અમદાવાદની શાળાઓમાં મતાધિકારનો સંદેશ, વિદ્યાર્થીઓ બન્યા લોકશાહીના પ્રહરી

આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 100% મતદાન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી અમદાવાદની શાળાઓમાં ‘સ્વેપ’ (SVAP) અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ કડીમાં વસ્ત્રાપુર સ્થિત સ્કૂમ વિદ્યાલય ખાતે ધોરણ 11ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અમી દેસાઈના પ્રેરક માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાવિ પેઢીના માધ્યમથી સમાજમાં મતાધિકાર પ્રત્યે સભાનતા કેળવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહપૂર્વક વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને નિબંધ લેખન દ્વારા લોકશાહીના પર્વની મહત્તા સમજાવી હતી અને ‘શિક્ષિત મતદાતા, સચેત મતદાતા’ના મંત્રને ગુંજતો કર્યો હતો. લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે શાળાના તમામ સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓએ સામૂહિક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા. આ…

ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આયોજીત ત્રિદિવસીય એન્યુઅલ ટ્રેડ એક્સપોનો પ્રારંભ કરાવતા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ગાંધીનગરમાં ઉદઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીના માર્ગદર્શનથી ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યુ છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના એક્ઝીબિશન સેન્ટર ખાતે 18000 ચોરસ મિટરની વિશાળ જગ્યામાં 16થી વધુ વિવિધ સેક્ટર્સના સ્ટોલ્સ સાથેના એન્યુઅલ ટ્રેડ એક્સપોમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી., ફાર્માસ્યુટીકલ્સ અને ટેક્સટાઈલ્સ તથા એ.આઈ. અને સાઈબર સિક્યુરીટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ગુજરાત એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ ઈકોનોમી એક્સ્પો-2026 તા.16 થી 18 એપ્રિલ દરમિયાન યોજાઈ રહ્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાત વિઝન – ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે યોજાઈ રહેલો આ એક્સપો એમ.એસ.એમ.ઈ. અને યુવા સાહસિકો માટે લોકલથી ગ્લોબલનું…

લોકસભાની બેઠકો 850 કરવાની તૈયારી: 2029 સુધી મહિલાઓને મળશે દરેક ત્રીજી બેઠક?

લોકસભાની બેઠકોને 850 સુધી વધારવાની ચર્ચા અને 2029 સુધી મહિલાઓ માટે 33% આરક્ષણ લાગુ કરવાની તૈયારી દેશની રાજનીતિમાં મોટો ફેરફાર લાવી શકે છે. આ સમગ્ર મુદ્દાને સરળ રીતે સમજવા માટે અહીં 8 મુખ્ય પ્રશ્નો અને તેમના જવાબો આપવામાં આવ્યા છે: 1. લોકસભાની બેઠકો 850 સુધી કેમ વધારવાની વાત? ભારતમાં હાલ Lok Sabhaમાં 543 બેઠકો છે. વસ્તી વધતા પ્રતિનિધિત્વ વધુ સારું બનાવવા બેઠકો વધારવાની જરૂરિયાત ઉભી થઈ છે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર રાજ્યો વચ્ચે સંતુલન જાળવવા માટે આ મુદ્દો મહત્વનો બની ગયો છે. 2. આ વધારો ક્યારે લાગુ થઈ શકે? આ સંભાવના છે કે 2026 પછીની જનગણના અને ડિલિમિટેશન (હદબંધી) પ્રક્રિયા પછી બેઠકોમાં વધારો અમલમાં આવશે. 2029ની લોકસભા ચૂંટણી સુધી આ ફેરફાર લાગુ થવાની શક્યતા છે.…

કર્ણાટકમાં PM મોદીની આધ્યાત્મિક યાત્રા, કડક સુરક્ષા વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો કાર્યક્રમ

કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસીય મુલાકાતે રાજકીય અને ધાર્મિક મહત્ત્વ વધાર્યું છે. આજે વહેલી સવારે બેંગલુરુ એરપોર્ટ પર કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન તેમણે માંડ્યા જિલ્લામાં આવેલ પવિત્ર ધાર્મિક સ્થળ ક્ષેત્ર અદિચુંચનગિરી ખાતે મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેમણે ગુરુ ભૈરવૈક્ય મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ મંદિર અદિચુંચનગિરી મઠ સાથે જોડાયેલું એક પવિત્ર સ્થાન છે, જે ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે. મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ-સંતો, ભક્તો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને આ અવસરે ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ દેશના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. વડાપ્રધાન મોદીએ પોતાના…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો અમદાવાદ એરપોર્ટ પરથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવસભર વિદાય આપી

માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ સમ્પન્ન થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન. રાવ, એર વાઇસ માર્શલ પ્રશાંત આર્ય, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિક તથા અમદાવાદ કલેકટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાષ્ટ્રપતિને ભાવસભર વિદાય આપી હતી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

CBSE 10th Result 2026: વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા, પરિણામ તારીખ પર સસ્પેન્સ

સીબીએસઈ (CBSE) 10મું બોર્ડ પરિણામ 2026 અંગે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા છે. સોશિયલ મીડિયા અને વિવિધ રિપોર્ટ્સમાં 14 એપ્રિલે પરિણામ જાહેર થવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હકીકત શું છે? બોર્ડ તરફથી હજી સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ DigiLocker અને સત્તાવાર પ્લેટફોર્મ્સ અંગે તૈયારીઓ તેજ બની ગઈ છે. પરિણામ કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે. હાલ સુધી CBSE દ્વારા કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર: પરિણામ એપ્રિલના બીજા અઠવાડિયામાં (14–15 એપ્રિલ આસપાસ) આવવાની શક્યતા છે કેટલાક રિપોર્ટ્સમાં આજે (14 એપ્રિલ) પરિણામ આવી શકે તેવી અટકળો છે, પરંતુ તેની પુષ્ટિ નથી DigiLocker પર “Result Coming Soon” નોટિફિકેશન મળતા પરિણામ નજીક હોવાનું માનવામાં આવે છે એટલે કે, 14 એપ્રિલે…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેદ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિએ ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રી એ સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ, તેમણે વિધાનસભા સંકુલની સામે આવેલ ડૉ. આંબેડકર પ્રતિમા સંકુલ પ્રેરણા ભૂમિ ખાતે સ્થાપિત કરવામાં આવેલી બાબા સાહેબ ની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવ વંદના કરી હતી. આ પ્રસંગે રંગોળી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ ડૉ. ભીમરાવ આંબેડકરની જીવન ઝાંખી પ્રસ્તુત કરતું પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પ્રેરણા ભૂમિ ખાતે જનમેદની સાથે બંધારણના ઘડવૈયા ની જન્મ જયંતિ ઉજવણીમાં સહભાગી થયા હતા. આ સમયે સમગ્ર વાતાવરણ ‘જય ભીમ’ ના નારાઓથી…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવનમાં બાબાસાહેબ આંબેડકરને અર્પી શ્રદ્ધાંજલિ

ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય  દેવવ્રતજીએ પણ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ ગરિમાપૂર્ણ અવસરે કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને ભારત રત્ન ડૉ. આંબેડકરના પોટ્રેટને પુષ્પ અર્પણ કર્યા હતા. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુજીનું લોકભવન ખાતે ઉષ્માભર્યુ સ્વાગત કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજ

ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ અંતર્ગત ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પધાર્યા હતા. અહી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરીને આવકાર્યા હતા. મહત્વનું છે કે મંગળવારના રોજ રાષ્ટ્રપતિ લોકભવન ખાતે આયોજિત સામાજિક સમરસતા મહોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ બપોર બાદ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in 

સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલે રૂપ કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહીનાં આદેશ

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના પોલીસ વડાએ જિલ્લાના અન્ય પોલીસ ઉચ્ચ અધિકારી ઓ સાથે આજે આણંદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી કડક સુચના આપી હતી.