દુશ્મનોના શ્વાસ થંભી જશે: 114 ‘રાફેલ’ અને ‘સ્કેલ્પ’ મિસાઈલથી સજ્જ થશે ભારત
ભારતીય આકાશ હવે પહેલાં કરતા વધુ સુરક્ષિત અને અભેદ્ય બનવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયની આવતીકાલે યોજાનારી સંરક્ષણ સંપાદન પરિષદની બેઠક ભારતની સૈન્ય શક્તિ માટે માઈલસ્ટોન સાબિત થશે. આ બેઠકમાં 114 મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ માટેના સોદાને લીલી ઝંડી મળે તેવી પ્રબળ શક્યતા છે, જેમાં ફ્રાન્સના ‘રાફેલ’ સૌથી મજબૂત દાવેદાર છે. વાયુસેના હાલમાં 42 સ્ક્વોડ્રનની જરૂરિયાત સામે માત્ર 29 સ્ક્વોડ્રન સાથે કામ કરી રહી છે, ત્યારે આ મેગા ડીલ ચીન અને પાકિસ્તાન બંને મોરચે ભારતનો હાથ ઉપર રાખશે. સ્કેલ્પ મિસાઈલ: આ સોદાની સૌથી મહત્વની કડી ‘સ્કેલ્પ’ ક્રુઝ મિસાઇલ છે. આ એક એવી ઘાતક મિસાઇલ છે જે દુશ્મનના પ્રદેશમાં સેંકડો કિલોમીટર અંદર ઘૂસીને ચોકસાઈપૂર્વક હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. રાફેલ વિમાન પહેલાથી જ ભારતીય વાયુસેનાનો હિસ્સો હોવાથી, નવા…
ભારતનું ‘બ્રહ્માસ્ત્ર’ ગર્જ્યું: અગ્નિ-3 મિસાઇલના સફળ પરીક્ષણથી બંગાળની ખાડી ધ્રૂજી, ચીન-પાકિસ્તાન ચિંતિત
ભારતના સંરક્ષણ ક્ષેત્રે આજે એક મોટું પ્રદર્શન થયું છે. DRDO અને સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા ઓડિશાના ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી ‘અગ્નિ-3’ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ 100% સફળ રહ્યું અને તેના વિસ્ફોટના પડઘા બંગાળની ખાડીમાં સાંભળાઈ, જે સીમા પાર બેઠેલા દુશ્મનો માટે સખત ચેતવણી તરીકે માનવામાં આવે છે. દુશ્મનો માટે ખતરો અગ્નિ-3 એક મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલ (IRBM) છે, જે ભારતની સુરક્ષા દિવાલને વધુ મજબૂત બનાવે છે. 3,500 કિલોમીટરની રેન્જ ધરાવતી આ મિસાઇલ પાકિસ્તાનના તમામ ભાગોને આવરી શકે છે અને ચીનના મુખ્ય શહેરો સુધી પરમાણુ હથિયાર પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. ટેકનિકલ વિશેષતાઓ – લંબાઈ: 17 મીટર – વજન: આશરે 50 ટન – વોરહેડ ક્ષમતા: 1.5 ટન – ઝડપ: અવાજની ગતિ કરતા 8 ગણી…
ભારત-ફ્રાંસ વચ્ચે રાફેલ ફાઈટર જેટ ડીલની તૈયારી, ભારતીય વાયુસેનાને મળશે વધારાના આધુનિક વિમાન
ભારત પોતાની રક્ષાક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે ફ્રાંસ સાથે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદાની તૈયારી કરી રહ્યું છે. આ પ્રસ્તાવિત ડીલ અંતર્ગત ભારતીય વાયુસેનાને વધારાના રાફેલ ફાઈટર જેટ મળી શકે છે. જૂના ફાઈટર વિમાનો નિવૃત્ત થવાના કારણે ઊભી થયેલી ખામી પૂરી કરવા માટે આ ડીલને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સોદાની મુખ્ય વિશેષતાઓ આ સંભવિત ડીલ હેઠળ રાફેલ ફાઈટર જેટના મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે, જે ‘મેક ઇન ઈન્ડિયા’ પહેલને વેગ આપશે. આ પગલું ભારતીય સંરક્ષણ ઉદ્યોગને નવી દિશા આપશે અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ મજબૂત કરશે. ભારત-ફ્રાંસ વચ્ચે તીવ્ર વાટાઘાટો અહેવાલો મુજબ, ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલ ફાઈટર જેટને લઈને વાટાઘાટો હાલ નિર્ણાયક તબક્કામાં છે. માનવામાં આવી રહ્યું છે કે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ…
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની યુએઈ અને શ્રીલંકાની મુલાકાત, સેનાત્મક સંબંધ મજબૂત કરવા યાત્રા
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સંયુક્ત આરબ અમીરાત (UAE) અને શ્રીલંકાની મુલાકાતે છે. આ યાત્રાનો મુખ્ય હેતુ ભારતના મિત્ર દેશો સાથે સંરક્ષણ સહયોગ અને લશ્કરી સંબંધોને મજબૂત બનાવવાનો છે. મુલાકાત દરમિયાન જનરલ દ્વિવેદી વરિષ્ઠ લશ્કરી નેતૃત્વ સાથે બેઠક, ગાર્ડ ઓફ ઓનર, લશ્કરી સ્થાપનોની મુલાકાત અને અધિકારીઓને સંબોધન કરશે. યુએઈની મુલાકાત જનરલ દ્વિવેદી 5-6 જાન્યુઆરી 2026 દરમિયાન UAEમાં કાર્યક્રમો સાથે હાજર રહેશે. આગમન પર, તેમને UAE સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આ દરમિયાન તેઓ UAE આર્મીના કમાન્ડર અને વરિષ્ઠ નેતૃત્વ સાથે બેઠક કરશે, લશ્કરી રચના, ભૂમિકાઓ અને ક્ષમતાઓ અંગે બ્રીફિંગ મેળવશે. તેઓ મુખ્ય લશ્કરી સ્થાપનોની મુલાકાત લેશે અને અધિકારીઓ તેમજ સૈનિકો સાથે વાતચીત કરશે. UAE નેશનલ ડિફેન્સ કોલેજની મુલાકાત પણ કાર્યક્રમમાં શામેલ છે, જ્યાં તેઓ…
IAF લશ્કરી કવાયત: 3-6 ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક એરસ્પેસ રિઝર્વ, NOTAM જારી
ભારતીય વાયુસેનાએ (IAF) 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી પાકિસ્તાન સરહદ નજીક દક્ષિણ ક્ષેત્રમાં એક મોટી લશ્કરી કવાયત માટે એરસ્પેસ રિઝર્વ કરવાની જાહેરાત કરી છે. આ માટે નોટમ (NOTAM) જારી કરવામાં આવ્યું છે, જે પાઇલટ્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને એરક્રાફ્ટ ઓપરેટર્સ માટે સત્તાવાર સૂચના છે. કવાયતનું વિસ્તાર અને અસર NOTAM અનુસાર, આ એરસ્પેસ રિઝર્વેશન રાજસ્થાનના જોધપુર અને બાડમેર જિલ્લામાં લાગુ પડશે, જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચી હવાઈ ટ્રાફિક રૂટની નજીક છે. આ પ્રક્રિયા દરમિયાન કરાચી અને રહીમ યાર ખાન હવાઈ રૂટ પર ફ્લાઇટ્સને અસર થઈ શકે છે. કવાયતનો હેતુ આ લશ્કરી કવાયત દરમિયાન ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ અને સર્વેલન્સ પ્લેટફોર્મ સક્રિય રહેશે. અધિકારીઓએ જણાવ્યું છે કે, આ કવાયત પ્રાદેશિક સુરક્ષા, ઓપરેશનલ તૈયારી અને કૌશલ્ય…
અમેરિકા-ભારત મિસાઈલ ડીલ: 100 ટેન્ક કિલર મિસાઈલ સાથે સેનાની શક્તિમાં વધારો
ભારતીય સેનાની શક્તિ હવે નવી ઊંચાઈએ પહોંચવાની તૈયારી કરી રહી છે. ભારત અને અમેરિકાના 775 કરોડ રૂપિયાની ઐતિહાસિક ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થયા છે. આ ડીલ હેઠળ, અમેરિકા ભારતને 100 નંગ ‘Javelin’ એન્ટી-ટેન્ક મિસાઈલ્સ આપશે. જેવેલિન મિસાઈલ્સ ‘ફાયર એન્ડ ફોરગેટ’ ટેકનોલોજી પર કાર્યરત છે અને 2500 મીટર સુધીના ટાર્ગેટને ચોક્કસ હીટ કરી શકે છે. આ મિસાઈલ ચીન અને પાકિસ્તાનની આધુનિક ટેન્કને પળવારમાં નિષ્ક્રિય કરી શકે છે. ડિફેન્સ પેકેજમાં અન્ય સામગ્રી આ ડીલમાં 216 ‘Excalibur’ સ્માર્ટ આર્ટિલરી ગોળા પણ સામેલ છે, જે 50 કિમી દૂર બેઠેલા દુશ્મન પર ચોક્કસ હિટ કરી શકે છે. રશિયા પણ આપશે મોટી ભેટ અમેરિકાની ડીલ સાથે જ, રશિયાએ ભારતને પાંચમી પેઢીનું Su-57 સ્ટીલ્થ ફાઈટર જેટ આપવાની તૈયારી બતાવી છે. રોસ્ટેકના દાવા મુજબ,…
OPERATION SINDOOR: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાના નાયબ વડાપ્રધાન ઇશાક દારે મગરના આંસુ વહાવ્યા
ભારતની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દાર એ ભારત પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાને પાર કરીને નાગરિક વસ્તીને નિશાન બનાવી છે. ડારએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે “ભારતનું આ કૃત્ય યુદ્ધસમાન છે,” અને મુરિદકે, બહાવલપુર, તેમજ આઝાદ જમ્મુ-કાશ્મીરના કોટેલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારમાં થયેલા હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. તેમણે ભારત પર સ્ટેન્ડઓફ હથિયારોથી પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો. પાકિસ્તાને આ કાર્યવાહી યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના ધોરણોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. ઇશાક દાર એ જણાવ્યું કે “ભારતના આકસ્મિક અને અણધાર્યા હુમલાથી બંને પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષનો જોખમ વધી ગયો છે.” ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર…














