વડોદરાના ચોકારી ગામે સીમની ઓરડીમાંથી કાળજું કંપાવતી લાશ મળી | F.I.R |

વૃદ્ધનું ઘડથી માથું અલગ કરી નીપજાવી હત્યા હત્યારાને શોધવા 200 પોલીસકર્મી કામે લાગ્યા પોલીસ માટે પડકાર રૂપ,..હત્યારાની નથી મળી રહી કોઈ કડી પોલીસ વિભાગના ડોગ સ્ક્વોડની ટીમ પણ કામે લાગી વડોદરાના ચોકારી ગામે સીમની ઓરડીમાંથી કાળજું કંપાવતી લાશ મળી | F.I.R | #Vadodara https://t.co/JB7qxUnDuq pic.twitter.com/0oSiRG6XMh — B India (@buletin_india) April 22, 2025 Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Accident: વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 2 ના મોત

રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોના મોત થયા છે. ગઇકાલે મોડી રાત્રે વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે પવન ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે. સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સ બસ પાછળથી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બસની કેબિનમાં બેસેલ 2 વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ પણ વાંચો: વડોદરા: સમતા વિસ્તારમાં ત્રણ માળની રહેણાંક ઇમારત ધરાશાયી , ચાર ઇજાગ્રસ્ત વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી પાસે અકસ્માત થયો હતો. આગળ ટ્રક હતો તેની પાછળ બસ અથડાઈ હતી. બસની કેબીનમાં બેઠેલા બે લોકોના…

વડોદરા પાલિકાના કર્મચારીઓ સેન્ટ્રલ સ્ટોરમાં રમતા હતા જુગાર ! વાયરલ વીડીયોથી ઉઠ્યા અનેક સવાલો

એક તરફ જુગાર સામે પોલીસ લાલ આંખ કરી રહી છે . બીજી તરફ વડોદરામાં પાલિકાના કર્મચારીઓ જ સેન્ટ્રલ સ્ટોરમાં જુગાર રમતા કેમેરામાં કેદ થયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વડોદરા પાલિકાના મુજમહુડ સ્થિત સેન્ટ્રલ સ્ટોરમાં જુગારનો ખેલ ખેલાતો હોવાનો વીડીયો વાયરલ થયો છે. જોકે, વાઇરલ વીડિયોની B India news પુષ્ટિ નથી કરતું. શહેરી વિકાસ માટે રચાયેલ મશીનરી હવે જુગાર માટે વપરાઈ રહી છે એ પ્રકારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાલિકા મજૂમહુડ સ્થિત સેન્ટ્રલ સ્ટોરમાં ફરજ પર હાજર કેટલાક કર્મચારીઓ જુગાર રમતા કેમેરામાં કેદ થયા હોવાના દાવા સાથે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કેમેરો સામે આવતા જ બગડ્યો ખેલ કર્મચારીઓ ફરજને નેવે મૂકી જુગાર રમવામાં મશગુલ જોવા મળ્યા હતા. જેમ જ કેમેરો કાર્યરત થયો, તેમ…

Vadodra: રામના દાસ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ

વડોદરા શહેરના કલાલી ફાટક પાસે આવેલ ભીમનાથ નગર અને સંતોષી વસાહત ખાતે આવેલ રામના દાસ હનુમાનજી મંદિરે સુંદરકાંડ અને ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતી નિમિત્તે અલગ અલગ જગ્યા ઉપર ભંડારા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીજી તરફ વડોદરાના  કલાલી વિસ્તારમાં પણ રામના દાસ હનુમાનજીનું મંદિર આવેલું છે અને રામદેવપીરનું પણ મંદિર આવેલું છે.  જ્યાં હનુમાન જયંતી નિમિત્તે સાત વર્ષથી સુંદરકાંડ અને ભવ્ય મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવતું હોય છે.  ત્યારે આ વર્ષે પણ હનુમાન જયંતી પર સુંદરકાંડનું કરવામાં આવ્યું હતું. ચારથી પાંચ હજાર લોકોએ લીધો ભાગ  રામ નામ દાસ યુવક મંડળ અને ભીમનાથ યુવક પ્રગતિ મંડળ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ચારથી પાંચ હજાર લોકોએ લાભ લીધો હતો. અહેવાલ: વિજય…

વડોદરા: GIPCLને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર થયું દોડતું

રાજ્યમાં સતત બોમ્બની ધમકીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન બોમ્બની ધમકીની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં આવેલી GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી માંલઈ હતી. જેને લઈને તંત્ર દોડતું થયું છે. ધમકીની જાણ પોલીસતંત્રને થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. વડોદરાના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલ ધનોરા ગામ પાસે આવેલ જીઆઈપીસીએલ કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલનેને લઈ દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ વડોદરા શહેર પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાક સુધી સર્ચ કર્યું હતું. કોઈ વાંધાજનક…

વડોદરા : VMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી

અર્પિતા સાગરની કરવામાં આવી બદલી મહીસાગરના કલેકટર તરીકે અર્પિતા સાગરની થઈ બદલી વડોદરા મનપાના ડેપ્યુટી કમિશનર તરીકે ગંગા સિંઘની નિયુક્તિ

ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પતંગ ઉડાવતા દોરી 25000 વોલ્ટના વાયરમાં ફસાતા બાળકોનું મોત

B INDIA વડોદરા વિભાગના રેલ્વે ડિવિઝનના સુરત, વડોદરા, ગેરતપુર, ગોધરા, આણંદ, વિશ્વામિત્રી, એકતાનગર, ભરૂચ, દહેજ, ડભોઇ, અલીરાજપુર, જોબાટ નડિયાદ, મોડાસા તથા ખંભાત રેલ્વે લાઈન ઉપર 25000 વોલ્ટના ચાલું-જીવતા ઇલેક્ટ્રીક વાયર લગા લગાવેલા હોવાથી જો આ તારમાં ફસાયેલા પતંગ-દોરા કાઢવાની કોશિશ કરવામાં આવશે તો તેમ કરતા માનવ જિંદગીનું જોખમ થાય છે. તેમજ પતંગો અને દોરા કાઢવાની કોશિશ કરવાથી 25000 વોલ્ટનો તાર પણ તૂટી શકે છે. આ પ્રકારની પ્રવૃત્તિથી માનવ જિંદગીને ખતરો રહે છે.     –>ત્યારે સુરતમાં પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત:-   ઉત્તરાયણ પહેલા જ દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ધાબા પર પતંગ ઉડાવી રહેલા બાળકને વીજ કરંટ લાગતા તેનું મોત, પરિવારમાં શોકનો માહોલ ફેલાયો. સુરતના સચીન GIDC વિસ્તારમાં 13…

અમદાવાદમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- 2025, 143 પતંગબાજો, 47 દેશોમાંથી લેશે ભાગ..! વધુ વાંચો

B INDIA INTERNATIONAL KITE FESTIVAL :– ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ શહેરની વિશ્વ વિખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન 11થી 14 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. અમદાવાદ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઈટ કાઈટ ફ્લાઈંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાશે. આ ઉપરાંત હેન્ડીક્રાફ્‌ટ્‌સ અને રિફ્રેશનમેન્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે. વિશ્વના 47 દેશોમાંથી 143 અને અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો આ ઉત્સવમાં સામેલ થશે.     આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં 11 જાન્યુઆરી એ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નો પ્રારંભ થશે. 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યૂ…