Ahmedabad: વૈષ્ણોદેવી સર્કલ પાસે બસ અને કારનો ભયંકર અકસ્માત, સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો

ગુજરાતમાં અકસ્માતની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન આજે રાજ્યના અનેક વિસ્તારમાં ધુમ્મસ છવાયું છે. ત્યારે અમદાવાદના એસ. જી. હાઇવે પર આવેલ વૈષ્ણોદેવી સર્કલ પાસે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ અને ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ બોલી ગયો છે. જેમાં એકનું મોત થયું છે.

આજે વહેલી સવારે અમદાવાદના એસ. જી. હાઇવે નજીક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે હિંમતનગરથી રાજકોટ જતી એસટી બસ અને એક ફોર્ચ્યુનર કાર વચ્ચેની અકસ્માતની ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાને લઈને ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

કારને ક્રેનની મદદથી હટાવવામાં આવી
આજે વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અમદાવાદથી ગાંધીનગર જઇ રહી હતી. આ દરમિયાન કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા વૈષ્ણોદેવી બ્રિજના બીજા છેડે પહોંચી અને એસ. ટી. બસ સાથે અથડાઇ હતી. બીજી તરફ અન્ય એક કાર પણ આ અકસ્માતમાં અથડાઈ અને ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ફોર્ચ્યુંનર અને બ્રેઝા કારનો કચ્ચરઘાણ બોલી ગયો . અકસ્માત એટલો ભયંકર હતો કે, ફોર્ચ્યુનર કારને ક્રેનની મદદથી હટાવવામાં આવી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

IND vs SL: વરસાદે બગાડી ભારતની તૈયારી! ગિલની ફિટનેસ પર મોટું અપડેટ 2026 Critical Test,

IND vs SL XI: વરસાદે બગાડી ભારતની તૈયારી, શુભમન ગિલની ફિટનેસ પર મોટું અપડેટ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ તૈયારી સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓને વરસાદના કારણે ઝટકો લાગ્યો છે. ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં હવામાનના કારણે રમત પર અસર પડી છે. આ મેચ ભારતીય ખેલાડીઓ માટે શ્રીલંકાની પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની મહત્વપૂર્ણ તક હતી, પરંતુ વરસાદે ટીમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ચર્ચા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ફિટનેસને લઈને થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર ગિલને વોર્મ-અપ મેચમાં બેટિંગ કરાવવામાં ઉતાવળ કરવામાં આવી રહી નથી. ટીમ મેનેજમેન્ટ ગિલને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે આગામી ટેસ્ટ સિરીઝમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભમન…