બેટિંગ એપ પ્રમોશન કેસ: પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા અને રાણા દગ્ગુબાતીએ FIR પર નિવેદન આપ્યું
તેલંગાણામાં ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનને પ્રોત્સાહન આપવા બદલ અભિનેતા વિજય દેવેરાકોંડા, પ્રકાશ રાજ અને રાણા દગ્ગુબાતી સહિત 25 સેલિબ્રિટી અને પ્રભાવકો સામે FIR નોંધવામાં આવી હતી. હવે આ આરોપો અંગે આ સેલેબ્સની પ્રતિક્રિયાઓ સામે આવી છે. પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને આ મામલે પ્રતિક્રિયા આપી છે, જ્યારે વિજય અને રાણા દગ્ગુબાતીની ટીમ દ્વારા નિવેદનો જારી કરવામાં આવ્યા છે. પ્રકાશ રાજે સ્પષ્ટતા આપી :- પ્રકાશ રાજે X પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કહે છે કે- “આ લગભગ 8-9 વર્ષ પહેલા થયું હતું, અને ત્યારથી મેં ઓનલાઈન જુગારને પ્રોત્સાહન આપતી કોઈ જાહેરાત કરી નથી. હવે, 2021-22 માં આ કંપની કોઈ બીજાને વેચાઈ ગઈ હશે અને જ્યારે તેઓએ મારા આ ફોટા કોઈ…







