Valsad : મધ્યપ્રદેશના કોંગ્રેસી MLA ફુલસિંગ બારીયાના નિવેદનથી સાંસદ ધવલ પટેલ થયા લાલઘૂમ, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

આઝાદ રાઠોડ, વલસાડ/ વલસાડ જિલ્લાના નાનાપોંઢાં ખાતે આયોજિત આદિવાસી મહાસંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આંકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારીયા દ્વારા આદિવાસી સમાજની મહિલાઓ અંગે આપવામાં આવેલા વિવાદિત નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. ધવલ પટેલે જણાવ્યું હતું કે ફુલસિંગ બારીયાએ આદિવાસી મહિલાઓ અંગે આપેલું “આદિવાસી મહિલાઓ પર રેપ કરશો તો સ્વર્ગ મળશે” જેવું નિવેદન અત્યંત શરમજનક અને માનવતા વિરુદ્ધ છે. આવા નિવેદનો કોંગ્રેસની સાચી માનસિકતા દર્શાવે છે, જે આદિવાસી સમાજ પ્રત્યે અપમાનજનક છે. વલસાડના નાનાપોંઢાં ખાતે આદિવાસી મહાસંમેલનમાં સાંસદ ધવલ પટેલનું નિવેદન મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય ફુલસિંગ બારીયાને આપ્યો જવાબ ફુલસિંગ બારીયાએ આપેલા આદિવાસી સમાજની મહિલાઓ માટે આપેલ નિવેદનને ધવલ પટેલે વખોડ્યું.#Politics #Gujarat #Bindia…

ઉનાળુ વેકેશનને લઈ એસ.ટી નિગમનો મહત્વનો નિર્ણય, ફરવા માટે કર્યું આ ખાસ આયોજન

રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે . નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે મુસાફરોને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પુરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉનાળા વેકેશન સમયગાળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર- તરફ અંદાજે 500 ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210 , દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 અને સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસ.ટી નિગમ દ્વારા ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ…

ઉનાળુ વેકેશન લઈને મન ફાવે ત્યાં ફરો નામની યોજના, ગુજરાતનાં કોઈ પણ ખૂણે માત્ર આટલા રુપિયામાં ફરી શકશો

ઉનાળુ વેકેશન લઈને ગુજરાત એસટી નિગમે નવી યોજના બહાર પાડી છે. ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના બનાવી છે. જેને આગામી ઉનાળુ વેકેશન જોતા મૂકવામાં આવી છે જે અંતર્ગત કોઈપણ ગુજરાતી માત્ર રૂપિયા 450 થી લઈ રૂપિયા 1450 સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે. તેમજ સાથે વિશેષ સુવિધા મેળવી શકે છે. આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે” ગુજરાતનાં તમામ એસટી ડેપો પર યોજના લાગુ :- ગુજરાતભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ…

Gandhinagar : હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ, ગુજરાત એસટી નિગમ દ્વારા 1200 બસો દોડાવાશે

આગામી હોળી ધુળેટીનાં તહેવારો દરમિયાન લોકોને સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. આ તહેવારો દરમિયાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે. એમ ગુજરાત એસ.ટી.નિગમની યાદીમાં જણાવાયું છે. નિગમ દ્વારા વિવિધ વાર-તહેવાર તથા ધાર્મિક મેળાઓમાં વધારાની બસોનું સંચાલન કરીને રાજ્યના નાગરિકો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે એ માટે વધારાની પરિવહન સેવા દર વર્ષે પુરી પાડે છે. આ પણ વાંચો :- Ahmedabad : હોળીનાં તહેવારને લઈને સ્પેશિયલ ટ્રેનો દોડશે, ઓનલાઈન ટિકિટ કરી શકાશે બૂક હોળી-ધૂળેટીનાં પર્વને ખાસ વ્યવસ્થા કરાઈ :- નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓમાં નોકરી, વ્યવસાય, મજૂરી અર્થે આવન જાવન કરે છે. વતનથી બીજા જીલ્લામાં સ્થાયી થયેલ હોય તેવા પરિવારો…

Kutch : કચ્છમાં એકસાથે સાત વાહનો વચ્ચે ભયંકર અથડામણ, એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

કચ્છમાં નેશનલ હાઈવે ગોઝારો બન્યો છે એક સાથે સાત વાહનો વચ્ચે ટક્કર થતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર અકસ્માતની વણઝાર જોવા મળી. સાત વાહનોની અથડામણ થતા સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજયું જયારે અન્ય લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની મુશ્કેલીમાં વધારો, વધુ એક કેસમાં કરાઈ ધરપકડ એકસાથે સાત અકસ્માત થતાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે પર એકસાથે સાત વાહનોની અથડામણ થવાની ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ સાથે રવાના થઈ હતી. વહેલી સવારે કટારીયા બ્રિજ નજીકના હાઈવે પર ટ્રેલર પાછળ ટ્રક અને ટ્રક પાછળ ટેમ્પો બાદ એસટી બસ સહિત નાના વાહનો મળી કુલ સાત વાહનોની અથડામણ…

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ: આજથી ST નિગમ દ્વારા કરાઈ ખાસ સુવિધા

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 સુધી પરીક્ષા ચાલશે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમના અધિકારી વિષ્ણુ દવે જણાવ્યું છે કે, “27 ફેબ્રુઆરી 2025થી 17 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે એસ.ટી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી. નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રિપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.” એસટી નિગમને જે તે જિલ્લા વહીવટી તંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલી હતી. હજુ…

રાજકોટ ST વિભાગ સજ્જ , બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે કરી આવી વ્યવસ્થા

પરીક્ષાને ધ્યાને લઈને રાજકોટ ST વિભાગ સજ્જ બન્યું છે. રાજકોટ એસટી વિભાગે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવશે અને વિદ્યાર્થીઓ હોલ ટિકિટ બતાવીને એક્સપ્રેસ બસમાં મુસાફરી કરી શકશે જેથી વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકશે. રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી.ડાંગરે જણાવ્યું કે, બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે શાળાઓને એક્સ્ટ્રા બસની જરૂરિયાત હશે, તેમને પણ બસ ફાળવવામાં આવશે. ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે. આ મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ એસટી વિભાગે આ વિશેષ વ્યવસ્થા કરી છે.