DJના તાલે 2026ના વધામણાં, ગુજરાતમાં તો વરસાદી માહોલ વચ્ચે યુવાધન હિલોળે ચડ્યું

દુનિયાભરના લોકો માટે નવા વર્ષની રાત્રિ હંમેશા ખાસ હોય છે, અને 2026નું સ્વાગત પણ એ જ ઉત્સાહ સાથે થઈ રહ્યું છે. સમય ઝોન પ્રમાણે ધરતીના અલગ-અલગ ખૂણાઓમાં નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. સૌથી પહેલા પ્રશાંત મહાસાગરમાં આવેલા નાનકડા દ્વીપીય દેશ કિરિબાતીના કિરિટીમાટી આઇલેન્ડ પર 2026ની પહેલી સવાર ઉગતી જોવા મળી, જ્યાં લોકોએ પરંપરાગત ઉત્સવો અને ખુશીના માહોલ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. ન્યૂઝીલેન્ડના ચાથમ આઇલેન્ડ અને ઓકલેન્ડમાં પણ નવાં વર્ષની ઉજવણી ઉત્સાહથી ભરી હતી. સ્કાય ટાવર આસપાસ હજારો લોકો ભેગા થયા અને રોશની, સંગીત અને આનંદ સાથે નવા વર્ષને વંદન કર્યું. એશિયામાં ચીન અને સિંગાપુર જેવા શહેરોમાં કાઉન્ટડાઉન અને ભવ્ય આતશબાજી સાથે ઉજવણી જોવા મળી. જાપાનમાં 31 ડિસેમ્બરના રોજ બૌદ્ધ મંદિરોમાં 108 ઘંટની પરંપરા મુજબ…

રાજ્યના TET ઉમેદવારો માટે સારા સમાચાર: 2 વર્ષના વિલંબ પછી 133 કેન્દ્ર પર TET પરીક્ષાની જાહેરાત

રાજ્યના શિક્ષક બનવા ઈચ્છતા TET (Teacher Eligibility Test) ઉમેદવારો માટે મોટા સમાચાર આવ્યા છે. 2 વર્ષના લાંબા વિરામ બાદ રાજ્યમાં TET પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ પગલાથી વિદ્યાર્થીઓની લાંબી રાહત અને આતુરતાનો અંત આવ્યો છે. પરીક્ષા વિગતો કુલ ઉમેદવારો: રાજ્યભરમાંથી અંદાજે 1 લાખથી વધુ અમદાવાદમાં ઉમેદવારો: 26,381 પરીક્ષા કેન્દ્ર: 133 અવધિમાં વધારો: પરીક્ષાના સમયમાં 30 મિનિટનો વધારો શહેરો: અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ આયોજન અને સંચાલન રાજ્યના મુખ્ય શહેરોમાં પરીક્ષા સજ્જ રીતે આયોજન કરવામાં આવી રહી છે. 133 કેન્દ્રો પર પરીક્ષાનું સંચાલન કરીને વિદ્યાર્થીઓને સરળતાથી ભાગ લેવા સુવિધા આપવામાં આવશે. આ વર્ષના TET પરીક્ષા આયોજનને લઈને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER :…

રાજકોટના છાપરામાં ફૂડ પાર્ક થયું લોન્ચ : ભારતના ફૂડ પ્રોસેસિંગ નકશામાં સૌરાષ્ટ્રને મજબૂત સ્થાન અપાવશે ફૂડ પાર્ક

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની નોડલ એજન્સી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટના છાપરા ગામમાં સ્થાપિત થનારા નવા એગ્રો ફૂડ પાર્કનું અનાવરણ થતાં સૌરાષ્ટ્રના કૃષિ ઉદ્યોગ ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. આ પહેલ રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની હાલની મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા અને નોંધપાત્ર રોકાણ આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા એક વ્યૂહાત્મક પગલું છે. GIDC ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોની વ્યવસ્થિત સ્થાપના અને સંગઠન સુનિશ્ચિત કરવા જરૂરી માળખાકીય સુવિધાઓ જેમકે, રસ્તા, પાણી, વીજળી, વેરહાઉસ, તાલીમ કેન્દ્રો, કલ્વર્ટ, ઓવરબ્રિજ જેવી આધુનિક ટેક્નોલોજીની સાથોસાથ ઉદ્યોગક્ષેત્રનું સુઘડ સંગમ આ ફૂડ પાર્ક દ્વારા સાકાર થવાનો છે. ગુજરાત આજે દેશના ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં અગ્રણીઓમાં સ્થાન ધરાવે છે. કેળા, બટાટા, બાજરી અને ભીંડા જેવા પાકોના કુલ 20…

