લીંબડી ખાતે તાલુકા (ઘટક) કક્ષા નો પોષણ ઉત્સવ ૨૦૨૪ નો કાર્યક્રમ યોજાયો
આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમ શાળા નંબર 3 ખાતે યોજાયો જેમાં મહાનુભાવો લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી ચેરમેન ડી. ડી.ઓ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર ,હોમ સાયન્સ કોલેજ પ્રોફેસર, સી.એમ.ટી.સી ન્યૂટ્રીશન સખી વન સ્ટોપ, તાલુકા વિસ્તાર અધિકારી તેમજ આઇ.સી.ડી.એસ. સી.ડી.પી.ઓ,સુપરવાઈઝર બહેનો, પી.એસ.ઇન્સ,આંકડા મદદનીશ, પોષણ અભિયાન કો.ઓર્ડી, ન્યુ ટ્રીશન, અને આંગણવાડી હેલ્પ વર્કર, બહેનો, લાભાર્થીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે CDPO, સુપરવાઈઝર ઘટક સ્ટાફ તથા વર્કર અને હેલ્પરે જહેમત ઉઠાવી હતી. આ પોષણ ઉત્સવ દરમ્યાન કુલ ૩૬ જેટલા સ્પર્ધકોએ ભાગ લઈ વાનગીઓ બનાવી હતી. જેમાંથી મિલેટ /THR વાનગીના 3 – 3 નંબર મેળવનાર વિજેતાને ઈનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.…
લીંબડી: મુસ્લિમ ભાઈ-બહેનોમાં ઉર્ષની ઉજવણી
B INDIA : સુરેન્દ્રનગર લીંબડી શહેરમાંથી મુસ્લિમ ભાઈ-બહેનો ભડીયાદપીરમાં ઉર્ષ ઉજવણી ભાગ રૂપે દરગાહે માટે પગપાળાથી જવા રવાના થયેલ. જ્યારે વઢવાણ, ધ્રાંગધ્રા, મોરબી, સુરેન્દ્રનગર, હળવદ તમામ મુસ્લિમ સમાજ ના બિરાદરો દ્વારા ભાઈ બહેનો ભડીયાદ પીર ની દરગાહ ખાતે કોમી એકતા પ્રતિક સમાન હજરત શહીદ મેહમુદ શા બુખારી નાં ઉર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.. ત્યારે ધંધુકા ખાતે નાં ભડીયાદ પીર ઉર્ષ માં જવા માટે તો હળવદ, વઢવાણ, સુરેન્દ્રનગર, મોરબી, ધ્રાંગધ્રાનાં મુસ્લિમ સમાજના ભાઈ ઓ તેમજ બહેનો પગપાળા ચાલી ને લીંબડી ખાતે રાતના સમયે આવી પહોંચેલ અને લીંબડી મુસ્લિમ સમાજ કમિટી દ્વારા ફૂલહાર થી સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ તેમના દ્વારા ભોજન, ઠંડા પાણી, શરબત પીરસવામાં આવેલ હતું. જ્યારે લીંબડી શહેર મુસ્લિમ સમાજ ના…








