સુરતવાસીઓ મહાકુંભ મેળામાં જવા માટે થઈ જાઓ તૈયાર, હર્ષ સંઘવીએ GSRTCની બસ સેવાનો કરાવ્યો પ્રારંભ

B INDIA સુરત : સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે વોલ્વો બસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવો ઝંડો બતાવી બસ રવાના કરવામાં આવી છે. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની શરૂઆત કરવામાં આવી છે. GSRTCની વોલ્વો પ્રીમિયમ બસ 26 ફેબ્રુઆરી સુધી દોડાવવામાં આવશે. -> દરરોજ બે વોલ્વો બસ દોડાવવાનું આયોજન :- દરરોજ બે વોલ્વો બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. સવારે છ અને સવા છ કલાકે સીધી પ્રયાગરાજ જશે. પ્રયાગ રાજ મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારની બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. -> હર્ષ સંઘવીએ કહ્યું કે, વડીલોની મનોકામના પૂર્ણ :- સુરત મહાકુંભ માટે વોલ્વો બસનો પ્રારંભ કરાવતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે,…