રાજકોટમાં સરકારી શિક્ષકોની હેવાનિયત, યુવતી પર દુષ્કર્મ, ન્યૂડ ફોટા વડે બ્લેકમેલિંગ કરી લખો પડાવ્યા

રાજકોટ શહેરમાં માનવતા શર્મસાર બને તેવી ચોંકાવનારી ઘટના બહાર આવી છે. પડધરીની સરકારી શાળાના શિક્ષક મુકેશ સોલંકી અને મોરબીની સરકારી શિક્ષિકા પ્રીતિ ઘેટીયા દ્વારા એક યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ સાથે, આરોપીઓએ યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી કુલ ₹4.25 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઓળખાણથી લઈને ફસાવવાની આખી કાવતરાખોરી ફરિયાદ મુજબ, ભોગ બનનાર યુવતીની શરૂઆત પ્રીતિ ઘેટીયા સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ પ્રીતિએ યુવતીનો પરિચય મુકેશ સોલંકી સાથે કરાવ્યો. બંનેએ મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને યુવતીને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક આવેલા પ્રીતિના ફ્લેટ પર બોલાવી હતી. ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ મુકેશ સોલંકી દ્વારા દુષ્કર્મ કરાયું હતું. ન્યૂડ ફોટા…

ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો: 20 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, જાણો વિગત

ગુજરાતમાં શિયાળાની ઠંડી ધીમે ધીમે પકડ જમાવી રહી છે. હવામાન વિભાગના તાજા આંકડા અનુસાર, રાજ્યના 20 જેટલા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો છે. તેમાં અમરેલીમાં સૌથી ઓછું 13.2°C, જ્યારે અમદાવાદમાં 15.5°C અને ગાંધીનગરમાં 14.5°C તાપમાન નોંધાયું છે. હવામાન નિષ્ણાતોના મતે, ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા હોવાથી આવનારા દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે. રાજકોટ, મહુવા, કેશોદ, કંડલા અને વડોદરા સહિતના વિસ્તારોમાં પણ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. ઉત્તર ભારતમાં પણ ઠંડીનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડી અને શીતલહેરની ચેતવણી IMD દ્વારા જારી કરવામાં આવી છે. રાજસ્થાનના સીકરમાં તો તાપમાન 7°C સુધી નીચે ઉતર્યું છે, જ્યારે મધ્યપ્રદેશના રાજગઢમાં પણ 7°C નોંધાયું છે.…

રાજ્ય ચૂંટણી આયોગે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અનામત બેઠકો ફાળવી, જાણો વિગત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે 6 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરી દીધી છે. આ સાથે જ મનપાની રોટેશન યાદી અને અનામત વર્ગવાર બેઠક ફાળવણી યાદી પણ જાહેર કરી છે. કયા શહેરોમાં ફાળવણી થઈ? રાજ્ય ચૂંટણી આયોગે નીચેની 6 મહાનગરપાલિકાઓમાં અનામત બેઠકોની ફાળવણી કરી છે: – અમદાવાદ – સુરત – વડોદરા – રાજકોટ – ભાવનગર – જામનગર તે ઉપરાંત, બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા માટે પણ અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વિગતવાર ફાળવણી અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. આ 192 બેઠકોમાંથી: – 133 બેઠકો અલગ-અલગ અનામત વર્ગોને ફાળવાઈ છે – 59 બેઠકો સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી…

રાજકોટ જિલ્લામાં અકસ્માત: ઉપલેટા શહેરમાં 2 ઇંચ ભારે વરસાદથી વર્ષો જૂનુ બંધ મકાન ધરાશાયી

