સૂર્યોદય પહેલાની શાંતિ: સફળતા અને માનસિક શાંતિની ચાવી.
બ્રહ્મ મુહૂર્ત: સફળતા અને શાંતિનું રહસ્ય, જે તમારા જીવનને બદલી શકે છે! આજના દોડધામભર્યા યુગમાં જ્યારે આપણે મોડે સુધી જાગીને સવારે મોડેથી ઉઠીએ છીએ, ત્યારે આપણા શાસ્ત્રોએ વર્ષો પહેલા એક પરમ સત્ય કહ્યું હતું: “બ્રાહ્મ મુહૂર્તે બુદ્ધિ-લક્ષ્મી આયુષ્યાં ચૈવ રક્ષતિ” – એટલે કે, બ્રહ્મ મુહૂર્તમાં જાગવાથી બુદ્ધિ, ધન અને આયુષ્યની રક્ષા થાય છે. બ્રહ્મ મુહૂર્ત એટલે શું? સૂર્યોદયના લગભગ ૧ કલાક અને ૩૬ મિનિટ પહેલાના સમયને ‘બ્રહ્મ મુહૂર્ત’ કહેવામાં આવે છે. આ સમય પ્રકૃતિના સૌથી શુદ્ધ, શાંત અને ઉર્જાવાન ગણાય છે. જ્યારે આખી દુનિયા નિંદ્રામાં હોય છે, ત્યારે આ સમય તમારી આંતરિક શક્તિને જગાડવા માટે સર્વશ્રેષ્ઠ છે. શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક ફાયદાઓ ૧. શાંતિનું કેન્દ્ર (Mental Clarity) શાસ્ત્રો કહે છે કે બ્રહ્મ મુહૂર્તમાં વાતાવરણમાં સત્વગુણનું પ્રમાણ વધુ…
જગન્નાથ રથયાત્રા ૧૪૯: અમદાવાદ ફરી ભક્તિના રંગે રંગાશે, તૈયારીઓ પૂરજોશમાં!
ભક્તિ અને શ્રદ્ધાનો મહાસાગર: અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા માટે જમાલપુરનું જગન્નાથ મંદિર સજ્જ! અમદાવાદ: અષાઢી બીજનો દિવસ એટલે આખા દેશમાં ભગવાન જગન્નાથના ભક્તો માટે ઉત્સવનો દિવસ. જ્યારે પુરીના દરિયાકિનારે ભક્તોનો મેળાવડો જામતો હોય, ત્યારે ગુજરાતના અમદાવાદમાં પણ જમાલપુર સ્થિત પ્રાચીન જગન્નાથ મંદિર ખાતે ભક્તિનો અનોખો માહોલ રચાય છે. આ વર્ષે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની ૧૪૯મી રથયાત્રા યોજાવા જઈ રહી છે, જેને લઈને તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કે છે. અમદાવાદની આ રથયાત્રા માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે શહેરની સાંસ્કૃતિક ઓળખ અને સર્વધર્મ સમભાવનું પ્રતીક છે. ભગવાન જગન્નાથની નગરચર્યા: પરંપરા અને શ્રદ્ધાનો અદભૂત સમન્વય જગન્નાથ મંદિરના પરિસરમાં અત્યારે ભક્તિમય વાતાવરણ છે. ભગવાનના રથો—નંદીઘોષ, તાલધ્વજ અને દર્પદલન—ને ખાસ આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત શણગાર સાથે તૈયાર કરવામાં આવી…
અફઘાનિસ્તાન–પાકિસ્તાન વચ્ચે તણાવ તેજ : સરહદી વિસ્તારોમાં હુમલાઓના અહેવાલો, ISIS મથકોને નિશાન બનાવ્યાનો દાવો
