Ahmedabad : અમદાવાદમાં અસામાજિક તત્વોની હવે ખેર નહીં, સરખેજમાં ગુનેગારોનાં ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર

અસામાજિક તત્વો સામે પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. બુટલેગરોના ગેરકાયદેસર મકાનો પર ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ અને કોર્પોરેશનના સંકલનથી ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી. યાદી મુજબ એક બાદ એક તમામ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. ઉજાલા સર્કલ પાસે રહેતા બુટલેગરોનું ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :- રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો, નરોડામાંથી ઝડપાઇ નકલી હોસ્પિટલ

સરખેજ ઉજાલા સર્કલ ખાતે રહેતા પાંચ બુટલેગરોની યાદી તૈયાર કરી હતી. યાદી મુજબ પાંચ બુટલેગરોના ગેરકાયદેસર મકાનો તોડવામાં આવી રહ્યા છે. આ પાંચ બુટલેગરો સામે સૌથી વધારે ગુનાઓ નોંધાયેલા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડીમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શંકરપુરા નજીક બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી

નોંધનીય છે કે, અમદાવાદ શહેરના અસમાજીક તત્વો વિરુદ્ધ પોલીસની સખ્ત કાર્યવાહી જોવા મળી રહી છે. 969 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ગેરદાયકેસર બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. ઉપરાંત 232 ગુનેગારોની પૂછપરછ શરુ કરાઈ છે. 20 આરોપીઓ સામે પાસા કરાઈ છે. જ્યારે 271 પ્રોહીબિશનના કેસ કરાયા છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત સરકારમાં વહીવટી ફેરફાર: રૂપવંત સિંઘ બન્યા મુખ્ય રાજ્ય કર કમિશનર, આલોક કુમાર પાંડેને આદિજાતિ વિકાસ કમિશનરની જવાબદારી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે વરિષ્ઠ IAS અધિકારીઓની મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે. વહીવટી તંત્રમાં કરવામાં આવેલા આ ફેરફારો અંતર્ગત રૂપવંત સિંઘ અને આલોક કુમાર પાંડેને નવી જવાબદારીઓ સોંપવામાં આવી…

કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *