‘હું નહીં તો…’, કિંગ કોહલીએ પોતે કહ્યું ટીમમાં તેનું સ્થાન કોણ લઈ શકે છે, આ નિવેદને વિશ્વ ક્રિકેટમાં હંગામો મચાવ્યો
ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમને 252 રનનો ટાર્ગેટ આસાન જણાતો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડના બોલરોએ સતત ફટકો મારીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. જોકે, રોહિતે 83 બોલમાં 76 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જે બાદ શ્રેયસ અય્યર (48) અને કેએલ રાહુલ (અણનમ 34)ની શાનદાર બેટિંગે એક ઓવર બાકી રહેતા ભારતને જીત અપાવી હતી. રોહિત શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેની શાનદાર બેટિંગના કારણે જ ટીમે રનનો પીછો કર્યો અને ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. આ પણ વાંચો :- Surat : સુરતમાં વધુ એક પરિણીતાનો આપઘાત, પતિનાં ત્રાસ કંટાળીની જીવન ટુંકાવ્યું વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ કહ્યું :- ચેમ્પિયન બેટ્સમેન વિરાટ કોહલીએ…
Junagadh : વડાપ્રધાન મોદી સાસણ ગીરની મુલાકાતે, ગીરના જંગલમાં કર્યા સિંહ દર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે સાસણ ગીરની મુલાકાતે આવ્યા છે. સાસણ ગીરમાં વડાપ્રધાને સિંહ દર્શન કર્યા છે. વડાપ્રધાને 6થી વધારે સિંહના દર્શન કર્યા છે. પ્રથમ 2 નર સિંહના કર્યા દર્શન અને બાદમાં સિંહ પરિવારના PMએ દર્શન કર્યા હતા. ભંભાફોલ નાકા પાસેથી ખુલ્લી જીપ્સીમાં સિંહ દર્શન કર્યા હોવાની વાત સામે આવી છે. -> પીએમ મોદી ગુજરાતનાં પ્રવાસે :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાત્રિ જામનગર પહોંચ્યા હતા. સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કર્યા બાદ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતા. જ્યાં મંદિરમાં શાસ્ત્રોક્તવિધિ સાથે સોમનાથદાદાનાં દર્શન-પૂજન અને આરતી કરી હતી. ત્યારબાદ હેલિકોપ્ટર મારફતે વડાપ્રધાનનું સાસણમાં આગમન થયું હતું.આજે વહેલી સવારે તેઓએ સિંહ દર્શન કર્યા અને વર્લ્ડ વાઈડ લાઈફની કોન્ફરન્સ પૂર્ણ કરીને…