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર સરહદી વિસ્તારોમાં હિંસક અથડામણો અને હવાઈ હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં બંને પક્ષો એકબીજા પર કાર્યવાહી કરવાનો દાવો કરી રહ્યા છે. ડ્રોન હુમલાનો દાવો અફઘાનિસ્તાન તરફથી મળેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે તેમની વાયુસેનાએ પાકિસ્તાનના બલૂચિસ્તાન વિસ્તારમાં કેટલાક સ્થળોને નિશાન બનાવ્યા હતા. દાવા મુજબ આ હુમલાઓ આતંકી સંગઠન ISIS સાથે જોડાયેલા શંકાસ્પદ ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા. અફઘાન અધિકારીઓનું કહેવું છે કે આ સ્થળોએ આતંકી ગતિવિધિઓ ચાલી રહી હતી અને અફઘાનિસ્તાન પર સંભવિત હુમલાની યોજના બની રહી હતી, તેથી “પ્રિવેન્ટિવ એક્શન” તરીકે કાર્યવાહી કરવામાં આવી. પાકિસ્તાન તરફથી સ્થિતિ અંગે ચિંતા પાકિસ્તાન તરફથી હજી સુધી આ દાવાઓ અંગે સત્તાવાર અને વિગતવાર પુષ્ટિ…
સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો : બે દિવસમાં સોનું ₹7,000 અને ચાંદી ₹22,000 સુધી સસ્તી
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX India) પર સોના અને ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં સોનામાં આશરે ₹7,000 અને ચાંદીમાં ₹22,000 સુધીનો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં મોટો કડાકો 10 ગ્રામ સોનાના ભાવમાં આજે પણ ઘટાડો નોંધાયો છે. ટ્રેડિંગ દરમિયાન ભારે ઉથલપાથલ વચ્ચે સોનાનો ભાવ અંદાજે ₹1,47,000 આસપાસ રહ્યો હતો. દિવસ દરમિયાન ભાવમાં લગભગ ₹2,600થી વધુની હલચલ જોવા મળી હતી. તાજેતરમાં સોનું તેના ઓલ ટાઈમ હાઈથી લગભગ ₹46,000 જેટલું સસ્તુ થઈ ચૂક્યું છે, જે બજારમાં મોટો સુધારો દર્શાવે છે. ચાંદીમાં પણ ભારે ઘટાડો ચાંદીના ભાવમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. પ્રતિ કિલો ચાંદીમાં એક જ દિવસમાં હજારો રૂપિયાની ઘટાડાની સાથે…
રાશિફળ/20 જૂન 2026: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. આ વાત સારી રીતે સમજી લો કે દુઃખ ના સમય માં સંચિત ધન જ કામ માં આવશે તેથી આજ ના દિવસ થી પોતાનો ધન સંચય કરવા નો વિચાર બનાવો। તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની…
અંક જ્યોતિષ/20 જૂન 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ /20 જૂન 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી ષષ્ટિ (છઠ્ઠ) 03:49 PM નક્ષત્ર માઘ 09:26 AM કરણ : તૈતુલ 03:49 PM ગરજ 03:49 PM પક્ષ શુક્લ યોગ વજ્ર 12:47 PM દિવસ શનિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:23 AM ચંદ્રોદય 10:50 AM ચંદ્ર રાશિ સિંહ સૂર્યાસ્ત 07:21 PM ચંદ્રાસ્ત 11:40 PM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1948 પરાભવ કલિ સંવત 5128 દિન અવધિ…
AMC ઉત્તર ઝોન: મ્યુનિ. પોલ ચણી લેવાયા બાદ વોર્ડ ઇન્સ્પેક્ટર વરૂણ રાવલને નાછૂટકે આપી શો-કોઝ નોટિસ!
