નેપાળમાં વિનાશક પૂરથી હાહાકાર: 157નાં મોત, 750થી વધુ લોકો લાપતા; બિહાર અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ
નેપાળના હિમાલયી વિસ્તારમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડથી ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી આપદામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 157 લોકોના મોત થયા છે, જ્યારે 750થી વધુ લોકો લાપતા હોવાના અહેવાલ છે. લાપતા લોકોમાં 133 ભારતીય નાગરિકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. અનેક ગામો, રસ્તાઓ, પુલો અને વીજ પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે. બચાવ અને રાહત કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ આપદાની અસર હવે ભારત સુધી પહોંચવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે બિહાર અને ઉત્તર પ્રદેશને હાઈ એલર્ટ પર રાખ્યા છે. ગંડક નદીના જળસ્તરમાં વધારો થતાં બિહારના અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્રને સતર્ક કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને NDRF સહિતની રાહત ટીમોને તૈયાર રાખવામાં આવી…
બિહાર : ભાગલપુરમાં ગંગા નદીમાં 21 શ્રમિકો સાથે બોટ પલટી : 19નો બચાવ, 2 લાપતા
બિહારના ભાગલપુર જિલ્લામાં બુધવારે ગંગા નદીમાં એક મોટી બોટ દુર્ઘટના સર્જાતા ખળભળાટ મચી ગયો હતો. નવગછિયા વિસ્તારમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે જઈ રહેલા 21 શ્રમિકોને લઈને જળ સંસાધન વિભાગની બોટ અચાનક તેજ પ્રવાહમાં પલટી ગઈ હતી. દુર્ઘટના બાદ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. અત્યાર સુધીમાં 19 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બે શ્રમિકો હજુ પણ લાપતા છે. SDRFના ગોતાખોરો દ્વારા બંને લાપતા શ્રમિકોની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બપોરે 2:30 વાગ્યે બની બોટ દુર્ઘટના મળતી માહિતી પ્રમાણે, નવગછિયાના રાઘોપુર વિસ્તારમાં પાળ તૂટ્યા બાદ પૂર રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે જળ સંસાધન વિભાગ સાથે જોડાયેલા શ્રમિકો બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ…
ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા
કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…
સુરતના અંબિકામાં મેઘ તાંડવ: 18 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર, દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા અનુસાર, 31 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી રાજ્યના 201 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદથી આ દરમિયાન સૌથી વધુ અસર સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં જોવા મળી હતી, જ્યાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સતત વરસાદના કારણે રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદથી અંબિકામાં સ્થિતિ ગંભીર સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં મેઘરાજાએ ભારે તાંડવ મચાવ્યું હતું. થોડા કલાકોમાં જ 18…
ભારે વરસાદ અને આકાશી વીજળીથી કેવી રીતે બચશો?, નિષ્ણાતોની મહત્વપૂર્ણ સલાહ
ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ આકાશી વીજળીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જાનમાલનું નુકસાન ટાળવા માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી બની જાય છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાતોએ નાગરિકો, ખેડૂતો અને પશુપાલકો માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી છે. સમયસર ચેતવણી અને યોગ્ય સાવચેતી અપનાવવામાં આવે તો મોટાભાગની દુર્ઘટનાઓને ટાળી શકાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આકાશી વીજળી અને ભારે વરસાદ દરમિયાન સાવચેતી જ સૌથી મોટું રક્ષણ છે. ભારત સરકારની સત્તાવાર Damini App મોબાઇલમાં ડાઉનલોડ કરીને વીજળી અંગે અગાઉથી ચેતવણી મેળવી શકાય છે. ઉપરાંત કોઈપણ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ સેવા અને 1070 અથવા 1077 ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે. વરસાદમાં ઘરની અંદર હોવ…
વરસાદી સંકટને પગલે ગુજરાત હાઈ એલર્ટ: અમદાવાદમાં શાળાઓ બંધ, આર્મી-નેવી-એરફોર્સ સ્ટેન્ડબાય
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને મેયરે સમગ્ર તંત્રને 24 કલાક હાઈ એલર્ટ પર રહેવા તેમજ તમામ ઝોનમાં વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા સૂચના આપી છે. વરસાદની આગાહીને પગલે નાગરિકોને ઘરમાં રહેવાની અપીલ વરસાદને લઇ AMC દ્વારા નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આગામી બે દિવસ સુધી બિનજરૂરી બહાર ન નીકળવા અને…
ગુજરાતમાં 40,500 લોકોનું સ્થળાંતર, 1,100 રસ્તા બંધ; 2,637 લોકોનું રેસ્ક્યુ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને પહોંચી વળવા માટે સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિ, અસરગ્રસ્ત વિસ્તારો અને રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ તંત્રને સતત એલર્ટ રહેવા અને જરૂરિયાતમંદ લોકો સુધી તાત્કાલિક મદદ પહોંચાડવા સૂચના આપી છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાએ રાજ્યની વરસાદી સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તમામ વિભાગોને સતર્ક રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા માટે…
















