સામસામે છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર એટલે કે મમતા બેનર્જીની સરકાર અને કોલકાતા પોલીસને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજકીય સલાહકાર I-PAC ની ઓફિસ અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના પરિસર પર દરોડાના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ સામે નોંધાયેલી FIR પર આગામી સુનાવણી સુધી સ્ટે આપ્યો છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે તપાસમાં ‘અવરોધ’ કરવાનો આરોપ લગાવતી ED ની અરજી પર પશ્ચિમ બંગાળ સરકાર, મુખ્યમંત્રી મમતા બેનર્જી, DGP રાજીવ કુમાર અને અન્ય લોકોને નોટિસ ફટકારી છે. ન્યાયાધીશ પ્રશાંત મિશ્રા અને વિપુલ પંચોલીની બેન્ચે ગૃહ મંત્રાલય, કર્મચારી અને તાલીમ વિભાગ, મમતા બેનર્જી અને બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સરકાર પાસેથી…

રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’: દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ, જાણો રાજ્યમાં કેટલા સ્ટાર્ટઅપ્સ છે અમલી

ઉદ્યોગસાહસિકોની કલ્પનાશક્તિ, ટેક્નોલોજીકલ કુશળતા અને નીતિગત સહકાર મળીને એક નવું સાહસ-એકમ શરૂ કરવું એટલે સ્ટાર્ટઅપ. નવીન વિચારોને ઉદ્યોગમાં રૂપાંતરિત કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃઢ પ્રતિબદ્ધતાને ઉજાગર કરવાના હેતુસર વર્ષ 2016માં ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી, જે અંતર્ગત દર વર્ષે તા. 16, જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ ઉજવવામાં આવે છે. આમ, ‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’ એ માત્ર ઉજવણીનો દિવસ નહીં પરંતુ દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી-ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત, દેશના અગ્રણી સ્ટાર્ટઅપ હબ તરીકે પોતાના મજબૂત ઇકોસિસ્ટમ, માર્ગદર્શન અને નાણાકીય સહાય દ્વારા “વિકસિત ભારત@2047”ના સપનાને વેગ આપવામાં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે. ઔદ્યોગિક શક્તિ, દૂરંદેશી નીતિઓ અને અદમ્ય ઉદ્યોગસાહસિક ભાવનાના અનોખા સંયોજનથી સજ્જ ગુજરાતમાં…

હઝારીબાગમાં મકરસંક્રાંતિના દિવસે ભયાનક બોમ્બ બ્લાસ્ટ, જાણો વિગત

મકરસંક્રાંતિના પવિત્ર તહેવારના દિવસે હઝારીબાગના બડા બજાર વિસ્તારના હબીબીનગરમાં ભૂગર્ભમાં દટાયેલ બોમ્બ ફાટતા તંત્ર અને સ્થાનિક લોકોમાં ભયભીત ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પતિ-પત્ની સહિત કુલ ૩ લોકોના મોત થયા છે. બોમ્બનો ધડાકો એટલો ભયાનક હતો કે તેની ગુંજ કિલોમીટરો સુધી સાંભળાઈ. ઘટનાની વિગતો: પ્રાપ્ત માહિતી અનુસાર, મોહમ્મદ સદ્દામ હુસૈન જમીનમાં ઉગી ઝાડીઓ સાફ કરી રહ્યા હતા. તેમના સાથે પત્ની નન્હી પરવીન અને સંબંધી રશીદા પરવીન પણ હાજર હતાં. સાંજે લગભગ 4:30 વાગ્યે, સદ્દામની કોદાળી જમીનમાં વાગતાં જ ભૂગર્ભમાં દટાયેલ બોમ્બ ધડાકા સાથે ફાટી પડ્યો. આ દુર્ઘટનામાં સદ્દામ અને નન્હી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા, જ્યારે રશીદા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો. વિસ્તારનો પૂર્વ ઇતિહાસ: હબીબીનગર વિસ્તાર અગાઉ પણ બોમ્બ સાથે સંબંધિત ઘટનાઓ માટે…