Gandhinagar : ગાંધીનગરમાં લાંચિયા અધિકારી સકંજામાં, RTO કચેરીમાં ACBએ છટકું ગોઠવી ઝડપ્યા અધિકારી
ગાંધીનગરમાં લાંચિયા અધિકારી ફરી ACBનાં સકંજામાં આવી ગયા છે. ACBએ છટકું ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યા છે. ACBને અનેક વખત ફરિયાદો મળી હતી હતી ગાંધીનગરની RTO કચેરીમાં વાહનના લાઈસન્સ માટે તેમજ લાઈસન્સ રીન્યુ કરાવવા જેવા કામોમાં લાંચ લેવામાં આવે છે.RTO અધિકારીઓ અરજદાર પાસેથી તેમના કામ પતાવવા રૂપિયાની માંગણી કરે છે. જો અરજદાર તેમના માંગ્યા મુજબ પૈસા આપે તો જ તેમનું કામ થાય છે. આ પણ વાચો :- Ahmedabad : શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં! જૂની પેન્શન યોજના લઈને પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો ACBને ગાંધીનગરની RTO કચેરીમાં ગેરરીતિ ચાલતી હોવાની મળેલ અનેક ફરિયાદ બાદ છટકું ગોઠવ્યું હતું. ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારોની ફરિયાદ છે કે, અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે બહાના કાઢી ઓનલાઈન કામગીરી અર્થે…
Ahmedabad : અમદાવાદમાં અસામાજિક તત્વોની હવે ખેર નહીં, સરખેજમાં ગુનેગારોનાં ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર
અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. બુટલેગરોના ગેરકાયદેસર મકાનો પર ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ અને કોર્પોરેશનના સંકલનથી ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. યાદી મુજબ એક બાદ એક તમામ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. ઉજાલા સર્કલ પાસે રહેતા બુટલેગરોનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો :- રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ સરખેજ ઉજાલા સર્કલ ખાતે રહેતા પાંચ બુટલેગરોની યાદી તૈયાર કરી હતી. યાદી મુજબ પાંચ બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડવામાં આવી રહ્યા છે. આ પાંચ બુટલેગરો સામે સૌથી વધારે ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની…
રોહિત શર્મા 2027માં રમશે ODI! ભારતીય કેપ્ટન ફિટનેસને લઈને આ ખાસ વ્યક્તિ સાથે કામ કરશે, આ રિપોર્ટમાં કરાયો દાવો
ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન એવી ઘણી ચર્ચા હતી કે રોહિત શર્મા ICC ટૂર્નામેન્ટ બાદ નિવૃત્તિ લેશે. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની ટાઈટલ મેચની પૂર્વ સંધ્યાએ જ્યારે શુભમન ગિલ મીડિયાની સામે આવ્યો અને તેને આ સવાલ પૂછવામાં આવ્યો તો ભારતીય વાઇસ કેપ્ટને તેનો ઈન્કાર કરી દીધો. ભારતીય ટીમે ખિતાબ જીત્યા બાદ રોહિત જ્યારે મીડિયાની સામે આવ્યો ત્યારે તેણે પોતાની નિવૃત્તિ વિશે સ્પષ્ટપણે કહ્યું કે તે હજુ નિવૃત્ત થઈ રહ્યો નથી. આ પણ વાંચો :- ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા પછી ટીમો સફેદ જેકેટ કેમ પહેરે છે, જાણો તેનો અર્થ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કર્યાના થોડા કલાકો પછી, રોહિત શર્માએ સત્તાવાર પ્રસારણકર્તા સાથે તેના ભવિષ્ય વિશે ખુલીને વાત કરી. રોહિતે કહ્યું, “અત્યારે, હું વસ્તુઓ જેમ જેમ આવે છે તેમ લઈ રહ્યો છું. મારા…
Surat : સુરતમાં વધુ એક પરિણીતાનો આપઘાત, પતિનાં ત્રાસ કંટાળીની જીવન ટુંકાવ્યું
સુરતમાં પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાના પરિવારજનોએ સાસરિયા માનસિક ત્રાસ આપતા હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આ બનાવની વિગત મુજબ સુરતના પાલ વિસ્તારમાં રેહતી 30 વર્ષીય એકાઉન્ટનટ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિણીતાના ભાઈ અને પિયર પક્ષના લોકોએ સાસરિયાં વાળા માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ પણ વાંચો :- Surat : સુરતમાં માતા-પિતા સાથે પુત્રએ ગટગટાવી ઝેરી દવા, સુસાઇડ નોટમાં કારણ સામે આવ્યું ચોંકાવનારું મળતી માહિતી પ્રમાણે, સુરતના પાલ વિસ્તારમાં આવેલ સોહમ એલીગેન્સ રેસીડેન્સીમાં ડી-બિલ્ડીંગમાં 8મા માળે ઘર નંબર 805માં 30 વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ વરેલીયા પોતાના પરિવાર સાથે રહેતી હતી. રાત્રે અચાનક શિલ્પાબેને ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન…












