રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવનમાં બાબાસાહેબ આંબેડકરને અર્પી શ્રદ્ધાંજલિ

ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય  દેવવ્રતજીએ પણ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ ગરિમાપૂર્ણ અવસરે કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને ભારત રત્ન ડૉ. આંબેડકરના પોટ્રેટને પુષ્પ અર્પણ કર્યા હતા.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    FCRA મુદ્દે અમેરિકાને ભારતનો સ્પષ્ટ સંદેશ, ‘વિદેશી ફંડિંગનું નિયમન કરવું દરેક દેશનો અધિકાર’

    વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા **ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)**માં પ્રસ્તાવિત સુધારાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા તેજ બની છે. અમેરિકાના રિપબ્લિકન સાંસદ રાઇલી મૂરે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી બાદ ભારત સરકારે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે કે FCRA સંબંધિત કાયદાકીય સુધારા ભારતનો સંપૂર્ણ આંતરિક મામલો છે અને તેના પર નિર્ણય લેવાનો અધિકાર માત્ર ભારતની સંસદને છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે વિશ્વના અનેક દેશોની જેમ અમેરિકા પણ પોતાના દેશમાં વિદેશી ફંડિંગને નિયંત્રિત કરવા માટે કડક કાયદા ધરાવે છે. તેથી ભારત દ્વારા પોતાના કાયદામાં કરવામાં આવતા સુધારાઓ અંગે બહારથી કરવામાં આવતી ટિપ્પણીઓ યોગ્ય નથી. શું કહ્યું હતું અમેરિકાના સાંસદ રાઇલી મૂરે? અમેરિકાના પશ્ચિમ વર્જિનિયાના રિપબ્લિકન સાંસદ રાઇલી મૂરે સોશિયલ મીડિયા પર FCRA સુધારા બિલ અંગે ચિંતા વ્યક્ત…

    FCRA સુધારા બિલને લઈને દેશ-વિદેશમાં ચર્ચા તેજ, જાણો શું છે આ કાયદો?

    કેન્દ્ર સરકાર વિદેશી ફંડિંગને નિયંત્રિત કરતા **ફોરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)**માં મહત્વપૂર્ણ સુધારા કરવાની તૈયારીમાં છે. સંસદમાં રજૂ થનારા FCRA સુધારા બિલને લઈને રાજકીય પક્ષો, વિવિધ બિનસરકારી સંસ્થાઓ (NGO), ધાર્મિક સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ચર્ચ, મસ્જિદ અને અન્ય ધાર્મિક સંસ્થાઓને મળતા વિદેશી ફંડ અને તેનાથી ઉભી થયેલી મિલકતોને લઈને પ્રસ્તાવિત જોગવાઈઓ સૌથી વધુ ચર્ચામાં છે. સરકારનું કહેવું છે કે નવા સુધારાઓનો હેતુ પારદર્શિતા વધારવાનો અને વિદેશી ફંડનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે વિરોધ પક્ષો અને કેટલાક સંગઠનો આ જોગવાઈઓને વધુ કડક ગણાવી રહ્યા છે. શું છે FCRA કાયદો? FCRA એટલે Foreign Contribution Regulation Act, જે ભારતમાં વિદેશી નાણાંના પ્રવાહને નિયંત્રિત કરતો કાયદો છે. આ કાયદો પ્રથમ વખત…