મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેદ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિએ ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રી એ સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ત્યારબાદ, તેમણે વિધાનસભા સંકુલની સામે આવેલ ડૉ. આંબેડકર પ્રતિમા સંકુલ પ્રેરણા ભૂમિ ખાતે સ્થાપિત કરવામાં આવેલી બાબા સાહેબ ની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવ વંદના કરી હતી.

આ પ્રસંગે રંગોળી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ ડૉ. ભીમરાવ આંબેડકરની જીવન ઝાંખી પ્રસ્તુત કરતું પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પ્રેરણા ભૂમિ ખાતે જનમેદની સાથે બંધારણના ઘડવૈયા ની જન્મ જયંતિ ઉજવણીમાં સહભાગી થયા હતા.
આ સમયે સમગ્ર વાતાવરણ ‘જય ભીમ’ ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

આ અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સહિત મંત્રીમંડળના સદસ્યો, વિધાનસભાના પદાધિકારીઓ, ધારાસભ્યઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
સૌએ ડૉ. આંબેડકરજીના રાષ્ટ્ર નિર્માણમાં પ્રદાનને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

  • Related Posts

    Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Infrastructure Growth 2026

    Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Ankleshwar, 29 સપ્ટેમ્બર: Ankleshwar શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી ઝૈનબ પાર્ક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, નગરપાલિકાના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રમદાન કરીને સફાઈ કરી હતી. ઝૈનબ પાર્ક વિસ્તારમાં યોજાયેલા આ સફાઈ અભિયાન દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં ઝાડુ લઈને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી. જાહેર સ્થળો સ્વચ્છ રહે અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવા તથા આસપાસનો વિસ્તાર કચરામુક્ત રાખવા અંગે પણ સંદેશ આપવામાં આવ્યો હતો. -> ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન : Ankleshwar શહેરના વિવિધ…

    Gujarat : થાર ગાડીમાંથી દારૂ ઝડપાયો: મધ્યપ્રદેશથી ધોળકા લવાતો ₹18 લાખનો મુદ્દામાલ જપ્ત Illegal Liquor Haul

    Gujarat મિત્રોને બર્થડે પાર્ટી આપવા માટે લઈ જવાતો દારૂ થારમાંથી પકડાયો: મધ્યપ્રદેશથી ધોળકા બોટલો લઈને જતો શખ્સ દબોચાયો, 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત અમદાવાદ: Gujaratમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવાના પ્રયાસો સતત સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ જિલ્લામાં પોલીસે વધુ એક કાર્યવાહી કરીને થાર ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલ મુજબ, મધ્યપ્રદેશમાંથી દારૂની બોટલો લઈને ધોળકા તરફ જઈ રહેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી આ દારૂ પોતાના મિત્રોની બર્થડે પાર્ટીમાં આપવા માટે લઈ જતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.પોલીસે થાર ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવા ઉપરાંત વાહન સહિત કુલ 18 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું…