Elon Muskએ બદલી પોતાની યોજના, હવે મંગળ પહેલાં ચંદ્ર પર શહેર બનાવવાની તૈયારી
Elon Musk એ એક મોટી જાહેરાત કરી છે. મસ્કે કહ્યું છે કે SpaceX હવે મંગળ પર શહેર સ્થાપિત કરતા પહેલા ચંદ્ર પર આત્મનિર્ભર શહેર સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ SpaceX પર પોસ્ટ કરતા, કંપનીના સ્થાપક અને CEO Elon Musk એ જણાવ્યું હતું કે ચંદ્ર પર ‘સ્વ-વિકાસશીલ’ શહેર બનાવવાનું લક્ષ્ય 10 વર્ષથી ઓછા સમયમાં પ્રાપ્ત કરી શકાય છે, જ્યારે મંગળ પર આવું કરવામાં 20 વર્ષથી વધુ સમય લાગી શકે છે. મસ્કે એ પણ સ્પષ્ટતા કરી કે સ્પેસએક્સ મંગળ પર શહેર બનાવવાના તેના પ્રયાસો ચાલુ રાખશે, પરંતુ તે લગભગ પાંચથી સાત વર્ષમાં શરૂ થશે. હાલમાં, કંપનીની પ્રાથમિકતા ચંદ્ર પર માનવ વસાહતો સ્થાપવાની છે. આ જાહેરાત તાજેતરના દિવસોમાં કરવામાં આવી છે, જ્યારે સ્પેસએક્સે…







