વિશ્વ વિખ્યાત પોપ ગાયક અમીર તતાલુને ઇશનિંદાના આરોપમાં મૃત્યુદંડની સજા
વિશ્વ વિખ્યાત પોપ ગાયક અમીર તતાલુને ઈરાનમાં ઈશનિંદાના આરોપસર મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. અમીર તતાલુ પર પયગંબર મુહમ્મદનું અપમાન કરવાનો આરોપ હતો, જેને ઈરાનની સુપ્રીમ કોર્ટે સાચો ઠેરવ્યો અને તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે અગાઉ તતાલુને ઇશનિંદા અને અન્ય ગુનાઓ માટે પાંચ વર્ષની કેદની સજા ફટકારી હતી, પરંતુ કોર્ટે આ સજા સામે ફરિયાદીના વાંધાને સ્વીકારી લીધો હતો. હવે તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. -> પુનઃ તપાસમાં સરકારનું નિવેદન સાચું જણાયું – સુપ્રીમ કોર્ટ :- “આરોપી, અમીર હુસૈન મગસુદલૂ, જે અમીર તતાલુ તરીકે ઓળખાય છે, તેને અગાઉ પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી,” ઈરાનની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું. તતાલુની સજા સામે ફરિયાદીએ વાંધો ઉઠાવ્યા બાદ કેસ ફરીથી ખોલવામાં આવ્યો. જ્યારે તપાસ…
સૈફ પર હુમલા મામલે બાંગ્લાદેશીનું આવ્યું નામ તો ચૂપ થઇ ગયા કેજરીવાલઃ ભાજપ
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ દિલ્હીમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી-રોહિંગ્યાનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ આપના સંયોજક અરવિંદ કેજરીવાલની કેન્દ્ર સરકારના રાજીનામાની માંગ પર વળતો પ્રહાર કર્યો છે. રવિવારે, સચદેવાએ કહ્યું કે જ્યારથી તેમને ખબર પડી કે હુમલાખોર બાંગ્લાદેશી ઘુસણખોર હતો ત્યારથી કેજરીવાલ આ મુદ્દા પર મૌન રહ્યા છે.૧૬ જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર છરી હુમલાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદની થાણેથી ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે શહજાદ બાંગ્લાદેશી નાગરિક છે અને ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ્યો હતો.સચદેવાએ કહ્યું કે ભાજપ શરૂઆતથી જ કહેતું આવ્યું છે કે રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશીઓ માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશની સુરક્ષા માટે ખતરો છે. ભાજપે આરોપ લગાવ્યો…
સેઇલ ઇન્ડિયા 2025 સિનિયર નેશનલ્સ 21 થી 26 જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં યોજાશે
–> આ ઇવેન્ટ મુંબઈમાં એક અનોખી છે, જે શહેરને સેઇલિંગ રમત માટે એક મુખ્ય સ્થળ તરીકે દર્શાવે છે, જે ગિરગાંવ ચોપાટી અને મરીન ડ્રાઇવ બંને જગ્યાએ હજારો દર્શકોને આકર્ષે છે:– B INDIA MUMBAI : ભારતીય સેઇલિંગ કેલેન્ડરની સૌથી અપેક્ષિત ઇવેન્ટ્સમાંની એક, સેઇલ ઇન્ડિયા 2025 21 જાન્યુઆરીએ મુંબઈના ગિરગાંવ ચોપાટીથી શરૂ થવાની તૈયારીમાં છે. આ ઇવેન્ટ દેશભરના ટોચના ખલાસીઓને આકર્ષે છે અને સ્પર્ધકો અને દર્શકો બંને માટે ઉત્સાહ જગાડે છે. વાર્ષિક સેઇલિંગ ઇવેન્ટ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં ગિરગાંવ ચોપાટી પર આર્મી યાચિંગ નોડ, મુંબઈ દ્વારા આયોજિત કરવામાં આવે છે. 2023 અને 2024 માં ઇવેન્ટના છેલ્લા બે સંસ્કરણોમાં દેશભરના વિવિધ ક્લબોમાંથી દર વર્ષે આશરે 150 ખલાસીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ મુંબઈમાં એક પ્રકારની…
અમેરિકામાં ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પનું શાસન શરૂ થવા જઈ રહ્યું
B INDIA DONALD TRUMP OATH CEREMONY: ભારતીય સમય મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ આજે રાત્રે 10:30 વાગ્યે ફરીથી રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરવાના છે. તેમના શપથ ગ્રહણ સમારોહમાં ઘણા વિદેશી મહેમાનો હાજરી આપશે. સોમવાર, 20 જાન્યુઆરીના રોજ, ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને ઇતિહાસ રચશે. તેઓ 20 જાન્યુઆરી 2017 ના રોજ પ્રથમ વખત રાષ્ટ્રપતિ બન્યા. ચાર વર્ષ દૂર રહ્યા પછી હવે ટ્રમ્પ યુએસ રાષ્ટ્રપતિ પદ પર પાછા ફરી રહ્યા છે. આ સદીમાં આ એક ઐતિહાસિક પુનરાગમન છે. જોકે, આવું કરનાર તેઓ બીજા અમેરિકન રાષ્ટ્રપતિ છે. ટ્રમ્પ પહેલા, આ કરિશ્મા ગ્રોવર ક્લેવલેન્ડના નામે હતો, જે 1885 માં પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા અને 1889 માં ચૂંટણી હાર્યા પછી, તેમણે 1893 માં પુનરાગમન કર્યું હતું. “કમબેક…
જૂનાગઢના સક્કરબાગ ઝૂ મા નવા બે મહેમાનોનું આગમન, પ્રથમ વખત આફ્રિકન ઝીબ્રા લવાયા
B INDIA જૂનાગઢ : જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રથમ વખત આફ્રિકન ઝીબ્રા લાવવામાં આવ્યા છે. આફ્રિકન ઝીબ્રાને જોવા માટે શહેરીજનો આવી રહ્યાં છે. સાથે સાથે ઝીબ્રાને કવોરોન્ટાઈનમાં રખાયા બાદ પ્રવાસીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ઝીબ્રાની ઊંચાઈ સામાન્ય રીતે 1થી 1.50 મીટર જેટલી હોય છે. તેના કર્ણપલ્લવ લાંબા, કેશવાળી ટૂંકી અને પૂંછડી ભરાવદાર પ્રકારની હોય છે.આફ્રિકન ઝીબ્રા ત્વચાનો રંગ મુખ્યત્વે સફેદ કે ઝાંખો બદામી, જેના પર કાળા કે બદામી રંગના આડા તેમજ ઊભા પટ્ટા આવેલા હોય છે. આવા પટ્ટાઓ ઉદર અને જાંઘની અંદરના ભાગમાં નહિવત્ જણાય છે. ખૂંધ પરના પટ્ટા પૃષ્ઠ બાજુના પટ્ટા સાથે જોડાયેલા નથી હોતા. ઝીબ્રાની ત્વચા પરની ભાતને આધારે તેની વિવિધ જાતિઓ, ઉપજાતિઓ બને છે. આ પ્રાણીના આવા બાહ્ય દેખાવને કારણે તેને ‘A…
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો ધમધમાટ, થોડા સમયમાં થઈ શકે છે જાહેર
B INDIA અમદાવાદ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે. 23 જાન્યુઆરી 2025 સુધીમાં મતદાન મથકોને આખરી ઓપ અપાશે. સાથે સાથે 27 જાન્યુઆરી 2025 સુધીમાં સંવેદનશીલ મથકોની યાદી તૈયાર કરાશે. તો ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં મતદાનની શકયતાઓ પણ સેવાઈ રહી છે.રાજ્યની 79 નગરપાલિકાઓની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં 27 ટકા OBC અનામતને આધારે બેઠકો ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે. તેમજ ચૂંટણી આયોગ દ્વારા 15 દિવસમાં મતદારની યાદી જાહેર કરવામાં આવે તેવુ પણ માનવામાં આવ્યુ છે. રાજ્યમાં 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, 2 જિલ્લા પંચાયત તેમજ 7000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ટલ્લે ચડી છે.…
