ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ: આજથી ST નિગમ દ્વારા કરાઈ ખાસ સુવિધા

ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ 2025 સુધી પરીક્ષા ચાલશે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

એસટી નિગમના અધિકારી વિષ્ણુ દવે જણાવ્યું છે કે, “27 ફેબ્રુઆરી 2025થી 17 માર્ચ 2025 દરમિયાન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે એસ.ટી. નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી. નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રિપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.”

એસટી નિગમને જે તે જિલ્લા વહીવટી તંત્ર તરફથી 85 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલિત કરવાની માંગણી મળેલી હતી. હજુ પણ માંગણી મળે તે મુજબ વધારાની બસો ચલાવવામાં આવશે. એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે તમામ જિલ્લા લેવલના વિભાગોને પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપી એક્સ્ટ્રા બસો ચલાવવા અને સમયસર બસો ચલાવવા તાકીદની સૂચના આપવામાં આવી છે. અને એસટી નિગમના દરેક વિભાગો ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

Related Posts

પૂર્વ વિસ્તારમાં પોલીસનો સપાટો: Vatva મહિલા બુટલેગરોને દારૂ પહોંચાડવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ સહિત કન્ટેનર ઝડપાયું 1 Unyielding Security Measures

પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં 5 સ્થળેથી દારૂ ઝડપાયો: Vatvaની મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલા ઝડપાઈ, SP રિંગ રોડ પરથી કન્ટેનર ઝડપાયું Vatva અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે પોલીસે એક જ દિવસમાં અલગ-અલગ પાંચ સ્થળે કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને Vatva વિસ્તારમાં મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત SP રિંગ રોડ પરથી એક કન્ટેનર પણ ઝડપાયું હોવાનું જાણવા મળ્યું છે. એક જ દિવસમાં પાંચ અલગ-અલગ સ્થળે દારૂ ઝડપાતા પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ…

Gujarat Weather Alert 2026: ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં નવો રાઉન્ડ.. Relentless Monsoon Fury..

Gujaratમાં વરસાદનું એલર્ટ: અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા, કેટલાક ભાગોમાં તેજ પવન અને ગાજવીજની આગાહી અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ; IMDના સ્થાનિક અનુમાન મુજબ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ Gujaratમાં ચોમાસાની સિઝન અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના ઉપલબ્ધ સ્થાનિક અનુમાન મુજબ 16 સપ્ટેમ્બરે Gujaratના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અગાઉના દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. IMDના સ્થાનિક રિપોર્ટ મુજબ 15 સપ્ટેમ્બરના અગાઉના 24 કલાકમાં અમદાવાદમાં 50 મિમી વરસાદ નોંધાયો હતો. 16 સપ્ટેમ્બરે શહેરમાં સામાન્ય રીતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *