તહવ્વુર રાણાએ NIA પાસેથી શું માંગ્યું? થઈ રહી છે દરરોજ 10 કલાક પૂછપરછ
મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓ દ્વારા હુમલા પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરવા માટે દરરોજ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે. રાણાને ગયા અઠવાડિયે અમેરિકાથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. સોમવારે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે NIA અધિકારીઓ રાણાની તબીબી તપાસ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને તેમના વકીલને મળવાની પણ મંજૂરી આપવામાં આવી રહી છે. શુક્રવારે સવારે દિલ્હીની એક કોર્ટે તેને અમેરિકાથી પ્રત્યાર્પણ કર્યા બાદ 18 દિવસની કસ્ટડી માટે તપાસ એજન્સીને સોંપ્યો હતો. આ પણ વાંચો: શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું 8-10 કલાક થઈ રહી છે પૂછપરછ સૂત્રોએ જણાવ્યું હતું કે 2008માં લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલા પાછળના મોટા…
દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ દ્વારકાનાં પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે શિવલિંગને દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસે સ્કુબા ડાઇવિંગ ટીમ સાથે મળીને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ પણ વાંચો :- Mahashivaratri 2025: મહાશિવરાત્રી મેળાનો 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આણંદ માણ્યો પોલીસે ટેકનિકલ અને સૂત્રોની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા. જેમાં મહેન્દ્ર, વનરાજ, મનોજ અને જગતની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોરીમાં પરિવારની ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. દ્વારકાના એસપી નીતિશ પાંડેએ જણાવ્યું હતું કે, બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસે ઘરમાંથી ચોરાયેલું શિવલિંગ પણ કબજે…