દાહોદમાં ભૂ-માફીયા બેફામ,ખાણખનીજ વિભાગે કરોડોનો મુદ્દામાલ કર્યો જપ્ત
B INDIA દાહોદ : દાહોદમાં ખાણખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. રેતમાફિયા પર ત્રાટકતા સનસનાટી મચી ગઈ છે. ખાણખનીજ વિભાગે દાહોદના પંચેલા ગામેથી કરોડો રૂપિયાનું રેત ચોરીનું કૌભાંડ પકડ્યુ છે. ખાણખનીજ વિભાગની કાર્યવાહીએ રેત માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્યાર સુધી બેખોફ ચોરી કરતાં રેતમાફિયા સરકારની આ કાર્યવાહીના લીધે સ્તબ્ધ થઈ ગયા છે. હોટેલના પાર્કિંગમાંથી રેતીને ઓવરલોડ કરતી 17 ટ્રકો ઝડપવામાં આવી છે. ખાણખનીજ વિભાગે આ કાર્યવાહીમાં કુલ રૂ. 6 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો છે. તેમા 40 લાખ રૂપિયાથી પણ વધુ વસૂલાત થાય તેવી સંભાવના છે. રેતમાફિયા બેફામ બન્યા છે ત્યારે તેમની સામે નક્કર કાર્યવાહી કરવાની જરૂરિયાત વર્તાતી જ હતી. તેમના પર લગામ નાખવું જરૂરી થઈ પડ્યું હતું. તેઓ એકદમ નિરંકુશ બની ગયા હતા. હવે તેમની સામે કાર્યવાહી…
ગુજરાત એટીએસને ફરી સફળતા મળી, અમદાવાદનાં લાલ દરવાજા પાસેથી ઝડપી પાડ્યું 27 લાખનું ડ્રગ્સ
B INDIA અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ દ્વારા લાલ દરવાજા પાસેથી 27 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ગુજરાત એટીએસએ ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, ગુજરાત એટીએસને બાતમી મળી હતી. જે બાદ અમદાવાદના લાલ દરવાજા પાસેથી ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો છે. વોચ રાખીને આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે ડ્રગ્સ પેડલર ફરઝાન શેખની ધરપકડ કરીને તેની પાસેથી એમડી ડ્રગ્સ ઝડપ્યું હતું. આ આરોપી પાસેથી અગાઉ પણ પોલીસ 20 કિલો જેટલું ડ્રગ્સ જપ્ત કરી ચૂકી છે. પોલીસ ડ્રગ્સ પેડલરની સાથેના બીજા આરોપીઓને પણ તપાસ કરી રહી છે.ગુજરાત એટીએસ દ્વારા આ આરોપીને ઝડપી પાડી વધુ સખત તપાસ…
‘140 કરોડ ભારતીયો અમારી સાથે હશે’, રોહિત શર્માએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતની આશા વ્યક્ત કરી
ભારતીય કેપ્ટન રોહિત શર્માને આશા છે કે, જ્યારે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને સ્વદેશ પરત ફરશે ત્યારે 140 કરોડ ભારતીય તેમનું સ્વાગત કરશે. રવિવારે મુંબઈ ક્રિકેટ એસોસિએશને વાનખેડે સ્ટેડિયમના 50 વર્ષ પૂરા થવા પર એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કર અને પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી જેવા સ્ટાર ખેલાડીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન હિટમેને આગામી ચેમ્પિયન્સ ટ્રોફી વિશે વાત કરી હતી. -> રોહિતે જીતની આશા વ્યક્ત કરી હતી :- આ કાર્યક્રમમાં રોહિતે કહ્યું કે, T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ચાહકોની ભીડ જોઈને તેને T20 વર્લ્ડ કપની તીવ્રતાનો અહેસાસ થયો હતો. પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરના અંતિમ ચરણમાં પહોંચેલ ભારતીય કેપ્ટન 19 ફેબ્રુઆરીથી…
















