દેશની શક્તિ – નારી શક્તિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ આપ્યો પ્રેરણાદાયક સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિજ્ઞાન ભવનમાં ખાતે આયોજિત ‘નારી શક્તિ વંદન સંમેલન’ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ દેશના વિકાસમાં મહિલાઓની વધતી ભૂમિકા અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ સંમેલન મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે વધુ પ્રતિનિધિત્વ આપવા માટે રચાયેલા મહિલા અનામત અધિનિયમના અમલીકરણ તરફ આગળ વધતી એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાને મહિલાઓની શક્તિ, પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી અને જણાવ્યું કે ભારતનું ભવિષ્ય ‘નારી શક્તિ’ના સશક્તિકરણ સાથે સીધું જોડાયેલું છે. શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, ઉદ્યોગસાહસિકતા, મીડિયા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર પ્રતિષ્ઠિત મહિલા હસ્તીઓ આ મંચ પર એકત્રિત થઈ હતી, જે દેશના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓનું જીવંત પ્રતિબિંબ છે. વિશેષ રૂપે, સપ્ટેમ્બર 2023 માં…

મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ભારતનો ગેસ પ્લાન: હવે ID પર મળશે 5 કિલો સિલિન્ડર

મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવના પડઘા હવે ભારત સુધી સંભળાવા લાગ્યા છે. ઇંધણ પુરવઠા પર તેની સીધી અસર થવાની શક્યતા વચ્ચે કેન્દ્ર સરકારે ગેસ સપ્લાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક મેગા પ્લાન જાહેર કર્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોને ગેસની અછતથી બચાવવાનો અને ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવાનો છે. સરકારના આ નવા નિર્ણય મુજબ હવે પ્રવાસી મજૂરો અને વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. તેઓને હવે ગેસ સિલિન્ડર મેળવવા માટે એડ્રેસ પ્રૂફ આપવાની જરૂર રહેશે નહીં. માત્ર માન્ય ઓળખપત્ર (ID)ના આધારે તેઓ 5 કિલોનો LPG સિલિન્ડર સરળતાથી મેળવી શકશે. આ નિર્ણય ખાસ કરીને શહેરોમાં રહેતા અને વારંવાર સ્થળ બદલતા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે અમદાવાદ ગ્રામ્યની શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ (SVAP)નું આયોજન

આગામી 26  એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓમાં મતદાનની ટકાવારી વધારવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર માર્ગદર્શન હેઠળ ‘SVAP’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં વિવિધ પ્રેરક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો પ્રારંભ 13 એપ્રિલના રોજ પ્રાર્થના સભામાં મતદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવશે. 15 થી 18 એપ્રિલ દરમિયાન શાળાઓમાં નિબંધ, વકતૃત્વ, સ્લોગન લેખન, ચિત્રકલા અને રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની સર્જનાત્મકતા દ્વારા મતદાનનું મહત્વ સમજાવશે. ટેકનિકલ જાગૃતિ માટે 16 એપ્રિલના રોજ ELC ક્લબ દ્વારા EVM મશીન વિશે સમજ આપવામાં આવશે. મતદાર જાગૃતિના આ પર્વને વધુ…

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો. અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની કાર્ય કરે અને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે આગળ ધપાવે. આ પ્રસંગે દિલ્હી પબ્લિક સ્કૂલ, કોબાના ધોરણ ૧૦ના…

