Gandhinagar : ગાંધીનગરમાં લાંચિયા અધિકારી સકંજામાં, RTO કચેરીમાં ACBએ છટકું ગોઠવી ઝડપ્યા અધિકારી

ગાંધીનગરમાં લાંચિયા અધિકારી ફરી ACBનાં સકંજામાં આવી ગયા છે. ACBએ છટકું ગોઠવી લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યા છે. ACBને અનેક વખત ફરિયાદો મળી હતી હતી ગાંધીનગરની RTO કચેરીમાં વાહનના લાઈસન્સ માટે તેમજ લાઈસન્સ રીન્યુ કરાવવા જેવા કામોમાં લાંચ લેવામાં આવે છે.RTO અધિકારીઓ અરજદાર પાસેથી તેમના કામ પતાવવા રૂપિયાની માંગણી કરે છે. જો અરજદાર તેમના માંગ્યા મુજબ પૈસા આપે તો જ તેમનું કામ થાય છે.

આ પણ વાચો :- Ahmedabad : શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં! જૂની પેન્શન યોજના લઈને પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો

ACBને ગાંધીનગરની RTO કચેરીમાં ગેરરીતિ ચાલતી હોવાની મળેલ અનેક ફરિયાદ બાદ છટકું ગોઠવ્યું હતું. ગાંધીનગર આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારોની ફરિયાદ છે કે, અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે બહાના કાઢી ઓનલાઈન કામગીરી અર્થે તેમની પાસેથી રૂ.૧૦૦ થી રૂ.૧૦૦૦ સુધીની માંગણી કરવામાં આવે છે. અને એટલે જ આજે ACB અરજદારોની ફરિયાદને પગલે લાંચિયા અધિકારીઓની હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો.

ACBએ લાંચિયા અધિકારીને પકડવા છટકાનું આયોજન હાથ ધર્યું હતું. તેમણે RTO કચેરીમાં પોતાના માણસ મોકલ્યો હતો. કે જેને કોમર્સિયલ વાહન માટે ટેક્સ ભરવાનો હતો. RTO કચેરી ખાતે ACBના ડિકોય ઓનલાઈન કામગીરી માટે જ્યારે અધિકારી (અધિકારી નંબર-1) પાસે ગયો ત્યારે આ અધિકારીએ બીજા અધિકારીને મળવા કહ્યું. જેના બાદ એસીબીનો માણસ બીજા અધિકારીને મળ્યો. તો આ અધિકારીએ કરેક્શન ફોર્મમાં સહી કરી તેને ફરી પહેલા અધિકારી (અધિકારી નં.1) પાસે મોકલ્યો. જેના બાદ પહેલા અધિકારી (અધિકારી નં.1)એ પણ કરેકશન ફોર્મમાં સહી કરી હતી.

આ પણ વાચો :- Gondal : ગોંડલમાં પાટીદાર સમાજમાં રોષ, રેલી દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવા કરાઈ માગ

મળતી માહિતી મુજબ, બંને અધિકારીએ આ કામગીરી માટે અરજદાર પાસેથી 1000 રૂપિયાની માંગણી કરી હતી. બંને અધિકારીઓની માંગણી સ્વકારી અરજદારે તેમને 1000 રૂપિયા આપતો હતો ત્યારે એસીબીએ રેડ પાડી બંને લાંચિયા અધિકારીઓને ઝડપી લીધા હતા. ACBએ ગાંધીનગરની RTO કચેરી ખાતે સ્થળ પર જ લાંચિયા અધિકારીને ઝડપ્યા હતા.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Horoscope : 30 સપ્ટેમ્બર 2026નું રાશિફળ, બુધવાર

Horoscope ♈ મેષ રાશિ કરિયર: અટકેલા કામને આગળ ધપાવવાનો દિવસ છે. ઓફિસમાં તમારી જવાબદારી વધી શકે છે.નાણાં: પરિવારના ખર્ચ અથવા બજેટને લઈને ચર્ચા થઈ શકે છે, તેથી ખર્ચ કરતા પહેલાં હિસાબ ચોક્કસ કરો. પ્રેમ: જીવનસાથી સાથે નાની ગેરસમજ થઈ શકે, પરંતુ વાતચીતથી ઉકેલ આવશે.સ્વાસ્થ્ય: થાક અને ઊંઘની કમીથી બચો.શુભ રંગ: લાલ | શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ કરિયર: કામમાં સ્થિરતા રહેશે. અધૂરું કામ પૂર્ણ કરવા માટે સારો દિવસ છે.નાણાં: પૈસાની બાબતમાં વ્યવહારુ નિર્ણય લેવો લાભદાયક રહેશે. બિનજરૂરી ખરીદી ટાળો.પ્રેમ: સંબંધોમાં વિશ્વાસ વધશે અને પરિવાર તરફથી સહયોગ મળશે.સ્વાસ્થ્ય: આરામ અને નિયમિત દિનચર્યા પર ધ્યાન આપો.શુભ રંગ: સફેદ | શુભ અંક: 6 ♊ મિથુન રાશિ કરિયર: નવી તક અથવા નવા પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. તમારી વાત…

દુબઈથી Mumbai આવતા જ , ₹5.17 કરોડનું કૌભાંડ આચરનાર કુખ્યાત શખ્સ દબોચાયો Breakthrough

કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી Mumbaiઆવતા જ ઝડપાયો: ટાસ્ક ફ્રોડ અને ફેક આઈસગેટ કૌભાંડમાં 3 વર્ષથી ફરાર હતો, બે દિવસમાં ₹5.17 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવ્યા’તા Mumbai: સાયબર ક્રાઇમના એક મોટા કેસમાં ત્રણ વર્ષથી ફરાર આરોપી દુબઈથી Mumbai પરત ફરતા જ પોલીસના હાથે ઝડપાયો હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી ટાસ્ક ફ્રોડ અને કથિત ફેક આઈસગેટ કૌભાંડ સાથે સંકળાયેલો હતો. તપાસમાં આરોપી દ્વારા માત્ર બે દિવસના સમયગાળામાં આશરે ₹5.17 કરોડના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં આરોપીની ભૂમિકા સાયબર છેતરપિંડીના નાણાકીય વ્યવહારો અને બેંક ખાતાઓના ઉપયોગ સાથે જોડાયેલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસથી બચવા માટે વિદેશમાં રહેતો આરોપી દુબઈથી Mumbai આવ્યો ત્યારે જ તપાસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *