ભારતનું ‘બ્રહ્માસ્ત્ર’ ગર્જ્યું: અગ્નિ-3 મિસાઇલના સફળ પરીક્ષણથી બંગાળની ખાડી ધ્રૂજી, ચીન-પાકિસ્તાન ચિંતિત

ભારતના સંરક્ષણ ક્ષેત્રે આજે એક મોટું પ્રદર્શન થયું છે. DRDO અને સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ દ્વારા ઓડિશાના ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી ‘અગ્નિ-3’ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ 100% સફળ રહ્યું અને તેના વિસ્ફોટના પડઘા બંગાળની ખાડીમાં સાંભળાઈ, જે સીમા પાર બેઠેલા દુશ્મનો માટે સખત ચેતવણી તરીકે માનવામાં આવે છે.

દુશ્મનો માટે ખતરો
અગ્નિ-3 એક મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઇલ (IRBM) છે, જે ભારતની સુરક્ષા દિવાલને વધુ મજબૂત બનાવે છે. 3,500 કિલોમીટરની રેન્જ ધરાવતી આ મિસાઇલ પાકિસ્તાનના તમામ ભાગોને આવરી શકે છે અને ચીનના મુખ્ય શહેરો સુધી પરમાણુ હથિયાર પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.

ટેકનિકલ વિશેષતાઓ
– લંબાઈ: 17 મીટર
– વજન: આશરે 50 ટન
– વોરહેડ ક્ષમતા: 1.5 ટન
– ઝડપ: અવાજની ગતિ કરતા 8 ગણી (Mach 7-8)
– સચોટતા (CEP): 40 મીટરથી ઓછી
તેની આટલી ઝડપી અને સચોટ ક્ષમતા તેને દુનિયાની સૌથી ઘાતક મિસાઇલોમાં એક બનાવે છે.

ભારત માટે સંદેશ
આ પરીક્ષણ માત્ર મિસાઇલનું ન હતું, પણ ભારતની વધતી સૈન્ય સ્વાયત્તતા અને દક્ષિણ એશિયામાં શક્તિ સંતુલન જાળવવાનો પ્રતીક છે. સંરક્ષણ મંત્રાલયે આ સફળતા બદલ વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

અગ્નિ-3, તેની અચૂક ક્ષમતા અને મજબૂત રેન્જને કારણે, અગ્રણી મિસાઇલ સિસ્ટમોમાં તેની સ્થાનને મજબૂત બનાવે છે અને દક્ષિણ એશિયામાં સશસ્ત્ર સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…