બંગાળ ચૂંટણી 2026: Amit Shah દ્વારા ભાજપનું સંકલ્પ પત્ર જાહેર

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 પહેલા કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah એ કોલકાતામાં ભાજપનું “સંકલ્પ પત્ર” જાહેર કર્યું. આ મેનિફેસ્ટોમાં મહિલાઓ, યુવાનો, ખેડુતો અને સરકારી કર્મચારીઓ માટે અનેક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા છે. ભાજપે આ મેનિફેસ્ટોને “ભય સામે વિશ્વાસ” થીમ સાથે રજૂ કરીને રાજ્યમાં પરિવર્તન અને વિકાસનો સંદેશ આપ્યો છે. મુખ્ય વચનો યુનિફોર્મ સિવિલ કોડ (UCC) સરકાર બન્યા પછી 6 મહિનામાં UCC લાગુ કરવાનો વાયદો, જેથી તમામ ધર્મ માટે સમાન કાયદા અમલમાં આવશે. મહિલાઓને ₹3000 પ્રતિ મહિનો દરેક મહિલાના બેંક ખાતામાં સીધી ₹3000ની સહાય આપવાનો નિર્ણય. 7મો વેતન પંચ (45 દિવસમાં) સરકારી કર્મચારીઓ માટે 45 દિવસમાં 7મો વેતન પંચ અમલમાં લાવવાનો વાયદો. યુવાનો માટે ભથ્થું બેરોજગાર યુવાનોને ₹3000 માસિક ભથ્થું અને પારદર્શક ભરતી પ્રક્રિયા. ઘુસણખોરી પર કડક…

અનંત અંબાણીનો 31મો જન્મદિવસ: જામનગરના વનતારા ખાતે ભવ્ય ઉજવણી સાથે સેવા અને સંસ્કારની અનોખી ઝલક

જામનગરના : દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી એ 10 એપ્રિલે પોતાનો 31 મો જન્મદિવસ ખૂબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો. જામનગરના પ્રસિદ્ધ વનતારા ખાતે આ ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં આયોજિત કાર્યક્રમમાં પરિવારજનો, મિત્રો અને બોલીવુડના અનેક દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. સેવા અને દાનથી ઉજવણીની શરૂઆત જન્મદિવસની શરૂઆત અનંત અંબાણીએ સેવા અને દાનના કાર્યોથી કરી હતી. કાર્યક્રમ દરમિયાન ગૌસેવા અને હાથીસેવા જેવા વિશેષ આયોજન કરવામાં આવ્યા હતા, જે તેમના પ્રકૃતિ અને જીવજંતુઓ પ્રત્યેના લગાવને દર્શાવે છે. આ પહેલ દર્શાવે છે કે તેઓ ઉજવણી સાથે સમાજ પ્રત્યેની જવાબદારીને પણ મહત્ત્વ આપે છે. બોલીવુડ સિતારાઓની હાજરી આ ભવ્ય ઉજવણીમાં સલમાન ખાન અને શાહરુખ ખાન સહિત અનેક બોલીવુડ સિતારાઓ હાજર રહ્યા…

નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર ઓને સાયબર ક્રાઇમ ક્ષેત્રે પ્રોએક્ટિવ અભિગમ અપનાવવા અપાયું માર્ગદર્શન

ગાંધીનગર: ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી અંગેની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ સહિત તાજેતરમાં નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને સાયબર ગુનાઓ ઝડપી નિવારવા સમીક્ષા કરાઈ હતી. જેમાં સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપ અને નવી મોડસ ઓપરેન્ડી જેવી કે ડિજિટલ ફ્રોડ, ઓનલાઇન ઠગાઈ, સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ અને નાણાકીય છેતરપિંડી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ ટેકનિકલ સજ્જતા અને ઇન્વેસ્ટિગેશન અંગે પણ માર્ગદર્શન અપાયું હતુ. આ બેઠકમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે  હેલ્પલાઇન 1930 – ફરિયાદોનું ત્વરિત…

અમદાવાદમાં ‘ધ હન્ડ્રેડ સીઝન-2’નો રોમાંચ: વેલિયન્ટ ટીમોની જબરદસ્ત ટક્કર

અમદાવાદ ખાતે ક્રિકેટ પ્રેમીઓ માટે આજે એક યાદગાર દિવસ રહ્યો. વેલિયન્ટ ક્રિકેટ ટીમ દ્વારા આયોજિત ‘ધ હન્ડ્રેડ સીઝન-2’નો રોમાંચક મુકાબલો આજે, કરાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. આ ખાસ મેચ વેલિયન્ટ ક્રિકેટ ટીમ અને વેલિયન્ટ પ્રેસિડેન્ટ XI વચ્ચે રમાઈ હતી. ‘ધ હન્ડ્રેડ’ ફોર્મેટ મુજબ દરેક ટીમને 100 બોલ રમવાની તક મળતા મેચ ઝડપભરી અને અત્યંત રોમાંચક બની હતી, જેને કારણે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કર્યું હતું. બેટ્સમેનોના આકર્ષક શોટ્સ અને બોલરોની શાનદાર બોલિંગે દર્શકોને અંત સુધી બાંધી રાખ્યા હતા. મેદાનમાં હાજર ક્રિકેટ ચાહકોએ ખેલાડીઓને ઉત્સાહભેર પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ રમૂજી અને જીવંત બન્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ સ્થાનિક ક્રિકેટ પ્રતિભાને…

સાળંગપુરમાં ગૌ-સેવાનો મહાપર્વ: અંબાણી પરિવારની અનોખી પહેલ

બોટાદ:  બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલ પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ના પવિત્ર આંગણે ગૌ-સેવાનું ભવ્ય મહાપર્વ ઉજવાયું, જેમાં ભક્તિ અને સેવા બંનેનો અનોખો સંગમ જોવા મળ્યો. આ પ્રસંગ ખાસ કરીને અંબાણી પરિવારના અનંત અંબાણી ના 31 મા જન્મદિન નિમિત્તે વધુ વિશેષ બની ગયો. આ પવિત્ર અવસરે સાળંગપુર ખાતે ભારતની સૌથી આધુનિક ગૌશાળાઓમાંથી એકનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. આશરે 28 એકર વિસ્તારમાં ફેલાયેલ આ વિશાળ ગૌશાળા સ્વીડનની 130 વર્ષ જૂની પ્રસિદ્ધ DeLaval કંપનીના ટેક્નોલોજીકલ સહયોગથી તૈયાર થઈ રહી છે. લગભગ 15 કરોડ રૂપિયાના ખર્ચે બનતી આ ગૌશાળા ગૌસેવામાં એક નવા ધોરણની સ્થાપના કરશે. આ ગૌશાળામાં 500 જેટલી ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં સ્વચ્છતા, આરોગ્ય સંભાળ, પોષણ અને આરામ માટે આધુનિક વ્યવસ્થાઓ…

ખાવડા IV (સી) લિમિટેડ દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇન ‘સંવાદ’નો પ્રારંભ

અમાધરા ગામ (ગુજરાત): સમુદાય સાથે સક્રિય જોડાણ અને ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, ખાવડા IV C પાવર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ‘સંવાદ’ નામની સમર્પિત ટોલ-ફ્રી હેલ્પલાઇનની શરૂઆત કરવામાં આવી છે. આ પહેલનો ઉદ્દેશ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ખેડૂતોના જમીન અને પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો અને ચિંતાઓનું નિરાકરણ લાવવાનો છે. આ પહેલનો સત્તાવાર પ્રારંભ અમાધરા ગામ ખાતે સ્થાનિક ખેડૂતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જેમાં ખેતી કરતી મહિલાઓએ આગેવાની લઈ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો. આ પહેલ સમાનતા, તળિયાના સ્તરે ભાગીદારી અને સમુદાયમાં વિશ્વાસ વધારવાનું પ્રતીક છે. ‘સંવાદ’ પહેલ અંતર્ગત હવે ખેડૂતો જમીન સંબંધિત મુદ્દાઓ, ટ્રાન્સમિશન કામ માટે જમીનના ઉપયોગ, વળતર અને વાજબી મૂલ્યાંકન તેમજ અન્ય કોઈપણ પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નો માટે સીધો સંપર્ક કરી શકશે. સરળ અને…