– સાતેય ઝોનમાં ગેરકાયદે બાંધકામોની તપાસ થાય તો આખું એસ્ટેટ તંત્ર નોટિસને પાત્ર: ઉચ્ચ અધિકારીઓ કેમ મૌન? પંકજ મકવાણા – અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં એસ્ટેટ-TDO વિભાગ અને સ્થાનિક ભૂમાફિયાઓની મિલીભગતનો વધુ એક જીવતો-જાગતો પુરાવો સામે આવ્યો છે! સરદારનગર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામની આડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આખેઆખા સ્ટ્રીટ લાઈટ પોલને પણ દિવાલમાં ચણી લેવાના અજીબોગરીબ બાંધકામનો પર્દાફાશ થયો છે. ચારેકોરથી ઘેરાયેલા વહીવટી તંત્રએ આખરે આ મામલે નાછૂટકે કુબેરનગર વોર્ડના ટીડીઓ ઇન્સ્પેક્ટર વરૂણ રાવલને શો-કોઝ નોટિસ ફટકારીને સંતોષ માન્યો છે. ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી: પોલ પર જ આરસીસી ધાબું ભરી દીધું! ઉત્તર ઝોન એસ્ટેટ ખાતાના સત્તાવાર વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, કુબેરનગર વોર્ડ હેઠળ આવતી સરદારનગર ટાઉનશીપમાં ગુલશન પાર્ટી પ્લોટની બાજુમાં, માયા સિનેમાની સામે આ ગેરરીતિ આચરવામાં આવી છે. ઢાલુમલ…
NEET-UG પુનઃપરીક્ષા માટે NTAની નવી માર્ગદર્શિકા: ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા જાહેર
National Testing Agency દ્વારા NEET-UG પુનઃપરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પરીક્ષા 21 જૂન, રવિવારે યોજાવાની છે, જેમાં ડ્રેસ કોડ, સુરક્ષા તપાસ અને પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે. ડ્રેસ કોડ અંગે સૂચના NTAએ સ્પષ્ટ કર્યું છે કે પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર જેવા ધાર્મિક પ્રતિકો પર કોઈ પ્રતિબંધ નથી. જોકે આવા ઉમેદવારોએ વધારાની સુરક્ષા તપાસને કારણે પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચી જવું જરૂરી રહેશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ હળવા રંગના કપડાં, અડધી બાંયના શર્ટ/ટી-શર્ટ/કુર્તા પહેરે. ફૂલ બાંયના કપડાં અથવા શિયાળાના વસ્ત્રો પર પ્રતિબંધ નથી, પરંતુ તેની તપાસમાં વધુ સમય લાગી શકે છે. ચપ્પલ અથવા ઓછી હીલવાળા સેન્ડલ પહેરવાનું સૂચન કરવામાં આવ્યું છે. પ્રતિબંધિત વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં…
હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો જ છે : ઈરાનના સ્પષ્ટીકરણથી વૈશ્વિક બજારોમાં રાહત
ઈરાનએ સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લો છે અને ત્યાં કોઈ પ્રકારની અવરોધક સ્થિતિ નથી. આ નિવેદન બાદ વૈશ્વિક તેલ બજારોમાં ચાલી રહેલી ચિંતા ઘણી હદ સુધી ઘટી ગઈ છે. દરિયાઈ માર્ગ ચાલુ હોવાનો દાવો ઈરાનના વિદેશ મંત્રાલયે પશ્ચિમી મીડિયા દ્વારા ફેલાયેલા તે અહેવાલોને નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવામાં આવ્યો છે. અધિકારીઓ અનુસાર આ દરિયાઈ માર્ગ પર વેપારિક જહાજોનું આવાગમન નિયમિત રીતે ચાલી રહ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાઓ પણ કાર્યરત છે. Strait of Hormuz વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંથી એક છે, જ્યાંથી વૈશ્વિક ક્રૂડ તેલનો મોટો હિસ્સો પસાર થાય છે. બજારોમાં રાહત ઈરાનના સ્પષ્ટીકરણ બાદ આંતરરાષ્ટ્રીય બજારોમાં તણાવ ઓછો થયો છે.…
