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ગઈ રાત્રે પડેલા ભારે વરસાદના કારણે એક જૂનુ અને લાંબા સમયથી બંધ મકાન તૂટી પડ્યું છે. સવારે વહેલી તડકે બનેલી આ ઘટના લોકોમાં ચકચાર ફેલાવી છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગઈ રાત્રે ઉપલેટા પંથકમાં આશરે 2 ઇંચ જેટલો ભારે વરસાદ થયો હતો, જે અચાનક શહેરમાં પૂરવર્ષા જેવા પરિસ્થિતિ સર્જી. આ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ભારે વરસાદ અને ભેજના કારણે ઉપલેટા શહેરના એક જર્જરિત મકાનની છત અને કાટમાળ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ મકાન વર્ષો જૂનું અને લાંબા સમયથી બંધ હતું, જેના કારણે કોઈપણ વ્યક્તિના મોત કે ઘાયલ થવાના આશંકા ટાળી શકાય. ઘટનાની જાણ થતાં ઉપલેટા વહીવટ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા…

રાજકોટ ભાજપના કોર્પોરેટરે તણાવભર્યા વાતાવરણમાં પણ જોયો રાજકીય લાભ ! કરી આ પોસ્ટ અને મામલો પહોંચ્યો પ્રદેશ કક્ષાએ…

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભર્યા વાતાવરણને લઈ સમગ્ર દેશ એક થઈ અને પાકિસ્તાન સામે જાણે મોરચો માંડ્યો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે બીજી તરફ હવે યુદ્ધ વિરામની જાહેરાત થઈ છે. આ દરમિયાન રાજકોટ ભાજપના એક કોર્પોરેટરની પોસ્ટથી વિવાદ સામે આવ્યો છે. RAJKOT BJP નામના ગ્રૂપમાં કોર્પોરેટર ચેતન સુરેજાએ પોસ્ટ મૂકી હતી કે, ‘240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે, જો આખું જોવું હોય તો 400 સીટ આપવી પડે…(જો આ પાછું નવું આવ્યું).’ RAJKOT BJP નામના વોટ્સએપ ગ્રૂપમાં વોર્ડ નં.10ના ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજાએ એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટે રાજકોટ શહેર ભાજપના ટોચના હોદ્દેદારોને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધા છે. ભાજપના આ ગ્રૂપમાં 462 જેટલા સભ્ય છે જેમાં રાજકોટના ચારેય ધારાસભ્ય, તમામ કોર્પોરેટર ઉપરાંત…

સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! | F.I.R | #rajkot

સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! સમાજને કલંકિત કરતી ઘટના! રંગીલા રાજકોટમાં ફરી ભદ્ર સમાજને કલંકિત કરતી ઘટના દીકરી સમાન પુત્રવધૂ સાથે સસરાએ કર્યાં અડપલાં રાજકોટમાં સસરો બન્યો હેવાન… પુત્રવધૂ પર બગાડી દાનત સમાજને કલંકિત કરતી ઘટના! સમાજને કલંકિત કરતી ઘટના આવી સામે.! | F.I.R | https://t.co/EFqTkPj8jJ#rajkot #gujarat #crime #Bindia #gujaratpolice #rajkotpolice @GujaratPolice pic.twitter.com/WZdmWgaZhh — B India (@buletin_india) April 22, 2025

હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો

ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગોંડલ પોલીસે પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ગોંડલ હની ટ્રેપ કેસમાં ગોંડલ પોલીસ પદ્મિનીબા વાળાની પૂછપરછ શરૂ કરશે. બીજી તરફ ફરાર મુખ્ય આરોપી સુધી પહોંચવાનો પોલીસ પ્રયાસ કરશે. ગોંડલ પોલીસે હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી દૂર છે. પોલીસે પદ્મિનીબા ઉપરાંત સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા,અને હિરેન દેવડીયાની ધરપકડ કરી છે. જાણો શું છે મામલો ગત વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું હતું. આ સાથે જ ક્ષત્રિય આંદોલનથી સતત ચર્ચામાં રહેલા અને વિવાદમાં રહેતાં ક્ષત્રિય સમાજનાં મહિલા નેતા પદ્મિનીબા વાળા વિરુદ્ધ ગોંડલના જેતપુર રોડ પર રહેતા રમેશ અમરેલિયા…