ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ, અમદાવાદનાં આજે આ રૂટ રહેશે બંધ

અમદાવાદ શહેરમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાવવાની છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કેટલાક રૂટ પર તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત-ડાયવર્ઝન અને વૈકલ્પિક માર્ગને લઈને જાણકારી આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં IPLની મેચને લઈને મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. 25, 29 માર્ચ, 9 એપ્રિલ, 2જી મે અને 14 મેના રોજ યોજાનારી આગામી IPL ની ડે-નાઈટ ક્રિકેટ મેચો રમાવવાની છે. GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને સવારના 6.20 વાગ્યાથી મધ્યરાત્રિના 12.30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. –>શહેરનાં આ રૂટ બંધ રહેશે:- અમદાવાદ શહેરના જનપથ…

અમદાવાદનો SP રિંગરોડ બન્યો કાળમૂખો..! મંદિરેથી દર્શન કરીને આવી રહેલા દંપતીનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત

B INDIA AHMEDABAD : અમદાવાદનાં SP રિંગરોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વસ્ત્રાલ રિંગરોડ પરથી પાંજરાપોળ ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. બેફામ આવતા એક ટ્રકચાલકે દંપતીને અડફેટે લીધા હતા.અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. રામોલ અને આઇ ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.     અમદાવાદના SP રિંગરોડ પર શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત મંદિરેથી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો ટ્રકે દંપતીને અડફેટે લેતાં બંનેનું ઘટનાસ્થળ પર જ મોત અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક…