સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલે રૂપ કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહીનાં આદેશ

આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના પોલીસ વડાએ જિલ્લાના અન્ય પોલીસ ઉચ્ચ અધિકારી ઓ સાથે આજે આણંદની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે સુરક્ષા તૈયારીઓ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી કડક સુચના આપી હતી.

જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં ડો. રાવે સ્થાનિક પોલીસ, સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ (CAPF) અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના જવાનોના તૈનાતી પ્લાન પર ચર્ચા કરી હતી. બેઠકમાં લાયસન્સવાળા હથિયારો જમા કરાવવાની કામગીરી અને અસામાજિક તત્વો વિરુદ્ધ કરવામાં આવેલા અટકાયતી પગલાંઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. DGPએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુક્ત, ન્યાયી અને પારદર્શક ચૂંટણીઓ યોજવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા ગુજરાત પોલીસ સંકલ્પબધ્ધ છે.

ચૂંટણી આચારસંહિતાના કડક અમલ માટે રાજ્ય પોલીસ વડાએ જિલ્લા પોલીસ તંત્રને તમામ ચેકપોસ્ટ પર સઘન તપાસ કરવા અને ઉમરેઠ મતવિસ્તારમાં મતદારોમાં વિશ્વાસ જાગે તે માટે ‘એરિયા ડોમિનેશન’ કવાયત હાથ ધરવા સૂચના આપી હતી. કામગીરીની પારદર્શિતા માટે સુરક્ષા વ્યવસ્થામાં ડ્રોન દ્વારા આકાશમાંથી દેખરેખ રાખવા અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ માટે બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો.

ઈવીએમ રાખવાના સ્ટ્રોંગ રૂમ માટે બહુસ્તરીય સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેનું નિયમિત નિરીક્ષણ કરવા તાકીદ કરી હતી. કોઈપણ અઘટિત ઘટનાના કિસ્સામાં ત્વરિત પ્રતિસાદ મળી રહે તે માટે જિલ્લા કંટ્રોલ રૂમને તમામ મતદાન મથકો સાથે સતત સંપર્કમાં રહેવા અને સંચાર વ્યવસ્થાનું ટેસ્ટિંગ કરવા જણાવ્યું હતું.

આ ઉપરાંત સોશિયલ મીડિયા દ્વારા અફવાઓ ફેલાવનારા તત્વો સામે સાયબર સેલને સતત સક્રિય રહેવા અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા કન્ટેન્ટ સામે તુરંત કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. જે મતદાન મથકોને ‘ક્રિટિકલ’ (સંવેદનશીલ) જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં પોલીસ અધિકારીઓને રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પણ સૂચના અપાઈ હતી. રાજ્ય પોલીસ વડાએ ઉમરેઠના નાગરિકોને કોઈપણ ડર વગર, શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

  • Related Posts

    Gujaratના 31 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના અમલી 8 લાખ નવા શ્રમિકોને મળશે લાભ! Protection

    Gujaratના 31 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના અમલી, 8 લાખ નવા શ્રમિકોને મળશે લાભ! Gujarat ગાંધીનગર: Gujaratના શ્રમિકો માટે સામાજિક સુરક્ષાને લગતા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી ગેઝેટ સૂચના મુજબ 1 ઓક્ટોબર 2026થી Gujaratના 31 જિલ્લાઓમાં કર્મચારી રાજ્ય વીમા યોજના એટલે કે ESICના કવરેજનો વિસ્તાર થશે. તેમાં અગાઉ ESIC હેઠળ સંપૂર્ણપણે આવરી લેવાયેલા ન હોય તેવા 15 જિલ્લાઓ અને આંશિક રીતે આવરી લેવાયેલા 16 જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ સંબંધિત વિસ્તારોમાં પાત્ર કર્મચારીઓ અને તેમના નોકરીદાતાઓ માટે ESIC હેઠળ યોગદાનની જોગવાઈ લાગુ થશે અને કર્મચારીઓને યોજના હેઠળના લાભો મળવા પાત્ર બનશે. -> 1 ઓક્ટોબરથી લાગુ થશે નવી વ્યવસ્થા : શ્રમ અને રોજગાર મંત્રાલયે 25 સપ્ટેમ્બર…

    Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Infrastructure Growth 2026

    Ankleshwarમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન Ankleshwar, 29 સપ્ટેમ્બર: Ankleshwar શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકાના સહયોગથી ઝૈનબ પાર્ક ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, નગરપાલિકાના હોદ્દેદારો અને કાર્યકરોએ શ્રમદાન કરીને સફાઈ કરી હતી. ઝૈનબ પાર્ક વિસ્તારમાં યોજાયેલા આ સફાઈ અભિયાન દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં ઝાડુ લઈને આસપાસના વિસ્તારમાં સફાઈ કરી હતી. જાહેર સ્થળો સ્વચ્છ રહે અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા જાળવવા તથા આસપાસનો વિસ્તાર કચરામુક્ત રાખવા અંગે પણ સંદેશ આપવામાં આવ્યો હતો. -> ઝૈનબ પાર્ક ખાતે સફાઈ અભિયાન : Ankleshwar શહેરના વિવિધ…