ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં | જનતા માગે જવાબ

જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGP પર ગંભીર આક્ષેપ ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં સચિવાલયમાં જથ્થાબંધ પ્રમોશનથી વહીવટ પર પ્રશ્નચિહ્ન કમિટી ઓફ સેક્રેટરીઝ બેઠકમાં ચા-નાસ્તાની મજા, કામ ગૂંચવાડામાં મુખ્ય સચિવની ખુરશી આસપાસ અધિક મુખ્ય સચિવોની ભીડ સનદી અધિકારીઓ ઉકેલ કરતાં ગૂંચવાડા ઉભા કરવામાં નિપુણ..! ઉતરાયણની દોરીની માફક વહીવટી ગૂંચવાડા ઉકેલાતા નથી ત્રણ લાખથી વધુ પગાર છતાં યોજનાઓનો અમલ અધૂરો અન્નપૂર્ણા કેન્ટીનમાં ભોજન માટે દસ્તાવેજોની માંગ પર ટીકા આશા વર્કર અને આઉટસોર્સ કર્મચારીઓને ઓછો પગાર મળતાં અસંતોષ સફાઈ કર્મચારીઓને માસિક દસ હજારથી પણ ઓછી રકમ આઉટસોર્સ કર્મચારીઓ લાંચ લેતા થયા, સિસ્ટમ પર અનેક પ્રશ્નો ઇવેન્ટ મેનેજમેન્ટમાં અબજો ખર્ચ, વહીવટ આઉટસોર્સ કરવાની ચર્ચા જથ્થાબંધ DGP, એડિશનલ DGP, IGP પર ભારોભાર ટીકા આઝાદી વખતે એક જ IGP, આજે…

ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024 અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, હવે આ લોકોને પણ મળશે લાભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી-2024માં પહેલી વાર ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓના સ્વ સહાય જુથ – સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિનો અભિગમ અપનાવેલો છે. મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણના આ અભિગમને વધુ વ્યાપક બનાવવા માટે ટેક્સટાઈલ પોલિસીની કેટલીક જોગવાઈઓમાં મહત્વપૂર્ણ સુધારા કરવાના દિશા નિર્દેશો આપ્યા છે. તદઅનુસાર, નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન તથા નેશન અર્બન લાઈવલી હુડ મિશનમાં નોંધાયેલા કે અન્ય સ્વૈચ્છિક સ્વ સહાય જુથ જેમાં આજીવિકાના સમાન હેતુ થી જોડાયેલી મહિલાઓના એક અથવા એકથી વધુ સેલ્ફ હેલ્પ ગ્રુપને ટેક્સટાઈલ પોલિસી અંતર્ગત લાભ મળી શકશે. ટેક્સટાઈલ પોલિસી-2024નો લાભ આ લોકોને પણ મળશે મુખ્યમંત્રીએ એક અન્ય નિર્ણય એવો પણ કર્યો છે કે, રાજ્યમાં મ્યુનિસીપલ એરીયાની હદમાં આવતા હોય તેવા ગારમેન્ટ, એપેરલ અને મેડઅપ્સ, સ્ટીચીંગ, એમ્બ્રોઈડરી તથા અન્ય…

લખનૌ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું થયું ઈમરજન્સી લેન્ડિંગ, બોમ્બની મળી હતી ધમકી

દિલ્હીથી બાગડોગરા (સિલિગુડી) જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાની લેખિત ધમકી મળતાં ભારે ગભરાટ ફેલાયો હતો. સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને, વિમાનને તાત્કાલિક લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ વાળવામાં આવ્યું હતું, જ્યાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. રવિવારે સવારે આશરે 8.46 વાગ્યે, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને માહિતી મળી કે ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E-6650 માં બોમ્બ હોવાની શંકા છે. માહિતી મળતાં જ લખનૌ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું. વિમાન સવારે 9.17 વાગ્યે લખનૌ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું. લેન્ડિંગ બાદ તરત જ, વિમાનને મુખ્ય રનવે પરથી હટાવીને આઇસોલેશન બેમાં ખસેડવામાં આવ્યું. ટીશ્યુ પેપર પર ધમકી અપાઈ તપાસમાં જાણવા મળ્યું કે શૌચાલયમાં મળેલા એક ટીશ્યુને કારણે ગભરાટ ફેલાયો હતો. ટીશ્યુમાં એક હાથથી લખેલી…

ટ્રમ્પના10% ટેરિફના નિર્ણયને યુરોપિયન યુનિયને આપ્યો સણસણતો જવાબ; લીધું આ મોટું પગલું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ મેળવવા માંગે છે. દરમિયાન, કેટલાક દેશો ટ્રમ્પના પ્રયાસોનો વિરોધ કરી રહ્યા છે. પરિણામે, ટ્રમ્પે આ આઠ યુરોપિયન દેશો પર 1 ફેબ્રુઆરીથી 10 ટકા ટેરિફ લાદ્યો છે. ટ્રમ્પ કહે છે કે જો ગ્રીનલેન્ડ છોડવામાં નહીં આવે, તો 1 જૂનથી આ ટેરિફ 25 ટકા સુધી વધારી દેવામાં આવશે. ટ્રમ્પના નિર્ણય બાદ, યુરોપિયન યુનિયન (EU) એ એક મોટું પગલું ભર્યું છે. EU એ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે લાંબા સમયથી ચાલતા ટ્રાન્સએટલાન્ટિક વેપાર કરારને સ્થગિત કરી દીધો છે . યુરોપિયન સંસદના વરિષ્ઠ સભ્યોએ આ નિર્ણયની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે નવા ટેરિફ તણાવે તે રાજકીય સંદર્ભને મૂળભૂત રીતે બદલી નાખ્યો છે જેમાં કરારને મંજૂરી આપવામાં આવી હતી. હવે રાહ જોવી પડશે. યુરોપિયન સંસદના સભ્ય…

બાંગ્લાદેશને મોટો ફટકો … આયર્લેન્ડે ગ્રુપ બદલવાનો કર્યો ઇનકાર, ICC મુકાયુ મુશ્કેલીમાં

ભારત અને શ્રીલંકા દ્વારા 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ને લગતો વિવાદ હજુ પણ યથાવત છે. પહેલા, ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવા અંગે ચર્ચા થઈ હતી. પછી, બાંગ્લાદેશની ટીમે ભારતમાં તેની મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. આનાથી આ ટુર્નામેન્ટના આયોજન અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની ચિંતા વધી ગઈ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ICC સાથેની બેઠકમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે બાંગ્લાદેશ અને આયર્લેન્ડ જૂથો બદલી નાખે, જેનાથી બાંગ્લાદેશની મેચ શ્રીલંકા ખસેડવામાં આવે. બોર્ડે દલીલ કરી હતી કે આનાથી લોજિસ્ટિકલ ફેરફારો ઓછા થશે. જોકે, ક્રિકેટ આયર્લેન્ડે બાંગ્લાદેશ સાથે જૂથ બદલવાના પ્રસ્તાવને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે, જેનાથી BCB માટે પરિસ્થિતિ વધુ જટિલ બની છે. ક્રિકેટ આયર્લેન્ડે સ્પષ્ટ કર્યું છે…

‘વિશ્વ શાંતિ જોખમમાં…’ ટ્રમ્પે નાટો દેશો પર 25% ટેરિફ લાદવાની આપી ધમકી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મેળવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. આઠ નાટો સાથી દેશોને નિશાન બનાવીને, ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી છે જે ગ્રીનલેન્ડ યુનાઇટેડ સ્ટેટ્સને પરત ન કરવામાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટમાં કહ્યું કે ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ અને ફિનલેન્ડથી અમેરિકામાં પ્રવેશતા માલ પર 1 ફેબ્રુઆરીથી 10% ટેરિફ લાગશે, અને જો કોઈ કરાર નહીં થાય, તો તે 1 જૂનથી ઝડપથી વધીને 25% થઈ જશે. વિશ્વ શાંતિ દાવ પર… એક લાંબી પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે દલીલ કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સે લાંબા સમયથી યુરોપના સંરક્ષણનો આર્થિક અને સુરક્ષા બોજ ઉઠાવ્યો છે. તેમણે લખ્યું કે ઘણા વર્ષોથી, અમે ડેનમાર્ક, યુરોપિયન યુનિયનના તમામ દેશો અને…

Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પાસે બસ અને કારનો ભયંકર અકસ્માત, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

ગુજરાતમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ત્યારે અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. જેમાં એકનું મોત થયું છે. આજે વહેલી સવારે અમદાવાદના એસ. જી. હાઇવે નજીક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચેની અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. કારને ક્રેનની મદદથી હટાવવામાં આવી આજે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અમદાવાદથી ગાંધીનગર જઇ રહી હતી. આ…

મહીસાગર: કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

મહીસાગર જિલ્લાના જિલ્લા સેવા સદન સભાખંડમાં કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી તેમજ જાહેરહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન આવનારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને જરૂરી આયોજન, વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં વિવિધ કચેરીઓમાં લાંબા સમયથી પડતર રહેલી અરજીઓના નિકાલની સમીક્ષા કરી કલેક્ટરએ સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. નાગરિક અધિકારપત્ર અંતર્ગત મળતી અરજીઓ અંગે પણ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ સરકારી કચેરીઓની કામગીરીની તપાસણી કરી સેવાઓ વધુ અસરકારક અને પારદર્શક બને તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બાકી રહેલા સરકારી લેણાંની વસૂલાત ઝડપથી કરવા તેમજ સરકારી કર્મચારીઓના…

જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ મહીસાગર જિલ્લાની મુલાકતે

મહીસાગર જિલ્લામાં જળસંપત્તિ અને પીવાના પાણીની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્યના જળસંપત્તિ તથા પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ખાનપુર અને કડાણા તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ચાલી રહેલી સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાઓનું સ્થળ નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મંત્રીએ ખાનપુર–પાદેડી ઉદવહન સિંચાઈ યોજનાની ખાસ મુલાકાત લીધી હતી. રૂ. 54 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી આ યોજના 46 કિલોમીટર લંબાઈ ધરાવે છે. આ યોજનાના પૂર્ણ થવાથી 25 તળાવો ભરાશે તેમજ આશરે 800 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, જેના કારણે ખેડૂતોને ખેતીમાં મોટી રાહત મળશે. આ ઉપરાંત બામરોડા ગામે કારંટા જૂથ પાણી પુરવઠા યોજનાનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. આ યોજનામાં 43 લાખ લિટર ક્ષમતા ધરાવતો સંપ તથા આધુનિક…

Ahmedabad : ચંડોળામાં અત્યાધુનિક એસ.ટી. વર્કશોપનું મંત્રી દર્શનાબહેન વાઘેલા અને MP દિનેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સંપન્ન

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા અમદાવાદના ચંડોળા મુકામે નવનિર્મિત થનાર એસ.ટી. ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબહેન વાઘેલા અને સાંસદ  દિનેશભાઈ મકવાણાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી દર્શનાબહેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના નેતૃત્વમાં એસ.ટી. નિગમ હાલ ખૂબ જ પ્રસંશનીય કામગીરી કરી રહ્યું છે. નાગરિકોની સુવિધા માટે નિગમ દ્વારા અત્યાધુનિક વોલ્વો જેવી બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ બસોના સુચારુ સંચાલન માટે શ્રેષ્ઠ સર્વિસિંગ અને જાળવણી પણ તેટલી જ અનિવાર્ય છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે હેતુથી ચંડોળા ખાતે આ આધુનિક વર્કશોપનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેથી બસોનું સમયસર અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ થઈ શકે. વિધિવત પૂજન સાથે…