દુબઈમાં પાકિસ્તાની દ્વારા તલવારથી હુમલો, તેલંગાણાના બે લોકોના મોત

દુબઈમાં એક ભારતીય બેકરીમાં કામ કરતા ત્રણ ભારતીય કામદારો પર તલવારથી થયેલા હુમલામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હુમલો એક પાકિસ્તાની નાગરિક દ્વારા કરવામાં આવ્યો હોવાનો પરિવારનો આરોપ છે, જેમાં હુમલાખોરે હુમલાના સમયે ધાર્મિક સૂત્રોચ્ચાર કર્યો હતો. શું બન્યું? મળતી માહિતી મુજબ ઘટનાની નોંધ 11 એપ્રિલે લેવાઈ હતી, જ્યારે દુબઈની એક બેકરીમાં ત્રણ ભારતીયો પર તલવારથી અચાનક હુમલો કરવામાં આવ્યો. હુમલામાં અષ્ટપુ પ્રેમસાગર (ઉ.વ. 35), નિવાસી સોન ગામ, નિર્મલ જિલ્લો, તથા શ્રીનિવાસ, નિવાસી નિઝામાબાદના ઘટના સ્થળે જ મોત થયા. ત્રીજો શખ્સ, સાગર ગંભીર રીતે ઘાયલ થયો છે અને દુબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિતોના પરિવારજનો અનુસાર, પાકિસ્તાની હુમલાખોરે હુમલાની પહેલા અને દરમ્યાન ધર્મસંબંધિત સૂત્રોચ્ચાર કર્યો હતો, જેને કારણે…

બાબર આઝમ કે ઈન્ઝમામ ઉલ હક નહીં, આ પાકિસ્તાની ખેલાડી હરભજન સિંહનો ફેવરિટ છે

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનના વર્તમાન ODI કેપ્ટન મોહમ્મદ રિઝવાન જે રીતે બેટિંગ કરી છે તેની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓફ સ્પિનર ​​હરભજન સિંહ પણ તેના દિવાના થઈ ગયા છે. ‘ટર્બનેટર’ના નામથી પ્રખ્યાત ભજ્જીએ 32 વર્ષીય વિકેટકીપર બેટ્સમેનના વખાણ કર્યા અને કહ્યું કે તે પાકિસ્તાનના ODI કેપ્ટન મોહમ્મદ રિઝવાનને ખૂબ પસંદ કરે છે. કારણ કે બેટિંગ કરતી વખતે તેનો અભિગમ સકારાત્મક રહે છે અને તે ખુલીને રમે છે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે હરભજન સિંહે કહ્યું, ‘તો, રિઝવાન છે. મને તે એક ખેલાડી તરીકે ગમે છે. તે સકારાત્મક વિચારસરણી ધરાવતી વ્યક્તિ છે અને ખુલ્લેઆમ રમે છે. આ પણ વાંચો :- બાબર આઝમની ટીકા કરવા બદલ પાકિસ્તાનમાં આ ખેલાડીને કહેવામાં આવી…

‘જો તમારે ભારતને હરાવવા હોય તો…’, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા શોએબ અખ્તર અને શોએબ મલિકના નિવેદને હંગામો મચાવ્યો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું છે. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમને ફાઇનલમાં પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમનો ICC ટૂર્નામેન્ટમાં ભારત સામે સારો રેકોર્ડ છે. ન્યૂઝીલેન્ડે 2000 ચેમ્પિયન્સ ટ્રોફી, 2019 ODI વર્લ્ડ કપ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જેવી તમામ મોટી મેચોમાં ભારતને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં તેઓ ફરી એક વખત મોટો અપસેટ ખેંચવાનો પ્રયાસ કરશે. આ પણ વાંચો :- ફાઈનલ પહેલા સની ગાવસ્કરનું સનસનાટીભર્યું નિવેદન “ચાર મેચ જીતવા છતાં ટીમ ઈન્ડિયા હજુ પણ છે…” શોએબ અખ્તર…

‘તે જોકર છે’, જેસન ગિલેસ્પીએ આકિબ જાવેદ પર લગાવ્યો મોટો આરોપ, પાકિસ્તાની ક્રિકેટમાં હલચલ મચી ગઈ.

એક તરફ પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી અને સેમીફાઈનલમાં પણ નથી પહોંચી શકી તો બીજી તરફ પૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ પાકિસ્તાનના વચગાળાના કોચ આકિબ જાવેદ પર મોટો આરોપ લગાવ્યો છે. જેસન ગિલેસ્પીએ આકિબ જાવેદ પર ગેરી કર્સ્ટન અને મને પાકિસ્તાન ટીમમાંથી અલગ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. આપને જણાવી દઈએ કે, ગિલેસ્પીને એપ્રિલ 2024માં પાકિસ્તાન ટીમ માટે રેડ-બોલ ક્રિકેટના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, આઠ મહિનામાં તેણે પીસીબી સાથે સંબંધ તોડી નાખ્યો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા પાકિસ્તાન ટીમથી અલગ થયાના લગભગ ત્રણ મહિના બાદ ગિલેસ્પીએ સોશિયલ મીડિયા પર આકિબ જાવેદ વિશે કેટલીક એવી વાતો લખી…