ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ન્યુઝીલેન્ડ ટીમને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડીની ઇજાએ વધાર્યુ ટેન્શન

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમના ઘણા મજબૂત ખેલાડીઓ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. હવે ન્યુઝીલેન્ડની ટીમને પણ મોટો ઝટકો લાગે છે. ટીમનો સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત છે, જેના કારણે આ ખેલાડી માટે ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવું મુશ્કેલ માનવામાં આવે છે. દુબઈમાં રમાઈ રહેલી ILT20 લીગમાં ઘણા દેશોના મોટા ખેલાડીઓ રમી રહ્યા છે. જેમાં ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનનું નામ પણ સામેલ છે. લોકી ડેઝર્ટ વાઇપર્સ ટીમ તરફથી રમી રહ્યો હતો. આ સમય દરમિયાન, તે દુબઈ કેપિટલ્સ સાથે રમાયેલી પ્રથમ ક્વોલિફાયર મેચમાં હેમસ્ટ્રિંગની સમસ્યા સાથે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું. જે બાદ લોકી ફર્ગ્યુસનને સ્કેન માટે જવું પડ્યું. લોકી ફર્ગ્યુસન પણ આ ટુર્નામેન્ટમાં ડેઝર્ટ વાઇપર્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા…