રાજયમાં ઠંડીનું ઘટયું જોર, જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
રાજ્યમાં પવનની દિશા બદલાતા ઠંડીનું જોર ઘટ્યું છે. વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે,જેમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા માછીમારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. પ્રેસરગ્રેડિયન્ટ વધતા હવામાન વિભાગે આપ્યું છે એલર્ટ તો બીજી તરફ ઉત્તર પૂર્વથી પૂર્વ પવન રહેતા ઠંડીમાં ઘટાડો થશે સાથે સાથે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. -> કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો,અમદાવાદમાં 15 ડિગ્રી, ગાંધીનગરમાં 14.2 ડિગ્રી,કંડલામાં 11.3 ડિગ્રી, ડીસામાં 11.8 ડિગ્રી,રાજકોટમાં 13.3 ડિગ્રી, કેશોદમાં 13.5 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી, ભુજમાં 13.7 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગરમાં 14.4 ડિગ્રી તાપમાન,પોરબંદરમાં 15.2 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી,ભાવનગરમાં 16.5, દ્વારકામાં 16.8 ડિગ્રી તાપમાન…







