ઈથોપિયાના જ્વાળામુખી વિસ્ફોટનો પ્રભાવ ભારત સુધી, દિલ્હી સહિત અનેક શહેરોમાં રાખના વાદળ

ઈથોપિયાના હેલી ગુબ્બી જ્વાળામુખીના શક્તિશાળી વિસ્ફોટનો પ્રભાવ હવે ભારતમાં પણ જોવા મળ્યો છે. હજારો કિલોમીટર દૂર થયેલા આ વિસ્ફોટમાંથી નીકળેલી રાખનો વિશાળ વાદળ ઉત્તર ભારતનાં આકાશમાં પ્રવેશતા ચિંતા વધારાઈ છે. રાખનું આ વાદળ ફ્લાઇટ સલામતી માટે મોટો ખતરો બને એવી સ્થિતિમાં DGCAએ એરલાઇન્સને સતર્કતા સૂચનાઓ જારી કરી છે. ઈથોપિયાની રાખ સીધી ભારત સુધી સોમવારે રાત્રે 11 વાગ્યે ઈથોપિયાના 10,000 વર્ષ જૂના જ્વાળામુખી વિસ્ફોટની રાખ ભારતના હવામંડળમાં પ્રવેશી હતી. આ રાખનો વાદળ: – 130 કિમી પ્રતિ કલાકની ઝડપે લાલ સમુદ્ર પાર કરીને – સૌપ્રથમ જોધપુર અને જેસલમેરમાં દેખાયો – બાદમાં દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન સુધી ફેલાઈ ગયો – વિજ્ઞાનીઓ અનુસાર રાખ 25,000 થી 45,000 ફૂટની ઊંચાઈએ છે, એટલે જમીન સ્તરે લોકોના આરોગ્ય પર હાલ કોઈ મોટો ખતરો…

પહેલગામ આતંકવાદી હુમલો: ભારતે પાકિસ્તાની વિમાનો માટે હવાઈ ક્ષેત્ર કર્યું બંધ

પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતે બુધવારે એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતે 30 એપ્રિલથી 23 મે, 2025 સુધી પાકિસ્તાની વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ રાખવાનું NOTAM (Notice to Air Missions) જારી કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે પાકિસ્તાની યાત્રી તેમજ લશ્કરી વિમાનોને ભારતીય હવાઈ વિસ્તારમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પગલું પાકિસ્તાને એક અઠવાડિયા અગાઉ ભારતીય એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યાના પગલે લેવામાં આવ્યું છે. શું છે NOTAM? NOTAM (Notice to Air Missions) એ એક મહત્વપૂર્ણ જહાજરાની માહિતી પ્રણાલી છે, જે પાઇલટ્સ અને એરલાઇન ઓપરેટર્સને હવાઈ પ્રવાસ દરમિયાન આવનારી સંભવિત ચિંતાઓ અંગે જાણ કરી શકે છે. તેમાં હવામાનમાં બદલાવ, લશ્કરી કવાયત,…