અમેરિકા-ભારત મિસાઈલ ડીલ: 100 ટેન્ક કિલર મિસાઈલ સાથે સેનાની શક્તિમાં વધારો

ભારતીય સેનાની શક્તિ હવે નવી ઊંચાઈએ પહોંચવાની તૈયારી કરી રહી છે. ભારત અને અમેરિકાના 775 કરોડ રૂપિયાની ઐતિહાસિક ડિફેન્સ ડીલ પર હસ્તાક્ષર થયા છે. આ ડીલ હેઠળ, અમેરિકા ભારતને 100 નંગ ‘Javelin’ એન્ટી-ટેન્ક મિસાઈલ્સ આપશે.

જેવેલિન મિસાઈલ્સ ‘ફાયર એન્ડ ફોરગેટ’ ટેકનોલોજી પર કાર્યરત છે અને 2500 મીટર સુધીના ટાર્ગેટને ચોક્કસ હીટ કરી શકે છે. આ મિસાઈલ ચીન અને પાકિસ્તાનની આધુનિક ટેન્કને પળવારમાં નિષ્ક્રિય કરી શકે છે.

ડિફેન્સ પેકેજમાં અન્ય સામગ્રી
આ ડીલમાં 216 ‘Excalibur’ સ્માર્ટ આર્ટિલરી ગોળા પણ સામેલ છે, જે 50 કિમી દૂર બેઠેલા દુશ્મન પર ચોક્કસ હિટ કરી શકે છે.

રશિયા પણ આપશે મોટી ભેટ
અમેરિકાની ડીલ સાથે જ, રશિયાએ ભારતને પાંચમી પેઢીનું Su-57 સ્ટીલ્થ ફાઈટર જેટ આપવાની તૈયારી બતાવી છે. રોસ્ટેકના દાવા મુજબ, રશિયા કોઈ શરત વિના વિમાનની ટેકનોલોજી ટ્રાન્સફર કરવા તૈયાર છે. આ વિમાન, F-35 જેટનો સૌથી મોટો પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. ભારત ઈચ્છે તો આ સુપર ફાઈટર જેટનું ઉત્પાદન ભારતમાં જ થઈ શકે છે. એન્જિનથી લઈને રડાર સુધીની ટેકનોલોજી ભારત સાથે શેર કરવામાં આવશે.

ભારત આત્મનિર્ભર પણ બની રહ્યું છે
રશિયા પાસેથી S-400 સિસ્ટમ માટે વધુ 10,000 કરોડની મિસાઈલ ખરીદી કરવાની તૈયારી. સ્વદેશી AMCA (પાંચમી પેઢી ફાઈટર જેટ) પ્રોજેક્ટ પર પણ કામ ચાલી રહ્યું છે, જે આગામી 2-3 વર્ષમાં તૈયાર થશે.

ભારત એશિયાની મહાસત્તા બની રહ્યું છે
અમેરિકા અને રશિયાના સાથ અને સ્વદેશી તાકાત સાથે, ભારત દુશ્મન માટે ચેતવણી સમાન શક્તિશાળી બનશે. ‘ટેન્ક કિલર’ અને ‘સ્કાય વોરિયર’ના કોમ્બિનેશનથી ભારતની સુરક્ષા અને રક્ષણક્ષમતા વધુ મજબૂત થશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Angan Milan Seva Utsav Bopal Ahmedabad 2026: આંગણવાડી-૬ માં ભૂલકાંઓ વચ્ચે CM.. Nurturing..

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Bopal આંગણવાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, બાળકો સાથે કર્યો સહજ સંવાદ Bopal વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવાના 25 ગૌરવવંતા વર્ષ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે અમદાવાદના Bopal ખાતે આવેલી આંગણવાડીમાં ‘આંગણ મિલન સેવા’ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોત્સાહક ઉપસ્થિતિ આપી બાળકો સાથે સમય વિતાવ્યો હતો અને આંગણવાડીની કામગીરી તથા બાળકોને આપવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. Bopal સ્થિત આંગણવાડી-6 ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે બાળકોને ફળ અને સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બાળકોના પોષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ તથા 6 માસથી 3 વર્ષ સુધીની…

Nirma Campus Safety Protest Updates 2026: અમદાવાદની નિરમા યુનિવર્સિટી વિવાદમાં..

Nirma યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરી પહોંચ્યા: ગર્લ્સ હોસ્ટેલ નજીકની ઘટનાને લઈને 1000થી વધુ વિદ્યાર્થીઓનો વિરોધ અમદાવાદની Nirma યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ નજીક બનેલી કથિત અશ્લીલ હરકતની ઘટના હવે વિદ્યાર્થીઓના વિરોધ સુધી પહોંચી છે. ગુરુવારે 1 ઓક્ટોબરના રોજ એક હજારથી વધુ વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને કેમ્પસમાં પહોંચ્યા અને હાથમાં પ્લેકાર્ડ સાથે ‘બ્લેક ડે’ મનાવી વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ગર્લ્સ હોસ્ટેલ નજીક બનેલી ઘટનાની ફરિયાદ અને વીડિયો પુરાવા યુનિવર્સિટી સત્તાવાળાઓ સુધી પહોંચાડ્યા હોવા છતાં યોગ્ય કાર્યવાહી થવામાં વિલંબ થયો. આ સમગ્ર મામલો અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી Nirma યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ સાથે જોડાયેલો છે. ઉપલબ્ધ અહેવાલો મુજબ, H-4 ગર્લ્સ હોસ્ટેલની સામે H-5 બ્લોકનું બાંધકામ ચાલી રહ્યું છે. 29 સપ્ટેમ્બરના રોજ આ બાંધકામ વિસ્તાર નજીક એક અજાણ્યા…